Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકાસની વાટે:શિક્ષક: પ્રલય અને નિર્માણનો શિલ્પી

    1 day ago

    હસમુખ પટેલ શિક્ષક દિને કૌટિલ્યનું વાક્ય ‘શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી, પ્રલય અને નિર્માણ તેના ખોળામાં ઊછરતાં હોય છે’ યાદ આવ્યું. આ વાક્ય શિક્ષકોની તાલીમ વખતે ઘણીવાર સાંભળ્યું છે. મેં તેના વિશે શાંતિથી વિચાર્યું ન હતું. હું પ્રલયનો અર્થ ક્રાંતિ કરતો હતો. હું એવું વિચારતો હતો કે વિદ્યાર્થીમાં ક્રાંતિનાં બીજ રોપવાની શિક્ષકમાં તાકાત હોય છે. ક્રાંતિ એટલે સદીઓથી ચાલતી આવતી સાચી-ખોટી વ્યવસ્થાને પડકારવી; નવેસરથી જોવી. સદીઓથી ચાલી આવતી રૂઢિઓ, રિવાજો, માન્યતાઓ, વિચારસરણી, વ્યવસ્થાઓ સારી જ હોય તેવું નથી; એમ જ સદીઓથી ચાલી આવતી પરંપરાઓ ખરાબ હોય તેવું પણ નથી. આપણી ઘણી પરંપરાઓ સાચવી રાખવા જેવી હોય છે. ઉદારીકરણના જમાનામાં વિશ્વ એક ગામડું બન્યું છે ત્યારે પરંપરાઓ સામે મોટો ખતરો ઊભો થયો છે. કેટલીક પરંપરાઓ જાગ્રત રહી પ્રયત્નપૂર્વક જાળવી રાખવા જેવી હોય છે. કેટલીક રૂઢિઓ, પરંપરાઓ અને વ્યવસ્થાઓને એટલે ન સ્વીકારવી જોઈએ કારણ કે તે સદીઓથી ચાલી આવે છે — જ્ઞાતિપ્રથા, અસ્પૃશ્યતા, સ્ત્રીઓનું શોષણ આવી રૂઢ માન્યતાઓને કારણે ટકી રહ્યું છે. મારા મતે ક્રાંતિકારી વ્યક્તિ એટલે એવી વ્યક્તિ, જે દરેક બાબતને આજના સંદર્ભમાં તર્કના આધારે તપાસે. ભગવાન બુદ્ધ એકવાર કેસપુત્ત નામના નગરમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાંના કાલામ વંશના (કુળના) લોકો બહુ મૂંઝવણમાં હતા, કારણ કે ત્યાં જુદા જુદા આધ્યાત્મિક ગુરુઓ આવતા અને પોતાની જ માન્યતા સાચી હોવાનું જણાવતા. તેમણે ભગવાન બુદ્ધનું માર્ગદર્શન માગ્યું. ભગવાને કહ્યું: કોઈ વાત વારંવાર સાંભળવા મળે છે માટે તેને સાચી ન માનવી. કોઈ પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે માટે તેને સાચી ન માનવી. કોઈ વાત ધર્મગ્રંથ કે પવિત્ર પુસ્તકમાં લખેલી છે માટે તેને સાચી ન માનવી. કોઈ દાર્શનિક સિદ્ધાંતને ચકાસ્યા વિના સાચો ન માનવો. લોકવાયકાને ચકાસ્યા વિના સાચી ન માનવી. પોતાના વિચારો સાથે મેળ ખાય છે એટલે સાચું જ હશે તેવું ન વિચારવું. કોઈ વ્યક્તિ આપણા ગુરુ છે એટલે તેમના આદરમાં આવીને તેમની વાત ન માનવી. હું કહી રહ્યો છું આ વાત પણ સાચી ન માનવી; તમારા તર્ક અને વિવેકબુદ્ધિથી તપાસીને જે યોગ્ય લાગે તેને જ અનુસરવું. આજનો શિક્ષક ભગવાન બુદ્ધે આપેલ પારાશીશીમાં ખરો ઊતરે છે? તે વિદ્યાર્થીને પોતાની રીતે વિચારીને નિર્ણય કરવા પ્રેરે છે? વર્ગમાં શિક્ષક પ્રશ્ન પૂછે ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ જવાબ આપવા તૈયાર થતા નથી. તેમને પોતાના જવાબ સાચા હોવા વિશે શંકા હોય છે. પોતાના જવાબ વિશે ખાતરી હોય એવા વિદ્યાર્થીઓ જ જવાબ આપવા હાથ ઊંચો કરે છે. આપણા વર્ગમાં પૂછવામાં આવતા મોટા ભાગના પ્રશ્નો માહિતી આધારિત હોય છે, જેમના જવાબ સાચા અથવા ખોટા ઠેરવી શકાય. આવા પ્રશ્નો વિદ્યાર્થીને માહિતી શીખવી શકે, વિચારતા ન કરી શકે. વિદ્યાર્થીના સાચા જવાબની કદર કરનાર અને સાચો ન હોય તેવા જવાબને નામંજૂર કરનાર શિક્ષક વિદ્યાર્થીને વર્ગમાં બોલવા પ્રેરિત ન કરી શકે. વિદ્યાર્થીને વિચાર કરવો પડે, પોતાના મત વિશે વિચારવું પડે તેવા પ્રશ્નો વર્ગમાં પૂછવામાં આવે છે ખરા? વિદ્યાર્થીને વિચાર કરવો પડે તેવા પ્રશ્નો ન પૂછવામાં આવતા હોય, તો તેમને વિચારતા કરી મૂકે તેવા પ્રશ્નોની તો અપેક્ષા જ ન રાખી શકાય. વિચારતા કરી મૂકે એટલે કે વિદ્યાર્થીને હલબલાવી મૂકે. તેને થાય કે આપણે ત્યાં આવું કેમ ચલાવી લેવાય? આમાં મારો મત વ્યક્ત કરવો જોઈએ અને તેને બદલવા મારે કંઈક કરવું જોઈએ. તેવું કરવા માટે વિદ્યાર્થી તત્પર, કટિબદ્ધ અને સક્ષમ થાય ત્યારે આપણે કૌટિલ્યને સાચી રીતે સમજ્યા છીએ એમ કહી શકાય. આપણે તો કૌટિલ્યના ઉદાહરણનો અર્થ સગવડિયો કરી લીધો છે. પ્રલયનો અર્થ વિનાશ કરી દીધો છે. શિક્ષકના ખોળામાં વિનાશ અથવા નિર્માણ ઉછરતું હોય છે — એટલે કે શિક્ષક ધ્યાન રાખે તો રાષ્ટ્રનિર્માણનું કારણ બને અને જો ધ્યાન ન રાખે તો રાષ્ટ્રના વિનાશનું કારણ બને. યાદ રહે કે જ્યારે લોકો સમાજ અને રાષ્ટ્રમાં ચાલતી અયોગ્ય બાબતો સામે સવાલ ન ઉઠાવે ત્યારે આવી બાબતો ચાલતી જ રહે છે, જે છેવટે રાષ્ટ્રના પતનનું કારણ બને છે. જ્ઞાતિ-ધર્મના વાડામાં વહેંચાયેલું ભારત વિદેશી આક્રમણો સામે ઝૂક્યું અને છેવટે દેશનું પતન થયું. ઓગણીસમી અને વીસમી સદીમાં અંગ્રેજી શિક્ષણ પામેલા વિચારશીલ લોકોએ અંગ્રેજી શાસનની સાથે સાથે સદીઓથી ચાલી આવતી રૂઢિઓ અને માન્યતાઓને પડકારવાનું શરૂ કર્યું અને દેશ સદીઓની તંદ્રામાંથી જાગ્યો. કૌટિલ્યે પણ પોતાના શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્યને નંદ શાસનને પડકારવા તૈયાર કર્યો ને એક નવા ભારતનું નિર્માણ થયું. શિક્ષક દિને દરેક શિક્ષક જ નહીં, દરેક માતા-પિતા અને દરેક વ્યક્તિ ઘેટાંની જેમ ચાલવાને બદલે રૂઢિઓ, માન્યતાઓ, પરંપરાઓ અને વ્યવસ્થાઓને પોતાની વિવેકબુદ્ધિથી ચકાસી યોગ્ય લાગે તો જ અનુસરે, નહીંતર નવી કેડી કંડારે તે જ અભ્યર્થના!
    Click here to Read More
    Previous Article
    મૉન્ટાજ:‘મિર્ઝાપુર’ના ચાર કિંગની વાત
    Next Article
    મજાતંત્ર:નીંદર કે આગે જીત હૈ...

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment