Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રહીશોમાં રોષ:પાણીની મોટર જપ્ત કરવા ગયેલી પાલિકાની ટીમનો ઘેરાવ, ઘરમાં ઘૂસતાં પોલીસ બોલાવી

    7 hours ago

    સન ફાર્મા રોડ પર શ્રીહરિ બંગલોમાં પાણીની મોટર જપ્ત કરવા પહોંચેલી પાલિકાની ટીમ સામે સ્થાનિકોએ ભારે હોબાળો કર્યો હતો. લોકોએ આક્ષેપ કર્યો કે, પાલિકાના અધિકારીઓએ મંજૂરી વિના ઘરમાં ઘૂસી પાણીનાં જોડાણ કાપી નાખ્યાં હતાં. લોકોએ પોલીસ બોલાવતાં પાલિકાની ટીમ નીકળી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. શ્રીહરિ બંગલોના રહીશોએ કહ્યું કે, 15 વર્ષથી પાણીની સમસ્યા છે, વારંવાર રજૂઆતો છતાં ઉકેલ આવ્યો નથી. બીજી તરફ પાણીની સમસ્યા દૂર કરવાને બદલે પાલિકાની ટીમ મોટર જપ્ત કરવા આવી હતી. આ દરમિયાન કાઉન્સિલર કે તેમનો કોઇ પ્રતિનિધિ ન આવતાં રહીશોએ નારાજગી વ્યક્ત કરી હતી. રહીશોના જણાવ્યા મુજબ, 3 વર્ષ પહેલાં પણ પાલિકાની ટીમ મોટર અંગે કાર્યવાહી કરવા આવી હતી. ત્યારે રહીશોએ લેખિતમાં આપ્યું હતું કે, તમે પાણી આપો, અમે મોટર કાઢી નાખીશું. હવે 3 વર્ષ બાદ ફરી મોટર કાઢવા માટે ટીમ આવી છે. રહીશોએ કહ્યું કે, પાલિકા પૂરતું પાણી આપી શકતી ન હોય તો પાણીનો વેરો પરત આપવો જોઇએ અને પાણી ખેંચવાની મોટરનું લાઇટ બિલ પરત આપવું જોઇએ. પૂર્વ ઝોનમાં 16મીએ પાણીકાપ, 50 હજાર લોકોને પાણી નહીં મળે આજવા રોડ ટાંકીની મુખ્ય ડિલિવરી લાઇન પર નવા વાલ્વ બેસાડવાની કામગીરીને પગલે પાણી વિતરણ ખોરવાશે. 16મીએ સવારે 9.30 કલાકે કામ શરૂ કરાશે. જેને કારણે ટાંકી પરથી પાણી મેળવતા પૂર્વ ઝોનના વાઘોડિયા રોડ, આજવા રોડ સહિતના વિસ્તારમાં સવારે-સાંજે પાણી વિતરણ નહીં કરાય. કામ થયા બાદ 17મીએ સવારે પાણી વિતરણ વિલંબથી અને હળવા દબાણથી કરાશે.
    Click here to Read More
    Previous Article
    સન્ડે બિગ સ્ટોરી:કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળ્યા પછી અમદાવાદમાં દર મહિને એક ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમાઈ, હજુ 3 મહિનામાં વધુ 4 રમાશે
    Next Article
    આયોજન:પાલિકાએ ~1ના ટોકનથી 23 પ્લોટ ગરબા માટે આપ્યા ખેલૈયાઓ પાસે રોજ સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેવડાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment