Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફર:ઉત્તરાખંડનું છૂપું રતન

    1 day ago

    નિતુલ ગજ્જર મો ટા ભાગના મુસાફરો માટે દેવભૂમિ ઉત્તરાખંડ એટલે ત્યાંના ઐતિહાસિક તીર્થધામ, ભારતની પવિત્ર નદીઓનું ઉદ્દગમ સ્થાન, કુમાઉ તેમજ ગઢવાલ વિસ્તારનાં જાણીતાં ટ્રેકિંગ સ્થળો અને લોકોની ભીડ. પંરતુ ઉત્તરાખંડમાં આજે પણ એવા કેટલાંક સ્થળ છે, જ્યાં માણસોની બિનજરૂરી દખલ વગર પ્રકૃતિને માણવાનો મોકો મળે છે. ઉત્તરાખંડ રાજ્યના પશ્ચિમમાં સ્થિત ‘ટોન્સ’ નદીનો ખીણપ્રદેશ તેવું જ એક સ્થળ છે, જે સામાન્ય પર્યટન સ્થળ જેવું નથી. અહીં 6,312 મીટરની ઊંચાઈ ધરાવતી ‘બાંદરપૂંછ’ પર્વતમાળાના ગ્લેશિયરમાંથી ટોન્સ નદીનો પ્રવાહ શરૂ થાય છે, જે આગળ જતાં પાઈનના જંગલો, અલ્પાઈનના ઘાસિયા મેદાનો, પ્રાચીન વસાહતો અને નાટકીય રીતે વળાંક લેતી કોતરોમાંથી પસાર થાય છે. આગળ જતાં ટોન્સ નદી કાલસી નજીક યમુનામાં ભળી જાય છે. યમુના નદીના પ્રવાહમાં સૌથી વધુ યોગદાન ટોન્સ નદી આપે છે. નૈતવારની પર્વતીય વસાહત નજીક ‘સુપિન’ અને ‘રૂપિન’ નદીઓનું વહેણ ટોન્સમાં ભળે એટલે તે યમુનાની સૌથી મોટી ઉપનદી અને પશ્ચિમ હિમાલયની સૌથી મહત્ત્વપૂર્ણ નદીઓમાંની એક બને છે. જોકે સાહસિક પ્રવૃત્તિ માટે અને પ્રકૃતિની ગોદમાં નિરાંત લેવા આવતા મુસાફરોને નદીનું કદ નહીં, પરંતુ તેના સૌંદર્યમાં રસ હોય છે. હિમાલયની ગોદમાં આવેલી આ નદીની ખીણમાં ઘાસનાં મેદાનો, ઝરણાંઓ અને તળાવોને કારણે પ્રાકૃતિક વૈભવની કોઈ કમી નથી. ટોન્સ નદી સુધી પહોંચવું પણ અનોખો અનુભવ છે. દિલ્હીથી 450 કિલોમીટરના અંતરે સ્થિત આ જગ્યાએ મસૂરી, કાલસી અને પાઓંટા સાહિબ થઈને રોડમાર્ગે પહોંચી શકાય છે. જેમ જેમ મેદાની વિસ્તાર દૂર જાય એમ ભૂપ્રદેશ પણ બદલાતો જાય છે. શરૂઆતમાં રસ્તાની બંને બાજુએ સાલના ગાઢ જંગલો જોવા મળે છે, પણ ટેકરાળ વિસ્તાર શરૂ થતાં જ રસ્તાની બાજુમાં પાઈનનાં વૃક્ષોનો ઘેરાવો નજરે પડવા લાગે છે. વસાહતો નાની અને હિમાલયના પર્યટન સ્થળોને બદનામ બનાવતી ભીડ જાણે અદૃશ્ય થઈ જાય છે! મોરી ગામ નજીક ટોન્સ નદીનું રૂપ સાવ બદલાઈ જાય છે. અહીં દેવદારનાં વૃક્ષો અને ટેરેસવાળા ખેતરો વચ્ચેથી નદી પસાર થાય છે, જ્યારે બેકગ્રાઉન્ડમાં બરફીલાં શિખરો સુંદરતામાં પૂરક બને છે. આ ખીણપ્રદેશની અસલ મજા અહીંથી શરૂ થાય છે. હિમાલયના ઘણા લોકપ્રિય સ્થળોની સરખામણીએ ટોન્સ નદીનો વિસ્તાર મોટા ભાગે વણખેડાયેલો લાગે છે. રસ્તાઓ ઓછા છે, મોબાઈલનું નેટવર્ક અવ્યવસ્થિત છે અને સ્થાનિકોનું જીવન પેઢીઓથી એક જ લયમાં ચાલે છે. ટોન્સ નદીનો વિસ્તાર આમ તો ટ્રેકિંગ અને સાહસિક પ્રવૃત્તિમાં રસ ધરાવતા લોકો માટેનું સુયોગ્ય સ્થળ છે. અહીં નદીના કિનારે ચાલતાં ઉપરવાસ તરફ ટ્રેક કરો એટલે પ્રખ્યાત ‘હર કી દૂન’, ‘રૂઈન્સરા તળાવ’, ‘કેદારકંઠા’, ‘ચારી ટોપ’ અને ‘બાલી પાસ’ જેવાં સ્થળો સુધી પહોંચી શકાય છે. જ્યારે રસ્તામાં ઘણી જગ્યાએથી ‘સ્વર્ગારોહિણી’ અને ‘બાંદરપૂંછ’ પર્વતમાળાઓનો અદ્ભુત નજારો નિહાળવા મળશે એ તો જુદું. ટોન્સ નદી બારેમાસ વહે છે. ખાસ કરીને ઉનાળા અને પાનખર દરમિયાન અહીં કાયાકિંગ અને રિવર રાફ્ટિંગ સહિતની સાહસિક પ્રવૃત્તિઓ કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ ઋતુઓમાં ટોન્સ નદીનું ફીણવાળું અને ચમકતું પાણી તેને એશિયાની સૌથી ઉત્કૃષ્ટ ‘વ્હાઇટ વોટર’ (White Water) નદી અને ઉત્તરાખંડનું ટોચનું સાહસિક પર્યટન સ્થળ બનાવે છે. રિવર રાફ્ટિંગ માટે વખણાતી મોટા ભાગની નદીઓથી વિપરીત, ટોન્સ નદીનો પ્રવાહ થોડો ઓછો અને છીછરો છે, જે સાહસિકો માટે એક ટેક્નિકલ પડકાર છે. સપાટી નીચે ખડકો છુપાયેલા હોય છે અને નદીનો શક્તિશાળી પ્રવાહ ખડકો વચ્ચેથી રસ્તો કરી આગળ વધે છે, જેના કારણે નદીમાં સતત અણધાર્યા વમળ સર્જાય છે. જ્યાં પાણીમાં વમળ હોય ત્યાં રાફ્ટિંગ વખતે એકાગ્રતા, ટીમવર્ક અને ચોક્કસ અમલીકરણની જરૂર પડે છે. વર્ષોના અનુભવી પેડલર્સ પણ ટોન્સ નદીને હિમાલયની સૌથી ‘ટેક્નિકલ રાફ્ટિંગ’ ગણે છે. એટલે જ તો ટોન્સના આકરા રેપિડ્સમાં ઊતરતાં પહેલાં, સાહસિકો પેડલ ટેક્નિકનો અને બચાવકાર્યનો અભ્યાસ કરવામાં તથા તાત્કાલિક સ્થિતિમાં શું કરવું તે શીખવામાં દિવસો વિતાવે છે. હિમાલયની નદીનું પાણી હંમેશાં એકદમ ઠંડું હોય છે, જેથી સાહસ કરતી વખતે ટોન્સમાં પડવું એ ફક્ત અસુવિધાજનક નથી, આંચકાજનક પણ લાગી શકે છે. છતાં પડકાર અને સુંદરતાનું આ જ મિશ્રણ છે જે દર વર્ષે અનેક સાહસિકોને અહીં ખેંચે છે. મજાની વાત એ છે કે ટોન્સથી માત્ર છ કલાકના અંતરે ગંગા નદીના ઉપરવાસમાં આશરે 280થી વધુ ખાનગી કંપનીઓ સાહસિક પ્રવૃત્તિઓ કરાવે છે, જ્યારે અહીં માત્ર ગણીગાંઠી કંપનીઓ જ સમગ્ર વ્યવસ્થા સંભાળે છે. જોકે ટોન્સ નદીનો ખીણપ્રદેશ માત્ર સાહસિકોને જ આકર્ષે તેવું નથી. હિમાલયમાં આવ્યા હોય અને કુદરતના ખોળે નિરાંતે થોડા દિવસો પસાર કરવા માગતા લોકોને પણ આ જગ્યા નિરાશ કરે તેમ નથી.
    Click here to Read More
    Previous Article
    અપડેટ:એમેઝોન પર ‘ક્રિએટર્સ’ અને ફ્લિપકાર્ટ પર ‘ડ્રામા’: ઓનલાઇન શોપિંગની દુનિયા બદલાઇ રહી છે
    Next Article
    વિસ્મય:સદીઓથી જ્યાં વસતા હતા, જ્યાં પેઢીઓ પલોટાઈ હતી ત્યાંથી લાખો રોહિંગ્યા શા માટે ઉખેડાઈ ગયા?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment