Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તર ગુજરાતના 5 તાલુકામાં પોણા ઇંચ સુધી વરસાદ‎:પાટણમાં 20 દિવસના વિરામ પછી‎ સાંજે ધીમીધારે વરસાદ વરસ્યો‎

    7 hours ago

    ઉત્તર ગુજરાતમાં શનિવારે 26 દિવસ બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતાં મેઘરજમાં સૌથી વધુ પોણા ઇંચ એટલે કે 18 મીમી વરસાદ નોંધાયો હતો. સાઠંબામાં 10 મીમી, મોડાસામાં 4 મીમી, વિજયનગરમાં 2 મીમી અને બાયડમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યાં હતાં. પાટણ શહેર સહિત પંથકમાં છેલ્લા 20 દિવસથી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ શનિવારે સાંજે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. સાંજે 7:00 વાગ્યા બાદ આકાશ કાળાડીબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ધીમીધારે ઝરમર વરસાદ શરૂ થયો હતો. લાંબા વિરામ બાદ પડેલા આ વરસાદી ઝાપટાને કારણે સમગ્ર વિસ્તારમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી, જેથી મોડી સાંજે લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી હતી. બીજી તરફ, લાંબા સમયથી વરસાદની ચાતક ડોળે રાહ જોઈ રહેલા પંથકના ખેડૂતોમાં આ વરસાદી માહોલને જોઈને નવી આશાનો સંચાર થયો છે. સુકાઈ રહેલા પાકને સંજીવની મળવાની શક્યતા અને ધરતીપુત્રોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી છે. 20 દિવસના રિસામણા બાદ મેઘરાજાના આ આગમનથી કૃષિ ક્ષેત્રે ખેડૂતોને મોટું આશ્વાસન મળ્યું છે. શનિવારે વહેલી સવારે ઉત્તર ગુજરાતમાં ભેજનું પ્રમાણ 50થી 68 ટકા વચ્ચે રહ્યું હતું, જે 72 દિવસ બાદ પ્રથમ વખત 70 ટકાથી નીચે નોંધાયું હતું. સવારે તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. દિવસ દરમિયાન ઉકળાટ વચ્ચે બપોરનું તાપમાન આંશિક ઘટાડા સાથે 35.5 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. સવારે વાદળછાયું વાતાવરણ બાદ બપોરે ઉઘાડ થયો હતો, પરંતુ સાંજે 4 વાગ્યા બાદ ફરી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટાં શરૂ થયાં હતાં. પાટણ- બનાસકાંઠામાં વરસાદની શક્યતા આગાહી મુજબ આજે અરવલ્લી જિલ્લામાં 75 ટકાથી વધુ વિસ્તારમાં વરસાદની શક્યતા છે. જ્યારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ અને સાબરકાંઠા જિલ્લામાં 51 ટકાથી વધુ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં હળવાથી અઢી ઇંચ સુધીનો વરસાદ થવાની સંભાવના છે. છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    અજાણી સ્ત્રી સામે ગુનો નોંધવા તજવીજ, પોલીસમાં દોડધામ‎:શહેરમાં ગટરની કુંડીમાંથી મૃત હાલતમાં નવજાત શિશુ મળ્યું..
    Next Article
    યુવાધનને ટેકનોલોજીથી વાકેફ કરી સાચા ક્રિએટર બનાવી સશક્ત બનાવવા પહેલ‎:પાટણમાં યુવાનો માટે નિઃશુલ્ક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોચિંગ ક્લાસનો પ્રારંભ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment