Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૉલાજ:ગણેશ સિક્યુરિટી સર્વિસ : દુઃખહર્તા અને સુખકર્તા

    6 hours ago

    હરદ્વાર ગોસ્વામી પાર્વતીમાતાએ પોતાના શરીરના મેલમાંથી ગણેશજીનું સર્જન કર્યું અને પુત્ર તરીકે એમને પ્રસ્થાપિત કર્યા. દ્વારપાળની સેવા સોંપી. દંડધારી ગણપતિ પૂરી નિષ્ઠાથી ગૃહદ્વાર પર પહેરો ભરવા માંડ્યા. વનમાંથી તપ કરી શિવ સ્વગૃહે આવ્યા. દ્વાર પર ગણપતિએ રોક્યા ને કહ્યું કે, ‘માતા અંદર સ્નાન કરી રહ્યાં છે. તમે અંદર ન જઈ શકો.’ આ સાંભળી શિવ કોપાયમાન થયા. શિવજીના ગણો અંદર પ્રવેશવા ગયા તો એમને ફટકાર્યા. પછી ગણોએ દેવતાઓને બોલાવ્યા અને ગણેશજી સાથે યુદ્ધ થયું. દેવતાઓને પણ પરાસ્ત કર્યા. છેવટે સ્વયં શૂલપાણિ મહેશ્વરે ત્રિશૂલથી ગણેશજીનું મસ્તક છેદી નાખ્યું. આ સમાચાર પાર્વતીને મળ્યા તો તે ક્રોધિત થયાં અને બધી શક્તિ ઉત્પન્ન કરી પ્રલય કરવાની આજ્ઞા આપી. સમગ્ર દેવલોકમાં હાહાકાર મચી ગયો. દેવલોકે દેવીને વિનંતી કરી કે, ‘હે ચંડિકા, તમને વારંવાર પ્રણામ હો. તમે આદ્યશક્તિ છો, સૃષ્ટિના નિર્માણકર્તા છો, પાલક છો, આપને પ્રલય પરત લેવા સ્તુતિ કરીએ છીએ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સહિત સર્વ દેવો વિનવે છે. હે પરમેશ્વરી, અપરાધને ક્ષમા કરો.’ પાર્વતી શાંત થયાં. પણ એમણે પ્રલય રોકવા બે શરત મૂકી: પ્રથમ તો મારો પુત્ર જીવિત થઈ જાય અને સર્વ દેવોમાં શ્રેષ્ઠ તરીકે પૂજાય. સર્વ દેવોની સભા ભરાઈ. ગણેશ જીવિત થાય એ શરતમાં કોઈને વાંધો નહોતો, પણ શ્રેષ્ઠપદ આપવાની શરત સામે ઇન્દ્ર ઈત્યાદિ દેવતાઓને વાંધો હતો. છેવટે શિવે કહ્યું કે, ‘ત્રિલોકને સુખ મળતું હોય તો આ બંને શરત મંજૂર.’ ઉત્તર દિશા તરફ જતાં હાથી સામે મળ્યો તો એનું મસ્તક છેદીને, ગણેશના મસ્તક પર ચડાવી, ગણેશને જીવિત કર્યા. વેદમંત્રોચ્ચારથી ગણેશજીનું પૂજન કરવામાં આવ્યું. પાર્વતી પ્રસન્ન થયાં. ગણેશજીએ શિવને વંદન કર્યા. શિવે પણ ગણેશજીની નિષ્ઠાની પ્રશંસા કરી, પાર્વતીના આ તેજપુંજની પ્રતિભા અજરામર રહે એવા શુભાશિષ આપ્યા. માતા-પિતાની પ્રદક્ષિણા એ પૃથ્વીની પ્રદક્ષિણા બરાબર છે—કેવી મોટી વ્યંજના સરળ શબ્દોમાં કહી! માતા-પિતાના મૂલ્યને સૌપ્રથમ સ્થાપિત કરનાર ગણેશ છે. કોઈ પણ નવા કાર્યનો પ્રારંભ કરતાં પહેલાં ‘શ્રી ગણેશાય નમઃ’ કહી લેવાથી સફળતાની ખાતરી મળી જાય છે. ગણેશનું મહાત્મ્ય ગણેશ મહોત્સવ પૂરતું નથી. આ દૂંદાળાદેવ તો બારે માસના છે. સંકષ્ટચતુર્થી કરનારનાં સંકટ હરે છે. ગણેશસ્થાપન એટલે કોઈ પણ કાર્ય સફળ થવાની ખાતરી. આજે પ્રારંભના પર્યાય અને સફળતાના સહોદર તરીકે ‘શ્રીગણેશ’ શબ્દ રૂઢ થઈ ગયો છે. ગણેશ સિક્યુરિટી સર્વિસ હોય તો કોઈ પણ અનિષ્ટ આપણા આંગણે ફરકી શકે નહીં. એક ભાઈ કહેતા હતા કે, ‘ગણેશ સ્થાપન કર્યું તોય લગ્નમાં એક વિઘ્ન આવ્યું.’ અરે ભાઈ, ગણેશ સ્થાપન કર્યું હતું એટલે જ માત્ર એક વિઘ્નથી પતી ગયું! ક્રૌંચ નામના એક ગંધર્વે ઋષિ વામદેવનો અપરાધ કર્યો હતો. તેથી ઋષિના શાપથી તે મૂષક રૂપે અવતર્યો. આ મૂષક પરાશર ઋષિના આશ્રમમાં હેરાનગતિ કરતો હતો. આ ત્રાસમાંથી બચવા પરાશર ગણપતિને શરણે ગયા. ગણપતિએ મૂષકને વશ કર્યો અને તેને પોતાનું વાહન બનાવ્યો. મૂષક એ અંધકાર છે, રાત્રે તેનું બળ વધુ હોય છે. ગણપતિ એ સૂર્ય છે. સૂર્યોદય પછી પ્રકાશ ભૂગર્ભમાં જાય છે, ત્યારે મૂષક પર ગણપતિ સવારી કરે છે. આમ અંધકાર અર્થાત્ દુઃખ પર કાબૂ કરી શકે એવા એક જ દેવ ગણપતિ છે. વ્યાસજીની પ્રાર્થનાથી ગણપતિએ એ શરતે લેખનકાર્ય સ્વીકાર્યું કે તેમની કલમ અટકવી ન જોઈએ. સર્જકની કલમ અટકે એટલે પૂર્ણવિરામ સમજવું. ગણેશની સાધના જ્ઞાન આપે છે. યોગ કહે છે કે, ગણેશ મૂલાધાર ચક્રના સ્વામી છે, જે વ્યક્તિના શરીરની શક્તિનું કેન્દ્ર છે. જે શક્તિ ગણપતિ આપે છે. જ્યાં બુદ્ધિ અને શક્તિ હોય, ત્યાં અમંગળ થતું નથી. વ્યક્તિના શરીરમાં સાત ચક્રો હોય છે: મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્રાર. આ સાત ચક્રોમાં પહેલું ચક્ર મૂલાધાર છે, જે વ્યક્તિના શરીરમાં કરોડરજ્જુના છેડાના ભાગમાં ગુદા અને જનનેન્દ્રિય વચ્ચે હોય છે. કુંડલિની શક્તિનું આ મૂળ સ્થાન છે. ગણપતિ વિના કુંડલિની જાગરણ સંભવ નથી. ‘મૂલાધાર’ શબ્દથી જ સ્પષ્ટ થાય છે કે જે મૂળ આધાર છે. ગણેશ મૂળ દેવ છે. ગણેશપૂજન વિના અન્ય દેવની પૂજા કરો તો તે સ્વીકારાતી નથી. ગણોના સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુના અધિપતિ દેવતા કહેવાય છે. સંસારનાં અન્ય જે પણ સાધનો છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શીશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. ગણેશજીનાં અનેક નામ છે, પરંતુ આ 12 નામ મુખ્ય છે: સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન. ભાઈ: શ્રી કાર્તિકેય બહેન: સંતોષી (લોકવાયકા મુજબ, શાસ્ત્રોક્ત પ્રમાણિત નથી) પત્ની (2): 1. રિદ્ધિ, 2. સિદ્ધિ (દક્ષિણ ભારતીય પરંપરામાં ગણેશજી બ્રહ્મચારી રૂપે પૂજાય છે) પુત્ર (2): 1. શુભ, 2. લાભ પ્રિય ભોગ (મિષ્ટાન્ન): મોદક, લાડુ પ્રિય પુષ્પ: લાલ રંગનાં ફૂલ (જાસૂદ) પ્રિય વસ્તુ: દૂર્વા (ધરો), શમી-પત્ર અધિપતિ: જળ તત્ત્વના પ્રમુખ અસ્ત્ર: પાશ, અંકુશ વિશ્વભરમાં અન્ય કોઈ દેવી-દેવતા આટલા પ્રચલિત નહીં હોય જેટલા ગણેશ છે. ગણેશજી હંમેશાં પોતાની મસ્તીમાં રહેનાર દેવ છે. એક વાર એમને ભક્તોની પરીક્ષા લેવાનું મન થયું. એ બાળકનું રૂપ લઈ પૃથ્વી પર આવ્યા. બધાને એક ચમચી દૂધ અને એક ચપટી ચોખા લઈને ખીર બનાવવાનું કહ્યું. એક ચપટી ચોખા અને ચમચી દૂધ વડે ખીર બનાવવાની વાત સાંભળીને લોકો એમની હાંસી ઉડાવવા લાગ્યા. આ વાત લઈને તેઓ અનેક લોકો પાસે ગયા, પણ દરેક વ્યક્તિએ મજાકમાં લીધું; કોઈએ ગંભીરતાથી ન લીધું. ખૂબ ભટક્યા પછી એક વૃદ્ધા તૈયાર થઈ. વૃદ્ધાએ કહ્યું કે, ‘બેટા, તું થાકી ગયો હોઈશ, પહેલાં કંઈક ખાઈ લે.’ એમ કહી તેને નાસ્તો આપ્યો. પછી એક નાની વાટકી લાવી. બાળક કહે છે, ‘આ વાટકીથી કંઈ ન થાય, મોટું વાસણ લાવો.’ બાળકનું મન રાખવા વૃદ્ધા મોટું વાસણ લાવે છે. બાળક તેમાં ચોખા અને દૂધ નાખે છે. વાસણ ભરાઈ જાય છે અને તે પછી પણ બાળકના હાથમાંથી એક ચમચી દૂધ અને ચોખા ખૂટતાં જ નથી. પછી વૃદ્ધા ઘરનાં બધાં વાસણો લઈ આવે છે અને બધાં વાસણો ભરાઈ જાય છે, છતાં ચોખા અને દૂધ ખૂટતાં નથી. ખીર બનાવવા માટે ચૂલા પર વાસણ મૂકે છે. આખું ગામ જમી જાય છે પણ ખીર ખૂટતી નથી. વૃદ્ધા બાળકને પૂછે છે, ‘હવે આ વધેલી ખીરનું શું કરું?’ ત્યારે બાળક કહે છે, ‘ખીરને વાસણ સહિત ઘરના ચારેય ખૂણામાં ઢાંકી દો અને સવાર સુધી આમ જ રહેવા દેજો.’ વૃદ્ધા બાળકના કહ્યા અનુસાર કરે છે. સવારે જ્યારે વાસણો ખોલે છે તો તેમાં હીરા અને ઝવેરાત દેખાય છે. આમ ભગવાન ગણેશજીએ વૃદ્ધ મહિલા પર આશીર્વાદ વરસાવ્યા. બાળક ભગવાનનું સ્વરૂપ છે એ કંઈ અમસ્તું નથી કહેવાયું! જેવા વૃદ્ધાને ફળ્યા એવા સૌને ગણેશજી ફળો. આવજો… ‘અન્નથી ક્ષણિક તૃપ્તિ થાય છે, જ્યારે વિદ્યાથી કાયમી તૃપ્તિ થાય છે.’ - વિષ્ણુપુરાણ
    Click here to Read More
    Previous Article
    લક્ષ્યવેધ:કરવો હતો વેપાર, પણ દોસ્તના
    Next Article
    અસ્તિત્વની અટારીએથી:કશું કા’ન જેવું આભમાંથી ઝમતું…..

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment