Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવસભર એમને પેટ ભરીને રમવા દો!:બાળકો રાત્રે સૂએ નહીં, તો શું કરવાનું?

    1 day ago

     આ ઉંમરેય તમે ડિમ્પલને ભૂલતા કેમ નથી? (ડૉ. મહેન્દ્ર મૈસૂરિયા, અમદાવાદ) - ડિમ્પલની હજી એવી કોઈ ઉંમર થઈ નથી!  પત્ની અને પતિના પ્રેમ વચ્ચે ફર્ક શું? (મહાસુખ દરજી, અમદાવાદ) - એ રહસ્ય જગતનો કોઈ પણ ગોરધન ઉકેલી શક્યો નથી!  ભણવામાં મજા નથી આવતી. બીજો કોઈ વિકલ્પ ખરો? (રૂપમ ધાંધલા, દિહોર) - દિહોરમાં તો હાથલારીઓ ચાલતી હશે ને?  ગિફ્ટ સિટી વિશે વાચકોએ એક જ વિષયને લગતા સવાલો પૂછ્યા છે... કારણ શું?(ડૉ. સંકેત શેઠ, કરમસદ) - ગુજરાતમાં ‘તરસ-બંધી’ છે, માટે!  ઉપવાસ શા માટે કરીએ છીએ?(કિરણ મોવડિયા, માણસા) - બે કારણો છે. એક, રોજ તો ભાવતી રસોઈ ઘરમાં થાય નહીં ને બીજું… કરીય શું શકીએ?  ઠંડીને ડિગ્રીથી મપાય છે, તો ઠંડી કેટલું ભણી હશે? (રહીમ લાલિયા, ચલાલા) - અત્યારે તો ઠંડીથી વધારે રહીમભાઈ ભણ્યા હોય એવું લાગે છે!  ફોન ઉપાડીને ‘હૅલ્લો’ બોલવું જરૂરી છે?(હર્ષ હાથી, ગોંડલ) - ગાળ તો ન બોલાય ને?  બોલિવૂડના ઘણા કલાકારો જામનગર આવતા રહે છે... અહીં તો ફિલ્મનગરી નહીં સ્થપાય ને?(શશિકાંત મશરૂ, જામનગર) - હવે, ગૌરવ લઈ શકાય એટલું મહત્ત્વ બોલિવૂડનું રહ્યું નથી!  શેકાયા પછી પાપડ સીધો કેમ રહેતો નથી? (મુકેશ ગોહેલ, અમદાવાદ) - ફાફડાનું એથી ઊલટું છે. તળાયા પછી જ સીધા થાય છે!  વિઝા હનુમાન તરીકે જાણીતું થયેલું ખાડિયાનું મંદિર છે. તમને તો આસાનીથી વિઝા મળી ગયા હશે!(કેયૂરી ચાવડા, અમદાવાદ) - હનુમાનજી પાસે કંઈ પણ માગો નહીં, તો આપોઆપ બધું આપી દે છે!  ગુજરાતમાં બરફ કેમ પડતો નથી?(હર્ષવર્ધન ઝાલા, કઠલાલ) - બરફ કોઈ થપ્પડ નથી, તે મનફાવે તેને પડે!  લોકોને પંચાત કરવાની આદત કેમ પડી હશે? (ઉપેક્ષાબા ગોહિલ, રાજકોટ) - ‘એન્કાઉન્ટરે’ય ગામ આખાની પંચાત જ છે ને?  ‘માંકડને આંખો આવી’, એટલે શું?(મુકેશ પ્રજાપતિ, વાંકાનેર) - એની આંખોમાં ‘જીવદયા નેત્રપ્રભા’ છાંટી દો… પ્રોબ્લેમ સૉલ્વ્ડ!  હૅલમેટનો ફાયદો કોને?(નરેશ હાથી, અમદાવાદ) - એ લોકો તો રોડ રોલર ચલાવનાર માટેય હૅલમેટ ફરજિયાત બનાવવાના છે!  ફિલ્મ ‘પુષ્પા-3’માં તમને રોલ મળે તો? (વિજય ચુડાસમા, લોઢવા-ગીરસોમનાથ) - મારું સ્ટાન્ડર્ડ તમે ઘણું નીચું ધારી લીધું...!  મેથીપાક બારે માસ કામમાં આવે?(દક્ષેશ મહેતા, અમદાવાદ) - ખાવો છે કે, ભીંતે ચોપડવો છે?  કહે છે કે, બધું માપમાં જ સારું લાગે!(હેમંત મહેતા, સુરત) - હા. આમાં દરજીથી ભૂલ થવી ન જોઈએ!  સવાલ-જવાબની અન્ય કૉલમો કરતાં ‘એન્કાઉન્ટર’ ક્યાં જુદું પડે છે? (ધીરેન મોનાણી, જામનગર) - હું ય ઈ જ કવ છું!  છાપાઓમાં ગુજરાતી ફિલ્મોની જાહેરાત અંગ્રેજીમાં કેમ આવે છે? (રોહિત દરજી, હિંમતનગર) - ગુજરાતીઓનું અંગ્રેજી સુધારવા!  સુંદર સ્ત્રીઓ મારી સામે ટીકી ટીકીને કેમ જોતી હશે? (રાકેશ દવે, એમને પોતાના ગામનું નામ ખબર નથી!) - એ તો, બાડીઓ જોતી હોય એટલે એવું લાગે!  લક્ષ્મીજીનું વાહન ઘુવડ જ કેમ? કોઈ અન્ય પ્રાણી કેમ નહીં? (અમૃત સોલંકી, બોટાદ) - ઘુવડ રાત્રે જોઈ શકે, એટલે RTO પાસિંગ તરત મળી જાય!  ‘કહું છું, સાંભળો છો?’ પણ આવું સાંભળ્યા પછી ગોરધનોની શી દશા થતી હશે?(યૂનુસ વહોરા, આણંદ) - હિંદુસ્તાની સ્ત્રી પૂરી દુનિયામાં ફક્ત એક જ વ્યક્તિને આ સવાલ કરે છે...!  ઇન્ટરનેટના આ યુગમાં સાદા પોસ્ટકાર્ડમાં સવાલ મોકલવાનો શું અર્થ?(દીપક પરમાર, જામનગર) - જેમ દરેક ઘરમાં એક પોસ્ટકાર્ડ મળતું નથી, એમ ઘણાના ઘરમાં ઇન્ટરનેટ નથી હોતું!  જાનવરોને ડાયાબિટીસ કે હૃદયરોગ જેવા રોગો નહીં થતા હોય? (પ્રવીણ મહેતા, કેશોદ) - ગમે તે બાજુ ઊભા રહીને જોઈ જુઓ… હું એકેય ઍન્ગલથી જાનવરોનો ડૉક્ટર લાગું છું?  ટ્રેનની જેમ ઍરપૉર્ટની બહાર નીકળતી વખતે ટિકિટ કેમ માગતા નથી?(સુનીલ વર્મા, અમદાવાદ) - ધીમેથી લખો… એમના ધ્યાન પર આવશે તો ઘેર આવીને ટિકિટ માગશે!  મારે સગો ભાઈ નથી, તો મારે અંતરની વેદના કોને કહેવી?(હિરેન પાઠક, રાજકોટ) - મમ્મી-પપ્પા પરવારી ગયા ન હોય તો એમને જ કહેવી!  બુધવારે પોલીસે તપાસ કરી, શુક્રવારે પકડાયા ને રવિવારે એન્કાઉન્ટર થયું! આવું બને?(દર્શન શેઠ, ડીસા) - ન બને, માટે જ તમને જવાબ આપી શકું છું.  લોકો સૂપનેય ફૂંકો મારીને પીએ છે, બોલો! (હિતેશ દમણિયા, સુરત) - ઘણાને તો વ્હિસ્કીય સબડકા બોલાવીને પીતા જોયા છે!  GST બચાવવામાં ખોટું બોલી શકાય?(શિવમ યાજ્ઞિક, રાજકોટ) - ખોટું તો ખોટું બોલવામાંય બોલી શકાય!  આપણને આગલા-પાછલા જન્મની ખબર પડી જતી હોત તો? (નૂતનકુમાર ભટ્ટ, સુરત) - હું તમારો જવાબ આવતા જન્મે આપીશ!  જૂનાં હિંદી ફિલ્મી ગીતો આજેય અનેકને રોજી આપે છે... નવાં? (પરેશ અંતાણી, રાજકોટ) - જૂનાં ગીતોએ આપણને રોજી નથી આપી ને તોય મિલકતની જેમ સાચવી રાખ્યાં છે.  બાંધી મુઠ્ઠી લાખની ને ખુલ્લી સવા લાખની કેમ? (ઘનશ્યામ અંજારીયા, વડોદરા) - એક પચ્ચીસ હજાર કમાવા માટે બજારમાં મુઠ્ઠી ખુલ્લી રાખીને ન ફરાય!  ખારી સિંગમાંથી ફોતરાં કાઢી કેમ નખાય છે? (સ્મિત આચાર્ય, અમદાવાદ) - સિંગ કાઢી નાખીને એકલાં ફોતરાં તો ન ખવાય ને?  બાળકોને સોશિયલ મીડિયાથી બચાવવાનો કોઈ ઉપાય? (યોગેશ શાંતિ પટેલ, વડોદરા) - એમને બચાવવાં શું કામ જોઈએ? મોટાં નથી કરવાં?  શું ડહાપણની દાઢ આવવાથી ડહાપણ આવી જાય છે? (સાગર ખોરસિયા, પાલિતાણા) - દૂધના દાંત આવવાથી રબારી દૂધ ફ્રી આપે છે?  તમને એક દિવસના વડાપ્રધાન બનાવાય તો પહેલું કામ શું કરો?(કનક મકવાણા, અમદાવાદ) - આ એક દિવસવાળી વાત સમજાતી નથી. ક્યાંય સાંભળ્યું, એક દિવસ માટે કોઈ પતિ કે પત્ની બન્યું?
    Click here to Read More
    Previous Article
    વિચારોના વૃંદાવનમાં:ગુલાબદીક્ષા એટલે સૌંદર્યદીક્ષા, સુગંધદીક્ષા અને પ્રેમદીક્ષા
    Next Article
    માય સ્પેસ:ક્ષમાઃ સ્વયંની મુક્તિનો પરમ માર્ગ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment