Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની બી. ડી. વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા નિભાવી:ડૉ. રાધાકૃષ્ણનની જન્મજયંતિ પર સંભાળી શાળાની જવાબદારી, મળ્યો પ્રત્યક્ષ અનુભવ

    7 hours ago

    શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી. ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણ ખાતે શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી કરાઈ. આ ઉજવણી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે આશરે 48 વિદ્યાર્થીઓએ શિક્ષક, આચાર્ય, સુપરવાઇઝર, કારકુન અને સેવકની ભૂમિકા નિભાવી હતી. તેમણે શાળાની વિવિધ જવાબદારીઓ સંભાળી હતી. વિદ્યાર્થીઓએ સમૂહ પ્રાર્થના, શૈક્ષણિક-સર્જનાત્મક સ્પર્ધાઓ અને શિક્ષણકાર્યમાં ઉત્સાહથી ભાગ લીધો. આ પ્રવૃત્તિથી તેમને શિક્ષકની જવાબદારી, શિસ્ત, સેવા અને નેતૃત્વનો સીધો અનુભવ મળ્યો. વિદ્યાર્થીઓએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન અને શિક્ષણ વિશેના વિચારો પણ રજૂ કર્યા. આચાર્ય પ્રજાપતિ દિયાબેને જણાવ્યું કે, શિક્ષક માત્ર જ્ઞાન જ નથી આપતા, પણ વિદ્યાર્થીઓના જીવનમાં વિચાર, સંસ્કાર અને સફળતાની દિશા પણ આપે છે. તેમણે ઉમેર્યું કે શિક્ષક રાષ્ટ્રના ઘડવૈયા છે. આ પ્રસંગે વિદ્યાર્થી રિદ્ધિ દેસાઈએ એક સુંદર ચિત્ર બનાવી શાળાને ભેટ આપ્યું. અંતે, શાળાના આચાર્ય ડૉ. બી. આર. દેસાઈએ શિક્ષક દિન નિમિત્તે તમામ શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. આ ઉજવણી શિક્ષણ સાથે સંસ્કાર, જવાબદારી અને નેતૃત્વનો સારો સંદેશ આપી ગઈ.
    Click here to Read More
    Previous Article
    છઠીયારડા શાળામાં શિક્ષક દિનની ઉજવણી:સથવારા પરિવારે બાળકોને સ્વરુચિ પ્રીતિ ભોજન કરાવ્યું; વિદ્યાર્થીઓએ જવાબદારી અને નેતૃત્વનો અનુભવ કર્યો
    Next Article
    ગઢડા તાલુકા પંચાયતમાં 16મા નાણાંપંચની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ:વિપક્ષ નેતા મુકેશ ખેરે પ્રમુખ પર મનમાની અને ભાજપના સભ્યોને ગ્રાન્ટ આપવાનો આરોપ લગાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment