Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની સાબરમતીમાંથી તરતા હાડપિંજર બાદ યુવકની લાશ મળી:હાથમાં ફોન નંબર સાથે લખ્યું- મેરે પાપા કો મેરી બોડી પહોંચા દેના; બંને ઘટના રહસ્યમય

    9 hours ago

    અમદાવાદની સાબરમતી નદીમાંથી આજે (13 સ્પ્ટેમ્બર)યુવકની તરતી લાશ મળી આવી છે. મૃતદેહની તપાસ કરતા હાથમાં મોબાઈલ નંબર અને 'મેરે પાપા કો મેરી બોડી પહોંચા દેના' તેવું લખાણ મળી આવ્યું હતું. પોલીસે મોબાઈલ નંબર પર મૃતકના પિતાને જાણ કરીને મૃતદેહ સોંપવા તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે, ગઈકાલે પણ સાબરમતી નદીમાંથી એક હાડપિંજર મળી આવ્યું હતું. હાથમાં પિતાનો મોબાઈલ નંબર લખેલો મળ્યો સાબરમતી નદીમાં સવારના 10:30 વાગ્યાની આસપાસ એક યુવકની તરતી લાશ દેખાતી હતી, જેની ફાયર અને પોલીસને જાણ થતા તાત્કાલિક બંને ટીમ રિવરફ્રન્ટ પહોંચી હતી. ફાયરની રિવર રેસ્ક્યૂ ટીમે યુવકની લાશ બહાર કાઢી હતી. લાશ પાસેથી તપાસ કરતા કોઈ ડોક્યુમેન્ટ મળી આવ્યા ન્હોતા, પરંતુ મૃત યુવકના હાથ પરથી લખાણ મળી આવ્યું હતું, જેમાં હિન્દીમાં લખ્યું હતું કે, મેરે પાપા કો મેરી બોડી પહોંચા દેના અને મોબાઈલ નંબર પણ લખવામાં આવ્યો હતો. પોલીસે પરિવારને જાણ કરી, યુવક ડુંગરપુરનો રહેવાસી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે તપાસ કરતા મૃત યુવકનું નામ રોહિત પ્રજાપતિ હતું, જે રાજસ્થાનના ડુંગરપુરનો રહેવાસી છે. પોલીસે મૃતક યુવકના પરિવારને ફોન કરીને જાણ કરી છે. આ સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ તો પોલીસે યુવકે આપઘાત કર્યો કે અન્ય કોઈ કારણો છે? તેને લઈે તપાસ શરૂ કરી છે. ગઈકાલે મળેલા કંકાલની પણ ઓળખ બાકી ગઈકાલે બપોરે પણ જમાલપુર પાસે નદીમાંથી એક તરતું કંકાલ ફાયરની ટીમે બહાર કાઢ્યું હતું. આ હાડપિંજરના ઉપરના ભાગે થોડા કપડાં હતા. પોલીસના અનુમાન મુજબ 10 દિવસથી જૂનો મૃતદેહ છે. મૃતક કોણ છે? તેની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વઢવાણના મેમકા પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત:મેમકા અકસ્માતમાં ઘાયલ 6 પૈકી 3 ની હાલત ગંભીર, C.U. શાહ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ
    Next Article
    ગોધરામાં AC પાર્ટ્સની આડમાં વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું:₹22.68 લાખના દારૂ સહિત ₹49.61 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment