Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છઠીયારડા શાળામાં શિક્ષક દિનની ઉજવણી:સથવારા પરિવારે બાળકોને સ્વરુચિ પ્રીતિ ભોજન કરાવ્યું; વિદ્યાર્થીઓએ જવાબદારી અને નેતૃત્વનો અનુભવ કર્યો

    7 hours ago

    છઠીયારડા પ્રાથમિક કુમાર શાળામાં 12 સપ્ટેમ્બરના રોજ સ્વરુચિ પ્રીતિ ભોજન અને શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. સથવારા પ્રહલાદભાઈ ખેમચંદદાસ પરિવાર તરફથી કુમાર શાળા, કન્યા શાળા અને હાઈસ્કૂલના તમામ બાળકો માટે પ્રીતિ ભોજનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સથવારા પરિવારના હસમુખભાઈ, કિર્તીભાઈ, પિન્કીબેન, અમિતભાઈ અને જયશ્રીબેન હાજર રહ્યા હતા. તેમણે બાળકો માટે સ્વરૂચી ભોજનની સારી વ્યવસ્થા કરી હતી. શાળા પરિવારે અને બાળકોએ આ સેવા બદલ પરિવારનો આભાર માન્યો હતો. આ પ્રસંગે પ્રહલાદદાદા ને ૯૧ વર્ષ થવા બદલ શુભેચ્છાઓ અપાઈ હતી. તેમને લાંબુ અને સ્વસ્થ જીવન મળે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. પ્રીતિ ભોજન સાથે શાળામાં શિક્ષક દિનની ઉજવણી થઈ. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે આ ઉજવણી કરાઈ હતી. વિદ્યાર્થીઓમાં શિક્ષકની ભૂમિકા, જવાબદારી અને નેતૃત્વની ભાવના વધે તે માટે તેમને એક દિવસ શિક્ષક બનવાની તક અપાઈ હતી. શિક્ષક દિનની આ પ્રવૃત્તિમાં શાળાના ૨૯ બાળકોએ ભાગ લીધો. પટેલ જેનીલ ધવલભાઈએ આચાર્યની ભૂમિકા ભજવી, જ્યારે પટેલ તીર્થ મહેન્દ્રભાઈએ ઉપાચાર્યની જવાબદારી સંભાળી. બીજા વિદ્યાર્થીઓએ પણ અલગ અલગ ધોરણોમાં શિક્ષક તરીકે કામ કર્યું. વિદ્યાર્થીઓએ પ્રાર્થના, હાજરી, ભણાવવું, પ્રશ્નો પૂછવા, બાળકો સાથે વાતચીત અને વર્ગ વ્યવસ્થા જેવી જવાબદારીઓ સંભાળી. આ પ્રવૃત્તિથી તેમને શિક્ષકની જવાબદારી અને ભણાવવાનો સીધો અનુભવ મળ્યો. શાળાના આચાર્ય જયપ્રકાશ રમણભાઈ સથવારાએ ભોજન દાતા પરિવારને ભાગ્યશાળી ગણાવી બિરદાવ્યા તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી સાથે શિક્ષક દિનનું મહત્વ સમજાવ્યું. તેમણે સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં શિક્ષકના યોગદાન વિશે પણ વાત કરી. ૨૯ વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી તે બદલ તેમને અભિનંદન અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ અપાઈ. આમ, તિથિ ભોજનથી સેવા અને સંસ્કાર, જ્યારે શિક્ષક દિનની ઉજવણીથી શિક્ષણ અને નેતૃત્વનો સારો સમન્વય જોવા મળ્યો. આખો દિવસ બાળકો માટે આનંદદાયક અને યાદગાર રહ્યો. કાર્યક્રમ સંચાલન કિરણભાઈ દરજીએ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કાંકરિયાની શાળામાં ઈકોફ્રેન્ડલી વર્કશોપ યોજાયો:વાલીઓ અને બાળકોએ પર્યાવરણ જાળવણી માટે સર્જનાત્મક વસ્તુઓ બનાવી, સંસ્કૃતિની સમજ કેળવી
    Next Article
    પાટણની બી. ડી. વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા નિભાવી:ડૉ. રાધાકૃષ્ણનની જન્મજયંતિ પર સંભાળી શાળાની જવાબદારી, મળ્યો પ્રત્યક્ષ અનુભવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment