Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મર્ડર:દરેડમાં પ્રેમ પ્રકરણમાં સગીર યુવાનની હત્યા, ચાર શખ્સે ધોકા મારી ઢીમ ઢાળ્યું

    7 hours ago

    જામનગર તાલુકાના દરેડ ગામમાં એક અત્યંત કરૂણ અને ચકચારજનક બનાવ સામે આવ્યો છે, જ્યાં પ્રેમ પ્રકરણના મનદુઃખમાં 17 વર્ષીય સગીર યુવાનની ચાર શખસોએ નિર્મમ રીતે મુંઢ માર મારીને હત્યા નિપજાવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મળતી વિગતો અનુસાર, દરેડ ગામમાં રહેતો સાગર રમેશભાઈ ખરા (ઉ.વ. 17) નામના યુવાનને ગામમાં જ રહેતી એક સગીરવયની છોકરી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. સાગર અવારનવાર યુવતીની શેરીમાંથી પસાર થતો હતો, જે બાબતે આરોપીઓને પસંદ ન હોવાથી તેમણે અગાઉ તેને ત્યાંથી નીકળવાની ના પાડી હતી. તેમ છતાં સાગર ત્યાંથી પસાર થતો હોવાથી આરોપીઓ તેના પર ખાર રાખીને બેઠા હતા. શનિવારે જ્યારે સગીર સાગર ફરીથી તે શેરીમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ચાર શખસોએ તેને રસ્તામાં જ ઘેરી લીધો હતો. આરોપી દિનેશ જેઠાભાઈ ગોહીલ, જગદીશ જેઠાભાઈ ગોહિલ, પ્રેમનારાયણ ઉર્ફે પિન્ટુ પ્રજાપતિ અને એક અજાણ્યા શખસે તેને આંતરીને લાકડાના ધોકા તથા ઢીકાપાટુ વડે આડેધડ મુંઢ માર મારવાનું શરૂ કર્યું હતું. આડેધડ પડેલા સપાટા અને શરીરે થયેલી ગંભીર અંદરની ઈજાઓના કારણે સગીરનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં જ તેના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હાજર ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. પંચકોશી બી-ડિવિઝન પીઆઈ વી.જે. રાઠોડ તથા રાઈટર મેરુભાઈ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકના પરિજનોની ફરિયાદના આધારે ચારેય શખસો સામે હત્યાનો ગંભીર ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બે આરોપીઓ પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે અને બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આ હત્યાના બનાવથી દરેડ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. તો પોલીસે હત્યાના બનાવવાળા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે પેટ્રોલીંગ પણ વધારી દેવામાં આવ્યું છે. મૃતકના ભાઈ પર પણ અગાઉ હુમલો થયો‘તો દરેડમાં સગીર યુવાનની થયેલી હત્યાથી પોલીસમાં દોડધામ મચી ગયો છે. અગાઉ યુવાનના મોટા ભાઈ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગેની મૃતકની માતાએ જણાવ્યું હતું. જે અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઈ ન હતી.
    Click here to Read More
    Previous Article
    આયોજન:પાલિકાએ ~1ના ટોકનથી 23 પ્લોટ ગરબા માટે આપ્યા ખેલૈયાઓ પાસે રોજ સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેવડાવાશે
    Next Article
    અજાણી સ્ત્રી સામે ગુનો નોંધવા તજવીજ, પોલીસમાં દોડધામ‎:શહેરમાં ગટરની કુંડીમાંથી મૃત હાલતમાં નવજાત શિશુ મળ્યું..

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment