Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાપ્તાહિક ભવિષ્યફળ:મેષ, ધન અને મકર રાશિના જાતકોનાં આર્થિક સંકટો દૂર થાય

    1 day ago

    જયેશ રાવલ મેષ (અ. લ. ઈ.) શારીરિક સ્ફૂર્તિ રહેશે. આર્થિક સફળતા મળતાં નાણાકીય સંકટ દૂર થશે. પારિવારિક જીવનમાં સ્થિરતા આવશે. કેરિયરમાં પ્રગતિનો માર્ગ મળશે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે. શેરબજારમાં નવું કરી શકશો. જમીન-મકાન ખરીદીમાં સાવચેતી રાખવી. બિનજરૂરી ખર્ચ ઉપર કાબૂ રાખવો. તા. 13-14-15 ભાગ્ય સાથ આપશે. તા. 17 આરોગ્ય બગડશે. વૃષભ (બ. વ. ઉ.) કામકાજમાં પ્રભાવ વધતાં કેરિયરમાં સ્થિરતા આવશે. વાણી અને વર્તનમાં સુધારો જોવા મળશે. નાણાંભીડ દૂર થતાં ભૌતિક સુખ મળશે. દાંપત્યજીવન સુખમય બનશે. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા ખીલશે. શત્રુઓથી સાવધાન રહેવું અને કમજોરી છુપાવવી. કોઈના લોભમાં આવી નિર્ણય લેવો નહીં. તા.14-15-16 ઉત્સાહ વધશે. તા.13 સંતાન અંગે સામાન્ય ચિંતા રહેશે. મિથુન (ક. છ. ઘ.) વ્યાવસાયિક ક્ષેત્રે સંજોગો લાભદાયી રહેશે. વાણીમાં મધુરતા વધતાં સંબંધો સુધરશે. સંતાનની ઇચ્છા ફળશે અને મનોબળ વધશે. કાર્યમાં સકારાત્મક ઉત્સાહ જોવા મળશે. અવિચારી પગલાં ન ભરવા. ખોટા રસ્તે દોરવાઈ ન જવાય તેનું ખાસ ધ્યાન રાખવું. તા. 14 મનમાં હતાશા વ્યાપશે. તા. 17-18-19 સંકલ્પ સિદ્ધ થશે. કર્ક (ડ. હ.) સુખમાં વધારો થશે અને મનોકામના પૂર્ણ થશે. મકાન કે વાહન માટે આર્થિક આયોજન કરી શકશો. પ્રિયજનની મુલાકાત આનંદ આપશે. દાન-ધર્મ તરફ રુચિ વધશે. કલાકારો માટે ઉત્તમ સમય છે. મનોવિરુદ્ધ પરિસ્થિતિમાં સંયમ રાખવો અને અણધાર્યા ખર્ચ ટાળવા. તા.13-18-19 સ્થિરતા જળવાઈ રહેશે. તા.15 નાની બાબતોમાં અશાંતિ વર્તાશે. સિંહ (મ. ટ.) મનમાં દૃઢ સંકલ્પશક્તિ વધશે અને મિત્રોથી લાભ થશે. વાણીના પ્રભાવથી અટકેલાં કાર્યો પાર પડશે. મીડિયા ક્ષેત્રના લોકોને સફળતા મળશે. પ્રતિકૂળ સંજોગોનો આત્મવિશ્વાસથી સામનો કરશો. ક્રોધ, અહંકાર ઉપર અંકુશ રાખવો જરૂરી છે. પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવું. તા.14-15-16 હર્ષ-આનંદ જળવાશે. તા.17 મન થોડું વ્યગ્ર અને અશાંત રહેશે. કન્યા (પ. ઠ. ણ.) નિર્ણયોથી કામકાજમાં સ્થિરતા આવશે. આર્થિક પ્રગતિ થતાં નવી વસ્તુઓની ખરીદી થશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થશે. વેપારમાં વૃદ્ધિની નવી તકો મળશે. જીવનસાથી સાથે ગેરસમજ ટાળીને સંબંધ સાચવવો. કાર્યસ્થળે પ્રશંસા થશે. તા. 13-17-18 પ્રગતિના પંથે આગળ વધશો. તા. 16 કાર્યમાં કોઈ સંકટ જેવો ભાસ થશે. તુલા (ર. ત.) જીવનમાં સુખ-સુવિધા અને માનસિક શાંતિ મળશે. જૂની બીમારીમાં રાહત થતાં આરોગ્ય સુધરશે. વ્યાવસાયિક ભાગીદારીમાં મોટો ફાયદો થશે. નોકરી કરતા લોકોને ઉત્તમ તકો ઉપલબ્ધ બનશે. સંતાન બાબતે સાવચેતી રાખવી અને કાનૂની વિવાદથી દૂર રહેવું. તા.14-15-16 કામમાં ખૂબ ગતિ આવશે. તા.18 આર્થિક નુકસાન થવાની સંભાવના રહેલી છે. વૃશ્ચિક (ન. ય.) સુખદ પરિસ્થિતિનું નિર્માણ થશે અને પ્રવાસનો યોગ બનશે. વિદેશ રહેતા સ્નેહીજનો સાથે સંબંધો સુધરશે. સ્ત્રીઓને પિયર તરફથી સારા સમાચાર મળશે. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી. વધુ પડતા પરિશ્રમ અને ખર્ચથી દૂર રહેવું. તા.13-17-18 પ્રવાસથી સુખ પ્રાપ્ત થશે. તા.19 પરિવારમાં ક્લેશ ન થાય તે જોવું. ધન (ભ. ધ. ફ. ઢ.) વેપાર અને નોકરીમાં મોટો આર્થિક લાભ થશે. સ્પર્ધાત્મક કાર્યોમાં વિજય મળતાં મન પ્રસન્ન રહેશે. પરિવાર સાથે બેસીને વિવાદો ઉકેલી શકશો. મહત્ત્વના કાગળો સાચવી રાખવા જરૂરી છે. ઘરનું વાતાવરણ શાંત રાખવું અને સ્વાભિમાન સાચવવું. તા.14-15-19 મનોબળ અતિ મજબૂત બનશે. તા.18 મનમાં નાની-મોટી ચિંતા અથવા વ્યથા ઊપજશે. મકર (ખ. જ.) લાંબા સમયથી અટવાયેલાં મહત્ત્વનાં કાર્યો પૂરા થશે. સંતાનના કેરિયરમાં સારો અવસર મળશે. આર્થિક રીતે લાભ થતાં ચિંતા દૂર થશે. ટેક્નિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને ઉત્તમ સફળતા મળશે. પરિવારમાં વાદવિવાદ ટાળવો અને બેદરકારી રાખવી નહીં. તા.15-16-17 આર્થિક વિકાસ સારો થશે. તા. 13 સ્વભાવમાં ઉગ્રતા આવી શકે છે. કુંભ (ગ. શ. સ.) દરેક કાર્યમાં ભાગ્યનો ઉત્તમ સહયોગ મળશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધાર્યું પરિણામ મળશે. વેપારમાં મહત્ત્વના નિર્ણયો લઈ શકશો. શરીરમાં અશક્તિ ન જણાય તેનું ધ્યાન રાખવું. નકામી ચર્ચાથી બચવું. તા.17-18-19 વાણીનો પ્રભાવ ઉત્તમ રહેશે. તા.14 શારીરિક થાક અને સુસ્તીનો અનુભવ થશે. મીન (દ. ચ. ઝ. થ.) ઉત્સાહ અને સકારાત્મક વિચારોથી દિવસ સારો જશે. વારસાગત મિલકતના પ્રશ્નોનો ઉકેલ આવશે. દાંપત્યજીવનમાં મધુરતા અને સુખ વધશે. નોકરીમાં નવી તકો પ્રાપ્ત થશે. નાણાકીય લેવડદેવડમાં પૂરતી સાવચેતી રાખવી અને મર્યાદા જાળવવી. તા.13-18-19 કાર્યોમાં મોટો સુધારો થશે. તા.15 કાર્ય પ્રત્યે થોડી અરુચિ જણાઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    મજાતંત્ર:નીંદર કે આગે જીત હૈ...
    Next Article
    દેશી ઓઠાં:ટાઢે પાણીએ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment