Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૉન્ટાજ:‘મિર્ઝાપુર’ના ચાર કિંગની વાત

    1 day ago

    પાર્થ દવે 2018ના જુલાઈમાં ‘નેટફ્લિક્સ’ ઉપર આવી ‘સેક્રેડ ગેમ્સ’, જે વિક્રમ ચંદ્રના પુસ્તક પર આધારિત હતી. તેની પહેલી બે સિઝન અનુરાગ કશ્યપે ડિરેક્ટ કરી હતી. ‘સેક્રેડ ગેમ્સ’ના 4 મહિના પછી, નવેમ્બરમાં એમેઝોન પ્રાઇમ પર આવી ‘મિર્ઝાપુર’. બંને સિરીઝમાં ગાળો અને ખૂનખરાબાની ભરમાર હતી. ઓટીટીની દુનિયા ખૂલી રહી હતી. કોરોના આવવાની વાર હતી. મેકર્સ પૂરેપૂરી છૂટછાટ લઈ રહ્યા હતા. બંને સિરીઝમાં વલ્ગારિટી બેશુમાર હતી. ‘સેક્રેડ ગેમ્સ’ થોડી મેચ્યોર હતી, ‘મિર્ઝાપુર’માં મસ્તી હતી. બધા અનૈતિક અને નઠારા માણસોને છૂટા મૂકી દીધા હતા. કરણ અંશુમાન અને પુનિત ક્રિશ્નાના ભેજાની નીપજ છે આ પાત્રો. પ્રોડ્યૂસર્સ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની છે. 2020માં ‘મિર્ઝાપુર’ની બીજી સીઝન આવી અને 2024માં ત્રીજી. પહેલી કરતાં બંને નબળી છે. ત્રીજી તો પહેલી અને બીજીના પ્રમાણમાં ઘણાએ જોઈ પણ નથી. માટે આ પાત્રોને લઈને ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ ત્યારે પહેલો વિચાર એ આવ્યો હતો કે પુનરાવર્તન હશે અથવા એ જ અર્થહીન ગાળો અને મારામારી હશે. પહેલી સિઝનના અંતમાં વિક્રાંત મૈસીના પાત્ર (બબલુ પંડિત)નું મૃત્યુ થઈ જાય છે. પહેલી સિઝન રિલીઝ થઈ ત્યાં સુધી સ્વાભાવિકપણે કોઈને ખ્યાલ ન હોય કે સિરીઝનાં નાનાં-મોટાં તમામ પાત્રો લોકપ્રિય થશે. હવે બબલુ પંડિતને જીવતો કરી શકાય એમ નથી. ત્યાં સુધી વિક્રાંત મૈસી સિરિયલોના કલાકાર તરીકે વધુ ઓળખાતા. ‘ટ્વેલ્થ ફેઇલ’ આવવાને હજુ વાર હતી. તેઓ સિરીઝથી છૂટા પડ્યા. એટલે ફિલ્મમાં તેમની જગ્યાએ જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ ભૈયાને કાસ્ટ કરાયા છે. ‘મિર્ઝાપુર’ ફિલ્મ અને એ પહેલા આવેલી સિરીઝ કૅરેક્ટર ડ્રિવન છે. તેના પાત્રોને જોવાની મજા છે. બબલુ અને મુન્ના ક્યારે શું કરશે તે કહી ન શકાય. અખંડાનંદ ત્રિપાઠી ઉર્ફે કાલીન ભૈયા શાંત છે, પણ શાતિર છે. તેમનાં પત્ની બીના ત્રિપાઠીને અસંતોષ છે. તે ત્રિપાઠી ખાનદાનને વફાદાર નથી. તે ક્યારે રમત રમી જાય તે નક્કી નહીં. મુન્નાની તે સાવકી માતા છે. બબલુ પંડિત સીધો છોકરો છે, તેના પિતા જેવો. ગુડ્ડુ તેની મમ્મી જેવો છે ભારાડી, બેફિકર. બબલુને આ લાઇનમાં નથી આવવું, પણ વિકલ્પ નથી અને તે પણ ધીમે-ધીમે ગેંગસ્ટર બની ગયો છે! આ પાત્રો લોકોમાં ખૂબ જાણીતાં થયાં. વિક્રાંત મૈસીની જગ્યાએ બબલુ પંડિતના પાત્રમાં આવેલા ‘પંચાયત’ અને ‘કોટા ફેક્ટરી’ ફેમ જીતુ ભૈયા ઑલમોસ્ટ સેટ થાય છે. વિક્રાંત મૈસી ઉમદા કલાકાર છે, પણ જીતુ ભૈયા નિરાશ નથી કરતા. તે સમજુ છે, હોશિયાર છે. કાલીન ભૈયા પણ તેમનું માને છે. જીતેન્દ્ર કુમારે એવું લાગવા નથી દીધું કે વિક્રાંત મૈસી હોત તો વધુ મજા આવત! આ અઘરું છે. એક પાત્ર, એક ચહેરો લોકોને યાદ રહી ગયો છે, તે કોઈ બીજી વ્યક્તિ ભજવે. પણ આ કાસ્ટિંગ પરફેક્ટ છે. જીતેન્દ્ર કુમારે આઈ. આઈ. ટી. ખડગપુરથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે. એ છોડીને તેમણે ટીવીએફના યૂ-ટ્યૂબ વિડીયોઝમાં કામ કરવાનું શરૂ કર્યું. બીજા છે, ગુડ્ડુ ભૈયાનું પાત્ર ભજવનાર અલી ફઝલ. લખનઉમાં મોટા થયેલા અલી ફઝલ દેહરદૂનની સ્કૂલમાં ભણ્યા. નાટકો કર્યા. પહેલું નાનકડું કામ 2008માં ‘ધ અધર ઍન્ડ ઑફ ધ લાઇન’ નામક ફિલ્મમાં કર્યું, જે કોઈને યાદ નથી આજે, ત્યારે પણ નહોતું. લોકોનું ધ્યાન ખેંચાયું ‘3 ઇડિઅટ્સ’ના તેમના જૉય લોબોના પાત્ર થકી. ત્યાર પછી અલી ફઝલે ઘણું કામ કર્યું, પણ લોકચાહના મળી ‘મિર્ઝાપુર’ સિરીઝ બાદ. સિરીઝ આવી ત્યારે અન્યની જેમ અલી પણ જાણીતા નહોતા, પણ ધીમે ધીમે લોકો સુધી પહેલવાન ગુડ્ડુ ભૈયા પહોંચ્યા! નાલાયક ઔલાદ ‘મુન્ના ભૈયા’ બનનાર દિવ્યેન્દુ શર્મા દિલ્હીના છે. પુણેમાં એફ. ટી. આઈ. આઈ.માં તેમણે અભિનયની તાલીમ લીધી છે. તેમણે પહેલો સાવ ટૂંકો રોલ 2007માં ‘આજા નચલે’ ફિલ્મમાં કર્યો હતો. લોકોએ તેમની નોંધ લીધી ‘પ્યાર કા પંચનામા’માં. 2011માં આવેલી આ ફિલ્મ સ્લીપર હિટ રહી, પણ સ્ટાર બન્યો કાર્તિક આર્યન. ત્યાર પછી ‘બત્તી ગૂલ મીટર ચાલુ’ અને ‘ટૉઇલેટ’ સહિતની ફિલ્મો કરી, પણ ઓળખ બની ‘મિર્ઝાપુર’ બાદ. ચોથું અને સૌથી મજબૂત પાત્ર છે કાલીન ભૈયાનું, જે પંકજ ત્રિપાઠી ભજવે છે. આ ચારમાં પંકજ ત્રિપાઠીની સફર સૌથી વધુ ફિલ્મી છે. બિહારના ગોપાલગંજ જિલ્લાના બેલસંદ ગામમાં ઉછેરેલો છોકરો. સિનેમા હોલ જ તેના માટે અજાણી દુનિયા હતી. તે છોકરો એક દિવસ મનોજ બાજપેયી સહિતના કલાકારોને આદર્શ માનીને એન. એસ. ડી. દિલ્હીમાં પ્રવેશ મેળવે છે. 2004માં મુંબઈ આવે છે અને નાના-મોટા નેગેટિવ રોલ કરે છે, ટેલિવિઝન કરે છે અને એક દિવસ અનુરાગ કશ્યપની ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ આવે છે. ત્યાર પછી મસાલા ફિલ્મોમાં થોડી વધુ સ્ક્રીન પ્રેઝન્સ મળે છે. ‘ગુરગાંવ’ જેવી પહેલી લીડ ફિલ્મ આવે છે. ‘બરેલી કી બરફી’, ‘મીમી’ અને ‘ફૂકરે’ જેવી ફિલ્મોમાં કોમેડી પાત્રો ભજવે છે. અને ‘મિર્ઝાપુર’ની પહેલી સિઝનમાં સ્ક્રીન પ્રેઝન્સ ઓછી હોવા છતાં અભિનય અને પાત્રને પ્રચંડ લોકપ્રિયતા મળે છે. ‘મિર્ઝાપુર’ ફિલ્મના ધાસૂ પ્રોપર હિન્દી સંવાદો પુનિત ક્રિશ્નાએ લખ્યા છે. ગુરમીત સિંહનું દિગ્દર્શન ક્રાફ્ટેડ છે. બબન બબુઆના નવા પાત્ર તરીકે રવિ કિશન જામે છે. પણ આ ચાર કલાકારોની ટૂંકમાં વાત એટલા માટે કરી કે આ ચારેય મુંબઈ બહારના છે, મહેનતથી, રાહ જોઈને કોઈપણ પ્રકારના લૉન્ચિંગ પેડ વગર અહીં પહોંચ્યા છે. ફિલ્મી પરિવારથી જોજનો દૂર છે અને આ મેનસ્ટ્રીમ સફળતા તેમના અભિનયના જોરે મળી છે. તેમને ‘હીરો તરીકે’ રજૂ નથી કરવામાં આવ્યા. હીરો તો પાત્રો અને વાર્તા છે. પંકજ ત્રિપાઠી કહે છે એમ, ‘કિરદાર બડા હોતા હૈ, ઍક્ટર નહીં.’
    Click here to Read More
    Previous Article
    ડૂબકી:ચિત્તને ઉજાળે એવો પ્રકાશ
    Next Article
    વિકાસની વાટે:શિક્ષક: પ્રલય અને નિર્માણનો શિલ્પી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment