Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ:સૌથી વધુ નવસારીના વાંસદામાં ત્રણ ઈંચ અને સુરતના અંબિકામાં અઢી ઈંચ વરસાદ, આજે બે જિલ્લામાં રેડ એલર્ટ

    17 hours ago

    હવામાન વિભાગની આગાહી મુજબ ભાદરવાના પ્રારંભે જ રાજ્યમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. આજે 13 સપ્ટેમ્બરે સવારે 6થી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના વાંસદામાં ત્રણ ઈંચ અને સુરતના અંબિકા તાલુકામાં અઢી ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 48 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 12 સપ્ટેમ્બરે સવારે 6થી આજે 13 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 193 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ તાપીના ઉકાઈમાં 12 ઈંચ, સુરતના ઉંમરપાડામાં 8.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી શનિવારે લાંબા સમય બાદ મધ્ય અને દક્ષિણ ગુજરાતના 100થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ હજી પણ કોરાધાકોડ હોય ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે હવામાન વિભાગે 2 જિલ્લામાં રેડ, 6 જિલ્લામાં ઓરેન્જ અને 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 15મી સુધી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આજે 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે દરિયામાં ભારે મોજા ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. નર્મદા ડેમ 93.72 ટકા ભરાયો, 17 જળાશય છલકાયા રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 3,13,099 એમસીએફટી (93.72 ટકા) પાણીનો સંગ્રહ છે, જેમાં 50,145 ક્યુસેક આવક સામે 33,705 ક્યુસેક જાવક ચાલુ છે. આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયમાં કુલ ક્ષમતાના 65.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના કુલ 17 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે, 1 ડેમ 70 ટકાથી વધુ અને 25 ડેમ 50 ટકા થી 70 ટકા વચ્ચે ભરાયેલા છે. રાજ્યના 34 ડેમ માટે 'હાઈ એલર્ટ' (જેમાં ધાતરવડી, પિગુત, ઢોલી, કેલિયા, જૂજ, લાલપરી, દોસવાડા વગેરે સામેલ છે). 11 ડેમ માટે 'એલર્ટ' અને 13 ડેમ માટે 'વોર્નિંગ' આપવામાં આવી છે રાજ્યમાં સિઝનનો સરેરાશ 75 ટકા વરસાદ રાજ્યમાં સિઝનનો સરેરાશ 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જો કે, 25 જિલ્લામાં હજી પણ 1 ટકાથી લઈ 88 ટકા સુધી વરસાદની ઘટ વર્તાઈ રહી છે. આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હોય આ ઘટ પૂરાવાની સૌ કોઈ આશા સેવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    दिल्ली-मेरठ-मुरादाबाद रूट की 18 ट्रेनें 10 दिन रहेंगी रद्द, जानिए गाजियाबाद क्यों बना मेगा ब्लॉक का सेंटर
    Next Article
    ભરૂચ જામા મસ્જિદમાં ચક્રધર સ્વામીના અવતાર દિને હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા:મહાનુભાવ પંથના શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા, ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યક્રમનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment