Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટૂંકી વાર્તા:‘પોર્ટ ઑફ સ્પેન’ બન્યું ‘પોર્ટ ઑફ પેઇન’: ગેરી સોબર્સનું ભૂલભરેલું ઐતિહાસિક ડિક્લેરેશન

    1 day ago

    અતુલ એન. જોશી જાન્યુઆરીથી માર્ચ 1968 દરમિયાન ઇંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ગઈ. પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ત્રણ ટેસ્ટ ડ્રોમાં પરિણમી. 14 માર્ચ 1968ના દિવસે પોર્ટ ઑફ સ્પેનમાં ચોથી ટેસ્ટ મેચનો આરંભ થયો. પ્રથમ ત્રણ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર વેસ્લી હોલ માત્ર 6 વિકેટ લઈ શક્યા હોવાના કારણે ચોથી ટેસ્ટ મેચમાં પડતા મૂકાયા. વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ દાવમાં સીમોર નર્સના 136 અને રોહન કન્હાઈના 153 રનની મદદથી 7 વિકેટના ભોગે 526 રન બનાવી દાવ ડિક્લેર કર્યો. ઇંગ્લેન્ડના દાવ દરમિયાન વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર ચાર્લ્સ ગ્રિફિથ માત્ર ત્રણ ઓવર નાખી ઈજાગ્રસ્ત થયા. ઇંગ્લેન્ડ તરફથી પહેલા દાવમાં કોલિન કાઉડ્રીએ 148 રન બનાવ્યા અને ટીમ 404 રન બનાવી ઑલઆઉટ થઈ ગઈ. ચોથા દિવસની રમતના અંતે વેસ્ટ ઇન્ડિઝે વિના વિકેટે 6 રન બનાવ્યા. રમત ચોક્કસ ડ્રો તરફ જઈ રહી હતી. પાંચમા દિવસે વેસ્ટ ઇન્ડિઝે જ્યારે 2 વિકેટના ભોગે 92 રન બનાવ્યા હતા ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે સુકાની ગેરી સોબર્સે દાવ ડિક્લેર કરી ઇંગ્લેન્ડને 53 ઓવરની રમતમાં 215 રન બનાવી ટેસ્ટ જીતવાનું લક્ષ્ય આપ્યું. ઇંગ્લેન્ડે દાવની સંગીન શરૂઆત કરી. ચાના વિરામ સમયે એક વિકેટ ગુમાવી 75 રન બનાવ્યા હતા અને બાકીની 90 મિનિટની રમતમાં મેચ જીતવા 140 રનની જરૂર હતી. એ સમયે ઇંગ્લેન્ડના ડ્રેસિંગ રૂમમાં જ્યોફ બોયકોટ, કેન બેરિંગટન અને ટોમ ગ્રેવનીએ વેસ્ટ ઇન્ડિઝે આપેલો આ પડકાર ઝીલી લઈ ઝડપી રન બનાવવાનો વિચાર વ્યક્ત કર્યો. ચાના વિરામ બાદ કોલિન કાઉડ્રી 75 મિનિટમાં 71 રન બનાવી આઉટ થયા. ધીમી રમત માટે જાણીતા બોયકોટે પણ ઝડપી રન બનાવ્યા અને 52.4 ઓવરમાં, એટલે કે રમત પૂરી થવાને 3 મિનિટની વાર હતી ત્યારે 215 રન બનાવી ટેસ્ટ મેચ જીતી લીધી અને શ્રેણીમાં 1-0થી આગળ થયા. વેસ્ટ ઇન્ડિઝની ટેસ્ટમાં હાર થતાં વેસ્ટ ઇન્ડિઝના ચાહકોએ ગેરી સોબર્સનું પૂતળું બાળ્યું. ‘Port of Spain’ વેસ્ટ ઇન્ડિઝ માટે ‘Port of Pain’ બની ગયું. મેચ પૂરી થયા બાદ સોબર્સે જણાવ્યું, ‘શ્રેણીની અગાઉની ત્રણેય ટેસ્ટ ખૂબ જ કંટાળાજનક હતી. આખી શ્રેણીમાં ઇંગ્લેન્ડે એક કલાકમાં 40થી વધારે રન કર્યા નહોતા. મેં રમતને જીવંત રાખવા દાવ ડિક્લેર કરેલો.’ જોકે, સોબર્સનો આ નિર્ણય ભૂલભરેલો સાબિત થયો, કારણ કે મેચના પાંચમા દિવસે પણ વિકેટ બેટિંગ માટે સાવ સરળ હતી. ઝડપી બોલર વેસ્લી હોલ ટીમમાં નહોતા અને ચાર્લ્સ ગ્રિફિથ પહેલા દાવમાં ઈજાગ્રસ્ત થયા હતા. મુખ્ય બોલર લાન્સ ગિબ્સને પણ આ સરળ વિકેટ પર પહેલા દાવમાં એક જ વિકેટ મળેલી અને સોબર્સને એક પણ વિકેટ મળી નહોતી. પહેલા દાવમાં એક જ સ્પેલમાં પાંચ વિકેટ લેનાર બેસિલ બુચર મુખ્ય બોલર નહોતા; ઇંગ્લેન્ડે તેમને હળવાશથી લીધા હતા. બુચરે પોતાની સમગ્ર ટેસ્ટ કારકિર્દીમાં આ દાવમાં જ વિકેટો લીધી હતી. ઇંગ્લેન્ડના બેટ્સમેન કાઉન્ટી ક્રિકેટના અનુભવે ઝડપી રન બનાવવા માટે સક્ષમ હતા. પાંચમી અને અંતિમ ટેસ્ટ જ્યોર્જટાઉન, ગયાનામાં રમાવાની હતી. સોબર્સ જ્યારે ત્યાં એરપોર્ટ પર ઊતર્યા ત્યારે ત્યાંના કસ્ટમ અધિકારીએ પૂછ્યું, ‘Anything to declare, Sir?’ સોબર્સે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, ‘Not after the last one. Never again.’ પાંચમી ટેસ્ટ ફરી ડ્રોમાં પરિણમતાં ઇંગ્લેન્ડનો 1-0થી શ્રેણીવિજય થયો.‘That declaration and result followed Sobers for the remainder of his career.’
    Click here to Read More
    Previous Article
    વિસ્મય:સદીઓથી જ્યાં વસતા હતા, જ્યાં પેઢીઓ પલોટાઈ હતી ત્યાંથી લાખો રોહિંગ્યા શા માટે ઉખેડાઈ ગયા?
    Next Article
    સમયાંતર:સપાટ નકશો ક્યારેય સાચો હોઈ જ ન શકે, કારણ કે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment