Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં સેવા સંકલ્પ અભિયાન કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી રહી:લોકો એકઠા ન થતાં કાર્યક્રમ એક કલાક મોડો શરૂ થયો, ફિયાસ્કો થતાં સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓને બેસાડ્યા

    6 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના નેતૃત્વ અને જાહેર સેવાની ઉજવણી માટે રાજ્યભરમાં 'સેવા સંકલ્પ અભિયાન' ચાલી રહ્યું છે. આ અંતર્ગત સોમનાથમાં બાઇક રેલીનું આયોજન કરાયું હતું. જોકે, કાર્યક્રમમાં અપેક્ષા મુજબ લોકો ન આવતા ઘણી ખુરશીઓ ખાલી રહી હતી, જેના કારણે આ કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો છે. સોમનાથમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓ, સંગઠનના પદાધિકારીઓ અને આગેવાનો હાજર હતા. આટલા મોટા નેતાઓની હાજરી છતાં લોકોની સંખ્યા ઓછી હતી. લોકોની રાહ જોવાતા કાર્યક્રમ તેના નક્કી સમય કરતાં લગભગ એક કલાક મોડો શરૂ થયો હતો. કાર્યક્રમ સ્થળે ઘણી ખુરશીઓ ખાલી હતી. આથી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના બાળકો અને વિદ્યાર્થીઓને તે ખુરશીઓ પર બેસાડવામાં આવ્યા હતા. એક તરફ મોટા નેતાઓ અને સંગઠનના પદાધિકારીઓ હાજર હતા, તો બીજી તરફ સામાન્ય લોકોની ઓછી હાજરીને કારણે કાર્યક્રમની વ્યવસ્થા અને આયોજન પર સવાલો ઉભા થયા છે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના કેબિનેટ મંત્રી સહિતના મહાનુભાવોએ 25થી વધુ બાઇકોને લીલી ઝંડી આપી રેલી શરૂ કરાવી હતી. આ બાઇક રેલી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના જાહેર જીવન અને સેવા કાર્યને લોકો સુધી પહોંચાડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. જોકે, કાર્યક્રમમાં અપેક્ષા મુજબ લોકો એકઠા ન થતાં ખાલી ખુરશીઓના દ્રશ્યો ચર્ચાનો વિષય બન્યા હતા. હાજરી વધારવા માટે કાર્યક્રમનો સમય લંબાવવામાં આવ્યો હતો, તેમ છતાં મોટી સંખ્યામાં લોકો ન આવતા રાજકીય અને સંગઠનાત્મક વર્તુળોમાં ઘણી ચર્ચાઓ શરૂ થઈ છે. સોમનાથ જેવા મહત્વના ધાર્મિક અને પ્રવાસન સ્થળે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રીઓ સહિતના મોટા નેતાઓની હાજરી હતી. તેમ છતાં સામાન્ય લોકોની ઓછી હાજરી કેમ રહી, તે મુદ્દો હાલ સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં મહાવીર સ્વામી જન્મ વાંચન, હજારો શ્રાવકો ઉમટ્યા:નેમી ઉદય નંદન વિહાર ઉપાશ્રયમાં ચારિત્રસેન વિજયજી મ.સાહેબના સાનિધ્યમાં ઉજવણી કરાઈ
    Next Article
    Ground Report । ભાદરવો ભરપૂર ! । સંકટમાં તાત, સાંભળો સરકાર| Farmers |Gujarat|News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment