Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં PM મોદીના જન્મદિવસની ઉજવણીને લઈને સમીક્ષા બેઠક યોજાઈ:કલેક્ટર કચેરી ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને પ્રભારી મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં આયોજન

    9 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અને જાહેર સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરને લઈને વલસાડ કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત આ બેઠકમાં માસભર ચાલનારા વિવિધ જનસેવા અને જનકલ્યાણના કાર્યક્રમો અંગે આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. 25 વર્ષના સેવાકાળના વિકાસકાર્યો આધારિત ઉજવણી પત્રકાર પરિષદને સંબોધતા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર સેવામાં 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ 25 વર્ષના સેવાકાળ દરમિયાન થયેલા અભૂતપૂર્વ વિકાસકાર્યો સાથે લોકોને વધુમાં વધુ સરકારી યોજનાઓનો લાભ મળે તેવું સુચારૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણીમાં વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, સંસ્થાઓ અને સમાજના તમામ વર્ગો સહભાગી બનશે. 17 સપ્ટેમ્બરથી મહિનો ભરી યોજાશે સેવાકીય પ્રવૃત્તિઓ વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાને 13 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને 12 વર્ષથી વધુ સમય દેશના પ્રધાનમંત્રી તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી છે. આ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી શરૂ કરીને આખો મહિનો વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાશે, જેમાં આરોગ્ય કેમ્પ, રક્તદાન શિબિર, પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિઓ અને સરકારી યોજનાઓના સીધા લાભ વિતરણના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ આયોજન બેઠકમાં વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વિભાગોના પ્રમુખ અધિકારીઓ અને જિલ્લાના રાજકીય-સામાજિક પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તમામ વિભાગોને સુચારૂ સંકલન સાથે જનસેવાના આ પર્વને સફળ બનાવવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગેરકાયદેસર હથિયાર સાથે 36 વર્ષનો યુવક ઝડપાયો:સતલાસણાના ગોઠડા સીમમાંથી બે દેશી બંદૂક, છરા, ગન પાઉડર અને 30 બંદૂક કેપ જપ્ત કરી
    Next Article
    દ્વારકાના કલ્યાણપુરમાં જીવને હથેળીમાં રાખી મગરોનું રેસ્ક્યૂ, વીડિયો:પટેલકાના કૂવામાં ખાબકેલા બે અને ગોરાણામાં એક એમ ત્રણેયને બચાવાયા, માનવ વસાહતથી દૂર કુદરતી વાતાવરણમાં છોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment