Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં મહાવીર સ્વામી જન્મ વાંચન, હજારો શ્રાવકો ઉમટ્યા:નેમી ઉદય નંદન વિહાર ઉપાશ્રયમાં ચારિત્રસેન વિજયજી મ.સાહેબના સાનિધ્યમાં ઉજવણી કરાઈ

    6 hours ago

    બોટાદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપા.સંઘ દ્વારા પર્યુષણ મહાપર્વની ઉજવણી ચાલી રહી છે. આ અંતર્ગત નેમી ઉદય નંદન વિહાર ઉપાશ્રયમાં શ્રી મહાવીર સ્વામી જન્મ વાંચનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે હજારોની સંખ્યામાં જૈન સમાજના શ્રાવક અને શ્રાવિકાઓ ઉમટી પડ્યા હતા. શ્રી ચારિત્રસેન વિજયજી મ.સાહેબના પાવન સાનિધ્યમાં આ જન્મ વાંચનની ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન 14 સ્વપ્ન અને 8 અષ્ટમંગલની ઉછામણી કરવામાં આવી હતી. સાધુ ભગવંતો દ્વારા પ્રભુ શ્રી મહાવીરનું વાંચન કરવામાં આવ્યું હતું. ભગવાનના જન્મ વાંચનને લઈ શ્રાવક-શ્રાવિકાઓ 'ત્રીસલા નંદન વીર કી જય, બોલો મહાવીર કી' ના નાદ સાથે ભક્તિમાં લીન બન્યા હતા. તેમણે શ્રીફળ વધેરી ભગવાનના ઘોડિયા પારણાનો ઝૂલો ઝુલાવીને ધન્યતા અનુભવી હતી. પ્રભુ મહાવીર સ્વામીના ઘોડિયા પારણાંના લાભાર્થી બગડીયા કુસુમબેન ચંદુલાલ પરિવારે ઉત્તમ લાભ લીધો હતો. તેમના નિવાસ સ્થાને ઘોડિયા પારણાં પધરાવવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રસંગ ખૂબ જ ઉલ્લાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    ખાડીપૂરના બે મહિના બાદ પણ પરિવહન સેવા પાટે ન ચડી!:મનપાની ધીમી ગતિથી 50%થી વધુ બસો બંધ, 6 મુખ્ય સહિત 12થી વધુ પ્રભાવિત રૂટ પર વિદ્યાર્થીઓ ટિંગાવા મજબૂર
    Next Article
    સોમનાથમાં સેવા સંકલ્પ અભિયાન કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી રહી:લોકો એકઠા ન થતાં કાર્યક્રમ એક કલાક મોડો શરૂ થયો, ફિયાસ્કો થતાં સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓને બેસાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment