Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં AC પાર્ટ્સની આડમાં વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું:₹22.68 લાખના દારૂ સહિત ₹49.61 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો

    9 hours ago

    પંચમહાલ જિલ્લામાં દારૂની હેરાફેરી સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) કાર્યવાહી કરી છે. ગોધરાના ઓરવાડા પીકઅપ સ્ટેન્ડ પાસે હાઇવે રોડ પરથી વિદેશી દારૂ ભરેલું ટાટા કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે ₹22.68 લાખના દારૂ સહિત કુલ ₹49.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પંચમહાલ-ગોધરા રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહની સૂચના અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ LCB PI એ.બી. વોરાની ટીમે દારૂની હેરાફેરી કરતા લોકો પર નજર રાખી હતી. આ દરમિયાન PSI એચ.આર. જેતાવત અને LCB સ્ટાફ ઓરવાડા પીકઅપ સ્ટેન્ડ પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે દાહોદ તરફથી આવી રહેલા ટાટા કન્ટેનર નંબર RJ-27-GF-3948ને શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવ્યું અને તપાસ શરૂ કરાઈ. કન્ટેનરમાં સેન્ટ્રલ એ.સી.ના પાર્ટ ભરેલા હતા. જોકે, કન્ટેનરની લંબાઈ પ્રમાણે અંદર ખુલ્લી જગ્યા ઓછી જણાતી હતી. વધુ તપાસ કરતા કન્ટેનરમાં પતરા મારીને અલગથી બનાવેલું ગુપ્ત ખાનું મળી આવ્યું. પોલીસે એ.સી.ના પાર્ટ નીચે ઉતારી, ગ્રાઇન્ડર મશીનથી પતરું કાપીને તપાસ કરતા છુપાવેલા ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો. પોલીસે ઓલ સીઝન અને રોયલ ચેલેન્જ વ્હિસ્કીની બોટલો તથા ક્વાર્ટરિયા મળી કુલ 6,312 નંગ દારૂ કબજે કર્યો છે. આ દારૂની કિંમત આશરે ₹22,68,121 થાય છે. દારૂ ઉપરાંત, દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલું ટાટા કન્ટેનર, એ.સી.ના પાર્ટ, મોબાઇલ ફોન અને બિલ-બિલ્ટીના કાગળો સહિત કુલ ₹49,61,015નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના જયપુર ખાતેથી કન્ટેનરના ગુપ્ત ખાનામાં ભરવામાં આવ્યો હતો. ત્યારબાદ કન્ટેનર હરિયાણાના ફરીદાબાદ પહોંચ્યું, જ્યાં એ.સી.ના પાર્ટ ભરવામાં આવ્યા. ત્યાંથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ રોડ મારફતે કોટા, દાહોદ થઈને કન્ટેનર ઓરવાડા પહોંચ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના ભીમ તાલુકાના છીપોલા રાજવા, પંચાયત બીલીયાવાસના મહેન્દ્રસિંગ ગોકુલસિંગ રાવતને ઝડપી પાડવામાં આવ્યો છે. અખીલ ઉર્ફે હરીશ, જયપુર ખાતે દારૂ ભરેલું કન્ટેનર આપનાર ડ્રાઇવર અને જામનગરનો દારૂનો જથ્થો મંગાવનાર સહિતના અન્ય આરોપીઓની સંડોવણી અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદની સાબરમતીમાંથી તરતા હાડપિંજર બાદ યુવકની લાશ મળી:હાથમાં ફોન નંબર સાથે લખ્યું- મેરે પાપા કો મેરી બોડી પહોંચા દેના; બંને ઘટના રહસ્યમય
    Next Article
    Gujarat Breaking News | 11 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર |Top News Of The Day | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment