Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કતલખાના બંધના જાહેરનામાના ઉલ્લંઘન સામે તંત્ર લાલઘૂમ:મનપા અને પોલીસની સંયુક્ત ડ્રાઇવમાં 3 દુકાનો સીલ, 35 કિલો માંસ જપ્ત

    13 hours ago

    ભાવનગર શહેર વિસ્તારમાં સરકારી આદેશો અને મહાનગરપાલિકાના જાહેરનામાનું કડક પાલન કરાવવાના ઉદ્દેશથી મનપા અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. કતલખાના બંધ રાખવાના નિયમનો સરેઆમ અનાદર કરી બિનઅધિકૃત રીતે માંસનું વેચાણ કરી રહેલી 3 દુકાનો સામે કાયદેસરના પગલાં ભરી સ્થળ પરથી અંદાજે 35 કિલો જેટલો માંસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. શહેરમાં જાહેર શાંતિ અને સરકારી નિયમોની જાળવણી માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની સઘન ઝુંબેશ ચાલુ રાખવાની તંત્રે ચીમકી આપી છે. મનપાના વિવિધ વિભાગો અને પોલીસનો સંયુક્ત કાફલો મેદાનમાં ભાવનગર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ડ્રાઇવનું આયોજન કરી નિયમભંગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઇવમાં મનપાના દબાણ હટાવ સેલ, આરોગ્ય વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા અને ફાયર બ્રિગેડ સહિત પોલીસ વિભાગની વિવિધ ટીમો જોડાઈ હતી. સંયુક્ત કાફલા દ્વારા શહેરના ભીલવાડા સર્કલ પાછળ આવેલી મટન માર્કેટ, કામળફળી, ખાટકીવાડ, વડવા નેરા તેમજ કાછીયાવાડ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વ્યાપક સ્તરે તપાસ કરવામાં આવી હતી. જાહેરનામું નેવે મૂકી ધમધમતી 3 દુકાનો ઝડપાઈ ચેકિંગની આ કામગીરી દરમિયાન કતલખાના બંધ રાખવાના સ્પષ્ટ આદેશો હોવા છતાં ચોરીછૂપે માંસનું વેચાણ કરતી 3 દુકાનો રંગેહાથ ઝડપાઈ ગઈ હતી. તંત્ર દ્વારા આ ત્રણેય દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી નોંધી સ્થળ પરથી આશરે 35 કિલો માંસનો બિનઅધિકૃત જથ્થો તાત્કાલિક જપ્ત કરી લેવાયો હતો. આગામી દિવસોમાં પણ સઘન ઝુંબેશ રહેશે યથાવત્ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા બહાર પડાતા જાહેરનામાનું અક્ષરશઃ પાલન થાય તે માટે મનપા પ્રશાસન સજ્જ બન્યું છે. અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કોઈ પણ પ્રકારની ઢીલાશ દાખવવામાં આવશે નહીં અને શહેરમાં સતત આકસ્મિક દરોડા પાડી કડક દંડાત્મક પગલાં ભરવાનું ચાલુ રખાશે.
    Click here to Read More
    Previous Article
    દ્વારકાના કલ્યાણપુરમાં જીવને હથેળીમાં રાખી મગરોનું રેસ્ક્યૂ, વીડિયો:પટેલકાના કૂવામાં ખાબકેલા બે અને ગોરાણામાં એક એમ ત્રણેયને બચાવાયા, માનવ વસાહતથી દૂર કુદરતી વાતાવરણમાં છોડાયા
    Next Article
    મુંબઇના નર્સિંસ બ્યુરોના સંચાલકે પત્નીને ઘરમાંથી કાઢી મૂકી:ચારિત્ર્ય પર શંકા કરી ત્રાસ ગુજાર્યો, પતિના અનેક યુવતીઓ સાથે આડા સંબંધના આક્ષેપો; ચાંદખેડામાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment