Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયોજન:પાલિકાએ ~1ના ટોકનથી 23 પ્લોટ ગરબા માટે આપ્યા ખેલૈયાઓ પાસે રોજ સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેવડાવાશે

    7 hours ago

    શહેરના 25 ગરબા આયોજકોને પાલિકાનાં 23 મેદાન માટે અરજી કરી હતી. પાલિકાએ આયોજકોને રૂા.1ના ટોકન ભાવે પ્લોટ ફાળવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, તમામ મેદાનમાં યોજાનારા ગરબામાં ખેલૈયા અને લોકોને રોજ સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેવડાવાશે. તદુપરાંત આયોજકો ગુટખા-તમાકુ અને સિગારેટની જાહેરાત ન કરવા સૂચના અપાઈ છે. પાલિકા દ્વારા દર વર્ષની પ્રણાલિકા મુજબ 23 પ્લોટ પર ગરબા માટે અરજી મગાવાઈ હતી. જેમાં 25 આયોજકોએ અરજી કરતાં ચર્ચા-વિચારણા બાદ 23 આયોજકોને રૂા.1ના ટોકન ભાડે પ્લોટ ફાળવાયા હતા. જોકે પાલિકાએ કેટલીક શરતો જાહેર કરી છે. જેમાં મુખ્યત્વે તમાકુ, ગુટખા, સિગારેટ, પાન-બીડી સહિતની નશાકારક વસ્તુની જાહેરાત કરી શકાશે નહીં. ફાયરબ્રિગેડ સહિત ઈમર્જન્સી વાહનો સરળતાથી પ્રવેશી શકે તે માટે ગેટની ઊંચાઈ-પહોળાઈ પૂરતી રાખવાની રહેશે. સાથે આયોજકોએ જરૂરી વીમો લેવાનો રહેશે. ઉપરાંત ગરબા પૂર્ણ થયા બાદ સ્થળ પરથી તમામ કચરો અને સામગ્રી દૂર કરી સ્થળ સ્વચ્છ કરીને પાલિકાને પરત કરવાનું રહેશે. IMAને ઓપી રોડનો પ્લોટ અને શ્રીઆરાસુરી ટ્રસ્ટને જય અંબે મેદાન અપાયું ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને ઓપી રોડ પર આવેલા પ્લોટ અને ગોત્રી કોલબેરા પાછળનો પાલિકાનો પ્લોટ માગ્યો હતો. જ્યારે વાઘોડિયા રોડ પર જય અંબે ગરબા ગ્રાઉન્ડ માટે બે અરજી આવી હતી. જેમાં આઇએમએને ઓપી રોડનો પ્લોટ ફળવાયો છે, જ્યારે ગોત્રી કોલબેરા પાછળના બીજા અરજદાર સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટને અપાયો છે. સૂત્રો મુજબ ગત વખતે જય અંબે યુવક મંડળને પ્લોટ ફાળવાયો હતો પણ તેઓએ ગરબા યોજ્યા ન હતા. તેમણે આ વર્ષે અરજી કરતાં તેમને બદલે પ્લોટ શ્રીઆરાસુરી માં ચેરિટેબલ ટ્રસ્ટને અપાયો છે. ગરબા આયોજકોએ આ શરતોનું પાલન કરવું પડશે
    Click here to Read More
    Previous Article
    રહીશોમાં રોષ:પાણીની મોટર જપ્ત કરવા ગયેલી પાલિકાની ટીમનો ઘેરાવ, ઘરમાં ઘૂસતાં પોલીસ બોલાવી
    Next Article
    મર્ડર:દરેડમાં પ્રેમ પ્રકરણમાં સગીર યુવાનની હત્યા, ચાર શખ્સે ધોકા મારી ઢીમ ઢાળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment