Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અક્ષરનો અજવાસ:કાશ્મીરથી કન્યાકુમારીને જોડતો લાગણીઓનો તાર: હિન્દી

    6 hours ago

    જયેન્દ્રસિંહ જાદવ ભા રત એક એવો દેશ છે જ્યાં દર બાર ગાઉએ બોલી બદલાય છે. ભાષાઓની આ ભવ્ય અને અદભુત રંગોળીમાં હિન્દી એક એવો કૉમન રંગ છે, જે આખા દેશને એક અનોખી આત્મીયતા અને એકતાથી જોડી રાખે છે. ‘જન-ગણ-મન’ એટલે કે ભારતના સામાન્ય માણસના હૃદયનો અવાજ જો કોઈ એક ભાષામાં સૌથી વધુ ધબકતો હોય, તો તે હિન્દી છે. હિન્દી એ માત્ર વ્યાકરણના નિયમોથી બંધાયેલી ભાષા નથી, પરંતુ તે કાશ્મીરનાં બરફીલાં શિખરોથી લઈને કન્યાકુમારીના સાગરકાંઠા સુધી વહેતી લાગણીઓની અવિરત નદી છે. ગુજરાતના ધમધમતા વેપારી મથકો હોય, મુંબઈની ભીડભાડવાળી લોકલ ટ્રેન હોય કે પંજાબનાં લીલાંછમ ખેતરો – બે અજાણ્યા ભારતીયો જ્યારે મળે છે, ત્યારે તેમના સંવાદનો પ્રથમ સેતુ અનાયાસે જ હિન્દી બની જાય છે. ગમે તેવી તૂટેલી-ફૂટેલી બોલાતી હિન્દીમાં પણ જે ‘અપનાપન’ છલકાય છે, તે સાબિત કરે છે કે આ ભાષા મગજથી નહીં, પરંતુ હૃદયથી નીપજે છે. આપણી સંસ્કૃતિ અને ઇતિહાસના પાનાઓ પર હિન્દીનું યોગદાન સુવર્ણ અક્ષરે અંકાયેલું છે. ભારતની આઝાદીના સંગ્રામ વખતે જ્યારે આખા દેશને એક તાંતણે બાંધવાની તાતી જરૂર હતી, ત્યારે હિન્દીએ જ એ ‘ક્રાંતિની ભાષા’નું રૂપ લીધું હતું. કબીરના દોહાની ઊંડાણપૂર્વકની ફિલસૂફી, મીરાંબાઈનાં ભજનોની ભક્તિ, મુન્શી પ્રેમચંદની વાર્તાઓનું વાસ્તવિક દર્શન અને રામધારી સિંહ ‘દિનકર’ની કવિતાઓનું ઓજસ – આ બધું જ હિન્દી સાહિત્યના અમૂલ્ય ખજાનામાં સચવાયેલું છે. આધુનિક યુગમાં, ભારતીય સિનેમા અને સંગીતે હિન્દીને માત્ર ભારતની સરહદોમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ગુંજતી કરી છે. આપણી બંધારણ સભાએ 14 સપ્ટેમ્બર, 1949ના રોજ હિન્દીને ભારતની અધિકૃત ભાષા એટલે કે રાજભાષા તરીકે દરજ્જો આપ્યો. આ સાથે 14મી સપ્ટેમ્બરનું બીજું ઐતિહાસિક મહત્ત્વ એવું છે કે આ દિવસ અગ્રણી હિન્દી સાહિત્યકાર બ્યોહર રાજેન્દ્ર સિંહાનો જન્મદિન છે. રાજેન્દ્ર સિંહા અને અન્ય સાહિત્યકારોના સામૂહિક પ્રયાસોને પરિણામે હિન્દીને રાજભાષા તરીકે દરજ્જો મળ્યો. જોકે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાનું સ્વપ્ન તો મહાત્મા ગાંધીએ આ ઘટનાના વર્ષો પહેલાં સેવ્યું હતું. સ્વતંત્રતા બાદ ભારતીય બંધારણની રચના વખતે હિન્દીને ભારતની રાજભાષા બનાવવા માટે ચર્ચાઓ થઈ. પરંતુ બિન-હિન્દીભાષી રાજ્યોના અસહકારને લીધે ભારતીય ગણતંત્રમાં હિન્દીની સાથે અંગ્રેજીને પણ ભારતની અધિકૃત રાજભાષા તરીકે સ્થાન આપવામાં આવ્યું. પરિણામસ્વરૂપ આજ દિન સુધી ભારતના શાસન-પ્રશાસનની ભાષા બનવા માટે હિન્દી સંઘર્ષ કરી રહી છે. અનેક પડકારોની સામે હિન્દી ગંગા-યમુનાના વહેણની સાથે સતત વહેતી રહી છે. મીરાં, તુલસી, કબીર અને સૂરદાસે તેને લાડ લડાવ્યા છે, પ્રેમચંદે તેને પોંખી છે, તો ગાંધીએ તેની વકીલાત કરી છે. આજથી આશરે 1000 વર્ષ પહેલાં શૌરસેની, અર્ધમાગધી અને માગધીના અપભ્રંશથી હિન્દીનો ઉદભવ થયો હોવાનું મનાય છે. ઋગ્વેદમાં ‘સિંધુ’ શબ્દનો પ્રયોગ ઘણી વખત થયો છે. સંસ્કૃત શબ્દ ‘સિંધુ’ પરથી ‘હિન્દુ’ શબ્દ આવ્યો છે. આ હિન્દુઓ દ્વારા બોલાતી ભાષા એટલે હિન્દી તેવો વ્યાપક સ્વીકાર જોવા મળે છે. મહર્ષિ દયાનંદે તેને ‘આર્યભાષા’ તરીકે અને વિદ્યાપતિએ તેને ‘દેશજ ભાષા’ તરીકે સંબોધી છે. વિશ્વની ત્રીજા નંબરે સૌથી વધુ બોલાતી ભાષા તરીકે હિન્દીએ અનેક નવા મુકામો હાંસલ કર્યા છે. વિશ્વમાં 60 કરોડ લોકો હિન્દી ભાષા-બોલીનો ઉપયોગ કરે છે. કદાચ એટલે જ 1000 વર્ષ પછી પણ તેનું સ્વરૂપ જળવાઈ રહ્યું છે. ભારતમાં કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી હિન્દી ભાષા બોલાય છે. અવધી ભાષા, વ્રજ ભાષા, કનૌજી ભાષા, બુંદેલી ભાષા, બઘેલી ભાષા, ભોજપુરી ભાષા, હરિયાણવી ભાષા, રાજસ્થાની ભાષા, છત્તીસગઢી ભાષા, માળવી ભાષા, મૈથિલી ભાષા, વજ્જિકા ભાષા, મગધી ભાષા, ઝારખંડી ભાષા, કુમાઉની ભાષા વગેરે બોલીઓ દ્વારા હિન્દી ભારતભરમાં પ્રવાહિત થતી આવી છે. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, છત્તીસગઢ જેવા રાજ્યોને તો હિન્દીભાષી રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ અને ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં હિન્દી બહુ પ્રચલિત નથી, પણ અહીંના કેટલાક મહાનગરોમાં આ ખડીબોલી ઉપ-ભાષા તરીકે બોલાય છે. ભારત બહાર મોરેશિયસ, ત્રિનિદાદ, ફિજી, સુરીનામ, નેપાળ, દક્ષિણ આફ્રિકા, અમેરિકા અને ઇંગ્લેન્ડમાં પણ હિન્દી બોલાય છે, વંચાય છે અને સંભળાય છે. અટલજી જેવા હિન્દીપ્રેમી રાજપુરુષને લીધે હિન્દી સંયુક્ત રાષ્ટ્રમાં પણ આસન જમાવીને બેઠી છે. ભારત સિવાય વિશ્વનાં 176 વિશ્વવિદ્યાલયોમાં હિન્દી ભણાવાય છે. આઝાદી બાદ હિન્દી ભાષાઈ રાજનીતિનો ભોગ બની અને તેવું પ્રસ્થાપિત કરવામાં આવ્યું કે દક્ષિણનાં રાજ્યો હિન્દીનો વિરોધ કરે છે. ભાષાને રાજનીતિનું માધ્યમ બનાવીને વર્ષો સુધી દેશને સાંસ્કૃતિક રીતે ખંડિત કરવાનું મહાપાપ ઘણા રાજકીય પક્ષોએ કર્યું છે; પરંતુ આજે સ્થિતિ બદલાઈ રહી છે. કર્ણાટકમાં દસમા ધોરણના બોર્ડમાં અભ્યાસ કરતાં 93% વિદ્યાર્થીઓએ ત્રીજી ભાષા તરીકે હિન્દીને પસંદ કરી છે. કેરળમાં પણ હિન્દીને ત્રીજી ભાષા તરીકે સ્વીકારી પસંદ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. તમિલનાડુ સરકારે હજુ પણ રાજકીય દ્વંદ્વને લીધે બે ભાષા ફોર્મ્યૂલા જ રાખી છે – તમિલ અને અંગ્રેજી. જો તમિલનાડુ સરકાર પણ દેશના અન્ય રાજ્યોની જેમ ત્રિ-ભાષા સૂત્ર અપનાવે તો ત્યાં પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. ત્યાં પણ હિન્દીની પસંદગી કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી મોટી હોઈ શકે, કારણ કે હિન્દીની સ્વીકૃતિ દિવસે-દિવસે વધતી જાય છે. કવિ નિરાલાજી હિન્દીને ‘ભારતમાતાના ભાલ પરની બિંદી’ તરીકે સંબોધે છે ત્યારે સંપર્કભાષા તરીકે આખા દેશમાં તેનું સ્થાન વધુ મજબૂત થઈ રહ્યું છે તેનો આનંદ છે. ગુજરાતી અને હિન્દીમાં અનેક સામ્યતાઓ છે, કારણ કે બંનેમાં સંસ્કૃત શબ્દો પ્રચુર માત્રામાં છે. ગુજરાતમાં હિન્દી વ્યાપક પ્રમાણમાં બોલાય છે. ગુજરાત રાજ્યની બીજી સત્તાવાર ભાષા પણ હિન્દી છે. પરંતુ ગુજરાતી બાળકો ટેલિવૂડ કે બૉલિવૂડના માધ્યમથી હિન્દી શીખે છે અને તેને જ પ્રમાણિત માને છે. સરેરાશ ગુજરાતીઓ એવું માને છે કે કોઈ પણ વાક્યની પાછળ ‘હૈ’ લગાવી દેવાથી તે હિન્દીમાં રૂપાંતરિત થઈ જાય છે. આપણે ત્યાં એક કહેવત છે કે ‘બાવા બના હૈ તો હિન્દી બોલના પડતા હૈ.’ પણ આજકાલ તો બાવાઓ પણ અંગ્રેજીમાં બોલે છે. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણી અસ્મિતાનું અવિભાજ્ય અંગ એવી આ ભાષાને આપણે ક્યાં સુધી લઈ જવી છે. અંતે... ‘કહત કૈદી કવિરાય, વિશ્વ કી ચિંતા છોડો પહલે ઘર મેં, અંગ્રેજી કે ગઢ કો તોડો’ - અટલબિહારી વાજપેયી }
    Click here to Read More
    Previous Article
    BRICS ડિનર- મલેશિયાના પીએમએ કિશોર કુમારનું ગીત ગાયું:'ખ્વાબ હો તુમ યા...' નો VIDEO શેર કર્યો, ગાતા પહેલા પૂછ્યું- ગુરુ, પરવાનગી છે
    Next Article
    લક્ષ્યવેધ:કરવો હતો વેપાર, પણ દોસ્તના

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment