Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાંકરિયાની શાળામાં ઈકોફ્રેન્ડલી વર્કશોપ યોજાયો:વાલીઓ અને બાળકોએ પર્યાવરણ જાળવણી માટે સર્જનાત્મક વસ્તુઓ બનાવી, સંસ્કૃતિની સમજ કેળવી

    6 hours ago

    અમદાવાદના કાંકરિયામાં આવેલી દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળામાં શનિવારે એક ઈકોફ્રેન્ડલી વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપનો હેતુ બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, સર્જનાત્મકતા, સમૂહ ભાવના અને ભારતીય પરંપરા-સંસ્કૃતિની સમજ કેળવવાનો હતો. તેમાં વાલીઓ અને બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ વર્કશોપમાં દરેક વર્ગમાંથી બે માતાઓ અને બે બાળકોએ ભાગ લીધો હતો. વાલીઓ અને બાળકો ઘરેથી જુદી જુદી ઉપયોગી અને પર્યાવરણને અનુકૂળ વસ્તુઓ લાવ્યા હતા. તેમણે આ વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરીને સુંદર અને કામની ચીજો બનાવી હતી. આ પ્રવૃત્તિથી બાળકોમાં પર્યાવરણની જાળવણી, વસ્તુઓનો ફરીથી ઉપયોગ અને સાથે મળીને કામ કરવાની ભાવના વિકસી હતી. ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં ધાર્મિક ભાવના અને ભારતીય પરંપરા-સંસ્કૃતિ વિશેની સમજ પણ વધારી હતી. વર્કશોપ દરમિયાન વાલીઓ અને બાળકોનો ઉત્સાહ, સહકાર અને સર્જનાત્મકતા જોવા જેવા હતા. આ પ્રવૃત્તિથી વાલીઓ અને શાળા વચ્ચેના સંબંધો પણ વધુ મજબૂત બન્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય બિપીનચંદ્ર પંચાલ સાહેબે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું. વિભાગીય કો-ઓર્ડિનેટર તેજલબહેન ડણાક અને પીનલબહેન રાવળે પણ વાલીઓ અને બાળકોનો ઉત્સાહથી ભાગ લેવા બદલ આભાર માન્યો હતો. આ ઈકોફ્રેન્ડલી વર્કશોપ આનંદદાયક, સર્જનાત્મક અને શૈક્ષણિક રહ્યો હતો. આ પ્રવૃત્તિથી બાળકોમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ, સહકાર, સંસ્કાર અને ભારતીય પરંપરાઓની સમજ વિકસાવવાનો હેતુ સફળ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં ગઢડા રોડથી ઢાંકણીયા રોડ સુધી સ્પીડ બ્રેકર મૂકવાની માંગ:હજારો વાહનોની અવરજવરથી અકસ્માતનો ભય, સ્થાનિકોએ તંત્રને કરી રજૂઆત
    Next Article
    છઠીયારડા શાળામાં શિક્ષક દિનની ઉજવણી:સથવારા પરિવારે બાળકોને સ્વરુચિ પ્રીતિ ભોજન કરાવ્યું; વિદ્યાર્થીઓએ જવાબદારી અને નેતૃત્વનો અનુભવ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment