Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકાના કલ્યાણપુરમાં જીવને હથેળીમાં રાખી મગરોનું રેસ્ક્યૂ, વીડિયો:પટેલકાના કૂવામાં ખાબકેલા બે અને ગોરાણામાં એક એમ ત્રણેયને બચાવાયા, માનવ વસાહતથી દૂર કુદરતી વાતાવરણમાં છોડાયા

    9 hours ago

    દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં એક જ દિવસમાં બે અલગ અલગ સ્થળોએથી કુલ ૩ મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ગોરાણા ગામના વાડી વિસ્તારમાં એક મગર જ્યારે પટેલકા વાડી વિસ્તારમાં આવેલા કૂવામાં બે મગર હોવાની જાણ થતાં વનવિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. વનવિભાગને મગર અંગે જાણ કરાઈ ગોરાણા ગામના વાડી વિસ્તારમાં મગર દેખાતા સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ હતી. બીજી તરફ પટેલકા વાડી વિસ્તારમાં આવેલા કૂવામાં બે મગર હોવાની માહિતી મળતા કલ્યાણપુર આર.એફ.ઓ. અને વાઈલ્ડ લાઈફ વોર્ડન જી.એન. માડમને જાણ કરવામાં આવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ વનવિભાગના કર્મચારીઓ પી.જી. નંદાણીયા અને બી.એમ. ચૌહાણ તેમજ જીવદયા પ્રેમી કિશન વાઢિયા અને ગોવા ગોજીયાની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી. ટીમે જરૂરી સાવચેતી સાથે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી ગોરાણા તથા પટેલકા વાડી વિસ્તારમાંથી ત્રણેય મગરને સુરક્ષિત રીતે પકડી લીધા હતા. કુદરતી આવાસમાં પુનઃસ્થળાંતર ઓપરેશન દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ટીમે ભારે જહેમત અને તકેદારી રાખી હતી. ત્રણેય મગરોને સલામત રીતે કબજામાં લીધા બાદ તેમને અનુકૂળ કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા છે. વનવિભાગ અને જીવદયા પ્રેમીઓની સંકલિત કામગીરીના કારણે માનવ વસાહત નજીક પહોંચી ગયેલા વન્યજીવોને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના બચાવી લેવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં PM મોદીના જન્મદિવસની ઉજવણીને લઈને સમીક્ષા બેઠક યોજાઈ:કલેક્ટર કચેરી ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને પ્રભારી મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં આયોજન
    Next Article
    કતલખાના બંધના જાહેરનામાના ઉલ્લંઘન સામે તંત્ર લાલઘૂમ:મનપા અને પોલીસની સંયુક્ત ડ્રાઇવમાં 3 દુકાનો સીલ, 35 કિલો માંસ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment