Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લક્ષ્યવેધ:કરવો હતો વેપાર, પણ દોસ્તના

    6 hours ago

    મુક મિત્રો એવા હોય કે આપણા વતી નિર્ણય લઈ લે. આપણું મન એટલું જાણતા હોય કા તો એવો ભરોસો એકબીજા પર હોય. અમદાવાદના વિજય કોઠારીના જીવનમાં પણ આવો જ એક દોસ્તાર હતો. પોતાની સાથે સી. એ. અને એમ. બી. એ. કરી રહેલા મિત્રે એક દિવસ અચાનક આવીને કહ્યું, ‘ચાલ તારે એક પરીક્ષા આપવાની છે. આપણા બંનેનું ફોર્મ મેં ભરી નાખ્યું છે.’ વિજયભાઈએ પૂછ્યું, ‘કઈ પરીક્ષા?’ મિત્રે કહ્યું, ‘યુ. પી. એસ. સી.’ મૂળ રાજસ્થાનના રાજસમંદના વ્યાપારિક પરિવારની પૃષ્ઠભૂમિ ધરાવતા કોમર્સના વિદ્યાર્થી વિજયભાઈને કંપની સેક્રેટરીની પરીક્ષા પાસ કર્યા બાદ એમ. બી. એ. પૂરું કરીને પરિવારનો બિઝનેસ જ કરવો હતો. પોતે 12મા ધોરણમાં કોમર્સના સ્ટેટ ટોપર રહેલા. સિવિલ સેવા પરીક્ષા એ વ્યાવહારિક વિકલ્પ ન હતો. પણ મિત્રનું માન રાખવા થોડુંઘણું વાંચીને પરીક્ષા આપવા બેઠા. તત્કાલીન પરીક્ષા પદ્ધતિ મુજબ પ્રીલિમિનરીમાં એક વૈકલ્પિક વિષય હતો, જે મિત્રે કોમર્સ ભરી નાખેલો. બીજું પેપર જનરલ સ્ટડીઝનું હતું. કોમર્સનું પેપર જોયું તો બધું આવડે એવું હતું પણ જનરલ સ્ટડીઝમાં જેટલું આવડ્યું એટલા જવાબ આપ્યા. મનમાં કોઈ ગણિત કે આશા નહોતી. થોડા મહિનાના સમયગાળામાં પેલો મિત્ર ફરી મળ્યો, ‘રિઝલ્ટ આવી ગયું છે.’ ‘ક્યારે?’ ‘પંદરેક દિવસ થયા. મારું નથી થયું.’ ‘ઓહ…’ ‘પણ તારું થઈ ગયું છે.’ વિજયભાઈને વિશ્વાસ ન બેઠો પણ મનમાં ગણિત થઈ ગયું કે કોમર્સના માર્ક્સ તારી ગયા હશે. હવે શું કરવાનું? કોઈએ સલાહ આપી કે અમદાવાદના સી. જી. રોડ પાસે એક સંસ્થા છે. ત્યાં આ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ આવે છે તૈયારી માટે. વિજયભાઈ ત્યાં ગયા. પ્રીલિમિનરી પાસ કરવી એ મોટી વાત હતી. તૈયારી કરતા ઉમેદવારો વચ્ચે પ્રીલિમિનરી પાસ કરનારના માન-પાન આજેય વધી જાય છે. બધાને નવાઈ લાગતી, બે-પાંચ વર્ષોથી લાઇબ્રેરીમાં તૈયારી કરનારું કોઈ કટ-ઓફની સીમારેખા પાર નહોતું કરી શક્યું અને આ માણસ વગર તૈયારીએ મેઈન્સ માટે કયો વિષય રાખવો એ નક્કી કર્યા વગર પાસ થઈ ગયો હતો! તત્કાલીન પદ્ધતિમાં બે મુખ્ય વિષયો હતા. કોમર્સ એક વિષય હોય એ બાબત નિર્વિવાદિત હતી પણ બીજો વિષય કયો લેવો એ માટે લાઇબ્રેરીમાં એક બેઠક મળી. અંતે વિજય પસંદગી સમિતિએ ચુકાદો આપ્યો કે વિજયભાઈને ગુજરાતી સાહિત્ય વિષય સહેલો પડશે એટલે એ લઈને પરીક્ષા આપવી. વિજયભાઈએ આંખ બંધ કરીને સાહિત્યની પસંદગી કરી લીધી. હવે કોમર્સના વિદ્યાર્થી અને બિઝનેસની પૃષ્ઠભૂમિ ધરાવતા વિજયભાઈ માટે સાહિત્ય કંટાળાજનક વિષય હતો. સમય થોડો હતો, થોડી તૈયારી કરી. મેન્સ લખી નાખી. હજી સુધી કઈ ખાસ રસ નહોતો પણ તક મળી હતી એટલે થોડી મહેનત કરી નાખી. બધાના આશ્ચર્ય વચ્ચે વિજયભાઈ મેન્સમાં પણ ઉત્તીર્ણ થઈ ગયા. આટલી તીવ્ર સ્પર્ધાત્મકતા વચ્ચે વિજયભાઈનું ઉત્તીર્ણ થવું વિજયભાઈને જ પરીક્ષાની ગંભીરતા તરફ ખેંચી ગયું. તેઓ દિલ્હી ગયા, પર્સનાલિટી ટેસ્ટની તૈયારી કરી. ઇન્ટરવ્યૂ આપ્યો પણ અંતિમ યાદીમાં નામ ન આવી શક્યું. કદાચ 10-12 માર્ક્સથી જ રહી ગયા. બીજીવાર મહેનત કરીને પરીક્ષા આપવાનું નક્કી કર્યું. કોમર્સની બદૌલત પ્રીલિમિનરીમાં સફળતા મળી, પણ મેન્સમાં હવે ગુજરાતી સાહિત્યના સ્થાને બીજો વિષય પસંદ કર્યો - લૉ (કાયદાશાસ્ત્ર). કંપની સેક્રેટરીની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 12 લાવનાર માટે આ વિષય એક સ્વાભાવિક પસંદગી હતો. હવે રણનીતિ હતી, ઇચ્છાશક્તિ હતી, આયોજન હતું. પર્સનાલિટી ટેસ્ટ આવી. રાજ્યની તત્કાલીન રાજકીય-સામાજિક પરિસ્થિતિ અંગે વહીવટી અને રાજદ્વારી પ્રશ્નો પૂછવામાં આવ્યા. વિજયભાઈના જવાબોએ સારા માર્ક્સ મેળવ્યા. વિજય કોઠારીનો લક્ષ્યવેધ સિદ્ધ થયો. તેમને ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ સર્વિસની પસંદગી મળી. ત્યારબાદ પણ તેમણે પરીક્ષા આપી અને ચોથા પ્રયાસમાં ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ કસ્ટમ એન્ડ એક્સાઈઝ મળી પણ તેમણે ઓડિટ સર્વિસ સાથે જ પોતાની યાત્રા ચાલુ રાખી. એક તબક્કે નસીબનો ખેલ લાગી શકે પણ અગાઉનાં વર્ષોની મહેનત અને પોતાના મુખ્ય વૈકલ્પિક વિષય પર મજબૂત પકડ વિજયભાઈને સફળતાના શિખરે લઈ ગઈ. તેઓ કહે છે કે, સ્કૂલમાં 11મા સુધી હું કદી પહેલો નંબર નહોતો લાવી શક્યો. પણ 12મા ધોરણમાં મેં રણનીતિ બદલી. કોમર્સના મારા વિષયો ઊંડાણથી સમજ્યો. નોટ્સ બનાવી. કોર્સ પ્રમાણે આયોજન કર્યું. પરિણામે હું 12મા ધોરણમાં સ્ટેટ ટોપર બન્યો. વિષયની પકડ અને અભ્યાસ કરવાની રીત જ મને કુદરતી રીતે સિવિલ સેવા પરીક્ષામાં કામે લાગી ગયા. અન્ય સહાયક પરિબળ તો હતાં જ પણ પૂર્વતૈયારીઓને કારણે સિવિલ સેવા પરીક્ષાની આંટીઘૂંટી કદાચ વહેલી સમજી શક્યો હોઈશ.’ ‘મને જીવનમાં વૈવિધ્ય જોઈએ. એ બાબતે હું પહેલેથી સ્પષ્ટ હતો. બિઝનેસમાં પડકારો છે પણ જાહેરસેવા જેવી વિવિધતા અને પડકાર કદાચ ભાગ્યે જ બીજી કોઈ નોકરી કે કામમાં હશે. અને એટલે એનો સંતોષ જુદા પ્રકારનો છે.‘ પોતાની રીતે જ પોતાનો રસ્તો કંડારનાર ક્યારેક સહેલા રસ્તા છોડી પોતાના માટે પડકારજનક રસ્તો પસંદ કરતા હોય છે. વિજય કોઠારીનો લક્ષ્યવેધ આવા જ કોઈ રસ્તે જડેલી પગલાંની છાપ છે, જે એવી હાશ આપે કે અહીંથી પણ કોઈ પસાર થયું છે. }
    Click here to Read More
    Previous Article
    અક્ષરનો અજવાસ:કાશ્મીરથી કન્યાકુમારીને જોડતો લાગણીઓનો તાર: હિન્દી
    Next Article
    કૉલાજ:ગણેશ સિક્યુરિટી સર્વિસ : દુઃખહર્તા અને સુખકર્તા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment