Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1878થી પ્રથમ મૂર્તિના અંશોમાંથી માટીના શ્રી ગણેશનું નિર્માણ:149 વર્ષે માં કદ કે સ્વરૂપ ક્યારે બદલાયું નહી

    6 hours ago

    સામાન્ય રીતે દેશભરમાં એવું માનવામાં આવે છે કે સાર્વજનિક ગણેશોત્સવની શરુઆત મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિળકે 1893માં કરી હતી. પરંતુ ઐતિહાસિક તથ્યો મુજબ તેનાથી પણ 14 વર્ષ પૂર્વે, ઇ.સ. 1878માં ઉત્તર ગુજરાતના ઐતિહાસિક ધાર્મિક નગર પાટણની પવિત્ર ભૂમિ પર સાર્વજનિક ગણેશ મહોત્સવનું પ્રથમ બીજ રોપાયું હતું. ગાયકવાડી શાસનકાળ દરમિયાન તત્કાલીન મામલતદાર ગોવિંદરાવ યશવંતરાવ અને સમાજના આગેવાનોના પ્રયાસોથી ''શ્રી ગજાનન મંડળી'' દ્વારા શરૂ કરાયેલી આ પાવન પરંપરા ચાલુ વર્ષે પોતાના 149મા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. આટલા દાયકાઓ વિત્યા છતાં આ મંડળીએ પોતાની આધ્યાત્મિક ચેતના અને મૂળ સંસ્કારોને જરાય આંચ આવવા દીધી નથી. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ ગણેશ આરાધના એ કેવળ બાહ્ય આડંબર નથી પરંતુ શુદ્ધ માટીમાંથી ઉદ્ભવીને પુનઃ માટીમાં વિલીન થઈ જવાની માનવ જીવનની આધ્યાત્મિક યાત્રાનું પ્રતીક છે. વર્તમાન યુગમાં જ્યાં પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) ની મૂર્તિઓ પર્યાવરણ માટે ગંભીર સવાલ ઊભા કરી રહી છે, ત્યાં પાટણનું આ મંડળ સ્થાપનાના પ્રથમ વર્ષથી જ પર્યાવરણ અને ધાર્મિક મર્યાદાનો ઉત્કૃષ્ટ સમન્વય રજૂ કરે છે. અહીં દર વર્ષે મંત્રોચ્ચાર અને નિયત શાસ્ત્રોક્ત માપદંડો મુજબ જ શુદ્ધ માટીમાંથી (મૃણમય) બનેલી ઇકો-ફ્રેન્ડલી મૂર્તિની જ સ્થાપના કરવામાં આવે છે. આશરે 135 વર્ષ સુધી શ્રી ગણેશજી ની મૃણમય માટીની મૂર્તિ પાટણ ખાતે મહારાષ્ટ્રીયન સમાજના સભાસદો દ્વારા જ બનાવવામાં આવતી હતી. ત્યારબાદ અન્ય પાટણ સહિતના કલાકારો દ્વારા મંત્રોચ્ચાર સાથે તૈયાર કરવામાં આવતી હતી. ત્યારબાદ હાલમાં વડોદરાથી શ્રી ગણેશજીની મૃણમય માટીની મૂર્તિ તૈયાર કરી આજદિન સુધી પાટણ ખાતે લાવવામાં આવે છે.(ઉપરોક્ત માહિતી શ્રી ગજાનન મંડળી ટ્રસ્ટી સુનિલ પાગેદાર, મહારાષ્ટ્રીયન પરિવાર સાથે વાતચીત આધારિત લખેલ છે) મરાઠી અને ગુર્જર સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય ગાયકવાડી રાજશાહી વખતે પાટણમાં વસેલા મરાઠી ભાષી પરિવારો દ્વારા સ્થાપિત આ સંસ્થાને શરૂઆતથી જ સ્થાનિક ગુર્જર ભાઈ-બહેનોનો અખંડ સાથ અને સહયોગ મળતો રહ્યો છે. કાળક્રમે મરાઠી પરિવારોની સંખ્યા ઘટી હોવા છતાં, બંને સમુદાયોએ સાથે મળીને આ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને જીવંત રાખ્યો છે.
    Click here to Read More
    Previous Article
    યુવાધનને ટેકનોલોજીથી વાકેફ કરી સાચા ક્રિએટર બનાવી સશક્ત બનાવવા પહેલ‎:પાટણમાં યુવાનો માટે નિઃશુલ્ક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોચિંગ ક્લાસનો પ્રારંભ કરાયો
    Next Article
    चंद्रमा की चाल बदलेगी दिन का मिजाज, जानें किसे मिलेगा लाभ और किसे बरतनी होगी सावधानी, आज का राशिफल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment