Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રક્કા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો:નવપ્રવેશી બાળકોનું સ્વાગત, મહાનુભાવોએ આપ્યું માર્ગદર્શન

    3 days ago

    લાલપુર તાલુકાના રક્કા ગામે આવેલી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણના નવા સોપાનમાં પ્રવેશતા નવપ્રવેશી બાળકોનું ફૂલહાર, તિલક અને શુભેચ્છાઓ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી જીગ્નેશ પી. સોનગરા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સી.આર.સી. કો-ઓર્ડિનેટર અનિલભાઈ દોંગા, સરપંચ અબ્દુલભાઈ નાઈ, માજી તાલુકા પંચાયત સભ્યના પ્રતિનિધિ મીતરાજસિંહ, ઉપસરપંચ, ગામના વડીલો અને આગેવાનો પણ હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય હસમુખભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ શાળા સ્ટાફ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ બાળકોને નિયમિત અભ્યાસ, સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રવેશોત્સવમાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રક્કા પ્રાથમિક શાળાનો આ શાળા પ્રવેશોત્સવ શિક્ષણ પ્રત્યેના ઉત્સાહ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે યાદગાર બન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર વણઝારાવાસ શાળામાં પ્રવેશોત્સવ યોજાયો:આંગણવાડી-ધો.1 માં 23 બાળકોને પ્રવેશ, સ્તુતિ ચારણ ઉપસ્થિત
    Next Article
    વેરાવળમાં ₹1.25 લાખની સોનાની વીંટી પોલીસે શોધી પરત આપી.:"તેરા તુજકો અર્પણ" અભિયાન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડની સફળ કામગીરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment