Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ જામા મસ્જિદમાં ચક્રધર સ્વામીના અવતાર દિને હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા:મહાનુભાવ પંથના શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા, ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યક્રમનું આયોજન

    12 hours ago

    ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ પરિસરમાં શ્રી ચક્રધર સ્વામીના અવતાર દિવસ નિમિત્તે દર્શન અને કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ માટે મહારાષ્ટ્ર અને ઉત્તર ભારત સહિત દેશભરમાંથી મહાનુભાવ પંથના હજારો શ્રદ્ધાળુઓ અને સંતો ઉમટી પડ્યા હતા. આ સ્થળે હિન્દુ-જૈન સંગઠનો પ્રાચીન મંદિર હોવાનો દાવો કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ પ્રસંગે સુદર્શન નાગરાજ કપાટેએ મીડિયાને જણાવ્યું કે, મહાનુભાવ સંપ્રદાયના સંસ્થાપક શ્રી ચક્રધર સ્વામીનું ભરૂચ નગરી સાથે સીધું ઐતિહાસિક જોડાણ છે. તેમનો અવતાર આ સ્થળે થયો હતો અને અહીં તેમનો રાજમહેલ આવેલો હતો. આ સનાતન ધરોહર હિન્દુ, જૈન અને મહાનુભાવ સંપ્રદાયની સાંસ્કૃતિક એકતા દર્શાવે છે. સ્વામી મુક્તાનંદજીના નેતૃત્વ હેઠળના આંદોલનના ભાગરૂપે દેશભરમાંથી ભાવિકો અહીં રાજમહેલ અને પવિત્ર સ્મૃતિના દર્શન કરવા એકઠા થયા છે. નોંધનીય છે કે, ભરૂચની આ પ્રાચીન જામા મસ્જિદ મૂળ જૈન-હિન્દુ ધાર્મિક સ્થળ અને શ્રી ચક્રધર સ્વામીની જન્મભૂમિ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ અંગે લાંબા સમયથી કાયદાકીય અને સામાજિક વિવાદ ચાલી રહ્યો છે. સંવેદનશીલ સ્થિતિને જોતા સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે પરિસરમાં કડક સુરક્ષા ગોઠવી હતી. જેથી દર્શનાર્થીઓ શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે. દર્શન પછી અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત 'ઐતિહાસિક જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ' અને 'સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ, ભરૂચ' દ્વારા ઝાડેશ્વર BAPS મંદિર પાછળના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય જન્મ જયંતિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂ. સંતશ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ અધ્યક્ષતા કરશે. સંતો-મહંતો અને મુખ્ય વક્તાઓ સનાતન ધરોહરના રક્ષણ અંગે માર્ગદર્શન આપશે.
    Click here to Read More
    Previous Article
    6 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ:સૌથી વધુ નવસારીના વાંસદામાં ત્રણ ઈંચ અને સુરતના અંબિકામાં અઢી ઈંચ વરસાદ, આજે બે જિલ્લામાં રેડ એલર્ટ
    Next Article
    પાટણ ફોટોગ્રાફર એસોસિએશને ‘મેઘા AI વર્કશોપ’ યોજ્યો:જિલ્લાના ફોટોગ્રાફરોને ફોટોગ્રાફી અને એડિટિંગમાં AI ના ઉપયોગની ટ્રેનિંગ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment