Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણના મેમકા પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત:મેમકા અકસ્માતમાં ઘાયલ 6 પૈકી 3 ની હાલત ગંભીર, C.U. શાહ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ

    10 hours ago

    વઢવાણ તાલુકાના મેમકા નજીક હાઈવે પર એક કાર અને પેસેન્જર ભરેલી રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે રિક્ષામાં સવાર છ મુસાફરો ઘાયલ થયા હતા.મળતી માહિતી મુજબ, મેમકા નજીક હાઈવે પરથી એક રિક્ષા પસાર થઈ રહી હતી. તે સમયે સામેથી પૂરઝડપે આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને કાર રિક્ષા સાથે અથડાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાને ઘણું નુકસાન થયું અને તે રોડ પર પલટી ગઈ. રિક્ષામાં સવાર મુસાફરો રોડ પર ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં 50 વર્ષીય ગીતાબેન મકવાણાને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના ગ્રામજનો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતા વઢવાણ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. તમામ છ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રો અનુસાર, ઘાયલોમાંથી ત્રણની હાલત ગંભીર છે.પોલીસે મૃતક ગીતાબેન મકવાણાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત થયા બાદ કાર ચાલક કાર સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો છે. વઢવાણ પોલીસે આ અંગે ગુનો નોંધી ફરાર કાર ચાલકને પકડવા તપાસ શરૂ કરી છે. મેમકા નજીક થયેલા આ અકસ્માતને કારણે સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ગ્રામજનોએ હાઈવે પર વાહનોની વધુ પડતી ઝડપને કારણે અકસ્માતો વધી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે હાઈવે પર જરૂરી જગ્યાએ સ્પીડ બ્રેકર મૂકવા અને ટ્રાફિક પોલીસ દ્વારા નિયમિત તપાસ કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    લઠ્ઠાકાંડમાં 14 મોત, ફરી નકલી રોયલ સ્ટેગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ:રાજસ્થાનના એક શખસે મટીરીયલ પાર્સલ કર્યું, બીજાએ ભાવનગર આવી નકલી દારૂ બનાવ્યો; રેલવે કર્મી સાળા-બનેવીનું કારસ્તાન
    Next Article
    અમદાવાદની સાબરમતીમાંથી તરતા હાડપિંજર બાદ યુવકની લાશ મળી:હાથમાં ફોન નંબર સાથે લખ્યું- મેરે પાપા કો મેરી બોડી પહોંચા દેના; બંને ઘટના રહસ્યમય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment