Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવાધનને ટેકનોલોજીથી વાકેફ કરી સાચા ક્રિએટર બનાવી સશક્ત બનાવવા પહેલ‎:પાટણમાં યુવાનો માટે નિઃશુલ્ક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોચિંગ ક્લાસનો પ્રારંભ કરાયો

    6 hours ago

    ​પાટણના કસારવાડા-છીડીયા રોડ પર આવેલી યમુના વાડી પાસે ડાયનેમિક કેરિયર એકેડમી ખાતે યુવાનોને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા માટે નિઃશુલ્ક AI કોચિંગ ક્લાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ અને યુવાધનને માત્ર ટેકનોલોજીના યુઝર બનવાને બદલે તેના સાચા "ક્રિએટર" બનવાની દિશામાં સશક્ત બનાવવાના ઉમદા હેતુથી આ વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે.​ આ કાર્યક્રમના પ્રારંભિક તબક્કે યોજાયેલા વિશેષ વર્કશોપમાં પાટણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી 50થી વધુ યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. ડાયનેમિક ફાઉન્ડેશનના ટ્રસ્ટી બી.કે.પટેલે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આજના યુવાનોએ AI ક્ષેત્રે પોતાની સૂઝબૂઝ વિકસાવીને રોજગારી મેળવનાર નહીં પરંતુ અન્ય સેંકડો યુવાનોને રોજગારી પૂરી પાડનારા સ્વાવલંબી સક્ષમ સર્જકો બનવું પડશે. આ ટ્રેનિંગ સેશન્સ દર શનિવારે ત્રણ કલાક તાલીમ આપવામાં આવશે એક બેન્ચને કુલ 13 જેટલા શનિવારે સુધી તાલીમ આપવામાં આવશે અને ત્યારબાદ પરીક્ષા યોજી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. નિષ્ણાત ટ્રેનર ચાર્મિસ મણિયાર દ્વારા વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક ટૂલ્સનો વ્યવહારુ અભ્યાસ, સંશોધન, પ્રોજેક્ટ નિર્માણ, પ્રેઝન્ટેશન તેમજ કારકિર્દી વિકાસમાં યોગ્ય ઉપયોગ કરવાની તકનીકી તાલીમ પૂરી પાડવામાં આવશે.​ શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીના આ અભિનવ અભિગમને આવકારવા માટે પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી સંજય પટેલે શિક્ષણનું સ્તર વૈશ્વિક ઊંચાઈએ લઈ જવામાં આ સંસ્થા સીમાચિહ્નરૂપ બનશે તેમ જણાવ્યું હતું. પાટણ નાગરિક સહકારી બેંકના ચેરમેન દિલીપ પટેલે સમાજના યુવાનોને આ તક ઝડપી લેવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં મિલન પટેલ, હાર્દિક પટેલ,ડૉ.ધનરાજ ઠક્કર, ઝેડ.એન સોઢા,ભગાભાઈ પટેલ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ઉત્તર ગુજરાતના 5 તાલુકામાં પોણા ઇંચ સુધી વરસાદ‎:પાટણમાં 20 દિવસના વિરામ પછી‎ સાંજે ધીમીધારે વરસાદ વરસ્યો‎
    Next Article
    1878થી પ્રથમ મૂર્તિના અંશોમાંથી માટીના શ્રી ગણેશનું નિર્માણ:149 વર્ષે માં કદ કે સ્વરૂપ ક્યારે બદલાયું નહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment