Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશી ઓઠાં:ટાઢે પાણીએ

    1 day ago

    સાંજનું ટાણું હોય, સૂરજ નારાયણ આથમણા ઓરડા ભણી વળી ગ્યા હોય, અંધારાનો પછેડો ધીમેધીમે અવની માથે ઢળતો હોય, સામેના માણહનું મોં ઓળખાય-નો ઓળખાય, એવા ટાણાને ‘ઝડવઝડ દી છે.’ એમ કહેવાય. આવા ‘ઝડવઝડ દી છે-એવા ટાણે ઓઘડદાસ ઘરને ઓટલે બેઠાંબેઠાં હોકલી પીવે છે. અડખેપડખે કેશવો, જીવો, મેપો ને ભીખો બેઠા છે. વાતમાં ને વાતમાં ઓઘડદાસે મેપાને પૂછ્યું:’કાં મેપા, કાંઈ ઉપાધિમાં હો એવું લાગે સ !’ ‘હા, ઓઘડબાપા ! ઉપાધિ તો ખરી જ ! બે વરહ પેલાં ખોડાને નેવું રૂપિયા ઉછીના આપ્યા ‘તા. વાયદા ઉપર વાયદા કરે સ, પણ રૂપિયા કાઢતો નથ્ય.’ ‘મેપા! ખોડાને રૂપિયા દીધા હોય તો હવે ટાઢે પાણીએ નાઈ નાખ્ય ! તારા પૈસા ગ્યા !’ તરત જીવો બોલ્યો:’ ઓઘડ બાપા ! ટાઢે પાણીએ નાઈ નાખવું અટલે શું?’ ‘પૈસા હોય કે વસ્તુ હોય કે માણસ હોય, જે કાયમ માટે જાય એના નામનું ટાઢે પાણીએ નાઈ નાખવાનું હોય..હાંભળ્ય, એનું એક ઓઠું કઉં. ઓઘડદાસે વાત માંડી: ‘એક ગામમાં હાદો કરીને એક ભાભો હતો. ઈ મરણ પથારીએ પડ્યો. છેલ્લા સુવાસ હાલે છે. જીવ જાતો નથી. ભાભાને ચાર દીકરા. એને બાપા જીવે કે મરે એમાં કાંઈ લેવાદેવા નથી. ‘બાપા, જે કેવું હોય ઈ કઈ દ્યો, ને તમારા જીવને ગત્યે કરો!’ ‘ભાભો ધીમેકથી બોલ્યા: ‘હું મરી જાઉં પશી મારી વાંહે જે કરવું હોય ઈ કરજો, પણ ઠાકર મંદિરમાં એક બોઘરણું ઘી આપજો. સવાર- સાંજ ભગવાનના દીવા થાય ને મારા આત્યમાનું ભલું થાય.’ ચારેય દીકરા તો પાકા લોભિયા છે. ‘બાપા ! ઘી તો મોંઘું પડે. ઈ નો પરવડે. બીજી વાત કરો !’ ભાભા ક્યે, ‘તો ઠાકરના પૂજારીને મોટી બરણી ભરીને તેલ આપજો. સાત્યમ- આઠ્યમ આવે છે, મા’રાજનાં છોકરાં ઢેબરાં ખાશે.’ ‘ના, બાપા ! તેલના ભાવ તો જોવો ! નામ નો લેવાય ! તેલની વાત જાવા દ્યો, બીજું બોલો !’ ભાભાએ એમાંય છૂટ આપી. ‘તો, મારા બારમા લગી રોજ એક કળશો દૂધ દેજો. પ્રભુને ધરાવાશે ને પૂજારીનાં છોકરાં પીશે. ‘ ‘બાપા, ભગરી ને ભૂરી- બે ભેંશું તો વહૂકી ગઈ છે. દૂધ તો ઘરમાંય પૂરું નથી પડતું, ઈ તો મેળ નઈ પડે. બીજું બોલો!’ ‘તો પશી એકેક કળશિયો છાશ આપજો!’ ‘બાપા ! દેઝાણું જ પાંખું થઈ ગ્યું, એમાં છાશ ક્યાંથી થાય!’ ભાભો હવે થાક્યા. કાંઈ નો થાય તો ભલે. વાંધો નઈ. પણ મંદિરના માટલામાં રોજ એક ઘડો પાણી તો નાખશોને?’ ‘અરે, બાપા! વશ્યાર તો કરો! બાયુંને ઘરમાં કેટલાં કામ હોય ! એમાં મંદિરમાં પાણીનો ઘડો નાખવા જાવાનો મેળ ક્યાંથી પડે!’ છેવટે નિહાકો નાખીને હાદો ભાભો બોલ્યા: ‘તો હવે મારા નામનું ટાઢા પાણીએ નાઈ નાખજો!’
    Click here to Read More
    Previous Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:મેષ, ધન અને મકર રાશિના જાતકોનાં આર્થિક સંકટો દૂર થાય
    Next Article
    શબ્દ સકળ પૃથ્વીના:ચાર્લી એન્ડ ધ ચોકલેટ ફેક્ટરી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment