Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ ફોટોગ્રાફર એસોસિએશને ‘મેઘા AI વર્કશોપ’ યોજ્યો:જિલ્લાના ફોટોગ્રાફરોને ફોટોગ્રાફી અને એડિટિંગમાં AI ના ઉપયોગની ટ્રેનિંગ અપાઈ

    12 hours ago

    પાટણ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા પાટણના ચોરમારપુરા સ્થિત ડાયનાસોર પાર્ક ખાતે ‘મેઘા AI વર્કશોપ’ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં જિલ્લાના ફોટોગ્રાફરોને ફોટોગ્રાફી ક્ષેત્રે AI ના વિવિધ ટૂલ્સ અને ટેકનોલોજીના ઉપયોગ અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી. મેન્ટર હાર્દિક દવેએ આ તાલીમ આપી હતી. આ શિબિરનો મુખ્ય હેતુ પાટણ જિલ્લાના ફોટોગ્રાફરોને આધુનિક ડિજિટલ ટેકનોલોજીથી માહિતગાર કરવાનો હતો. મેન્ટર હાર્દિક દવેએ ફોટોગ્રાફી અને વિડિયો એડિટિંગમાં AI ના મહત્વ વિશે વિગતવાર જાણકારી આપી. વર્કશોપ દરમિયાન, ઉપસ્થિત ફોટોગ્રાફરોને ChatGPT, Midjourney, Canva AI અને Image to Video જેવા વિવિધ AI ટૂલ્સની સંપૂર્ણ પ્રાયોગિક ટ્રેનિંગ અપાઈ. આમાં AI થી ઇમેજ બનાવવી, વિડિયો બનાવવાની રીત, ડિઝાઇન અને ક્રિએટિવ આર્ટમાં નવીનતા લાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવી. આ ક્ષેત્રમાં કરિયર અને ફ્રીલાન્સિંગની તકો વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ આયોજનમાં પંચરત્ન કલર લેબ પાટણના અલ્પેશ પટેલ, નિરાલી કલર લેબ પાટણના દિનેશ પટેલ અને ગુજરાત ફોટો કેમેરા એન્ડ એસેસરીઝ રાધનપુરના અયુબ એન. ઘાંચી સ્પોન્સર તરીકે જોડાયા હતા. આ શિબિરમાં પાટણ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ફોટોગ્રાફરોએ હાજરી આપીને નવી ટેકનોલોજીનું જ્ઞાન મેળવ્યું. આ કાર્યક્રમમાં પાટણ ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ નીતિન પટેલ, ઉપપ્રમુખ ભાવિન પટેલ, મંત્રી હિમાંશુભાઈ પ્રજાપતિ, ખજાનચી રાજુભાઈ પ્રજાપતિ અને સહ મંત્રી જતીન પટેલ હાજર રહ્યા હતા. સિદ્ધપુર ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ સહિત કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં ફોટોગ્રાફર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ જામા મસ્જિદમાં ચક્રધર સ્વામીના અવતાર દિને હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા:મહાનુભાવ પંથના શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા, ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યક્રમનું આયોજન
    Next Article
    Gujarat Breaking News | 12 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર |Top News Of The Day | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment