Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતો જાતે સર્વે કરી શકશે:ગાંધીનગર જિલ્લામાં 16 ઓગસ્ટથી એગ્રીસ્ટેક ડીઝીટલ ક્રોપ સર્વે શરૂ થશે

    1 day ago

    ગાંધીનગર જિલ્લામાં 16 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર 2026 સુધી કૃષિ વિભાગ દ્વારા એગ્રીસ્ટેક ડીઝીટલ ક્રોપ સર્વે યોજાશે. આ કામગીરી માટે ગામના VLE, VCE, ફાર્મર ફ્રેન્ડ અને ટેકનોલોજી જાણતા યુવાનો જોડાય શકે છે. તેમને દરેક સર્વે દીઠ 10 રૂપિયાનું ચૂકવણું DBTથી બેંક ખાતામાં મળશે. ફાર્મર રજિસ્ટ્રી કરાવેલા ખેડૂતો મોબાઈલથી જાતે પણ સર્વે કરી શકશે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ખરીફ 2026ની ઋતુ માટે ગાંધીનગર જિલ્લામાં એગ્રીસ્ટેક ડીઝીટલ ક્રોપ સર્વે હાથ ધરાશે. આ ઝુંબેશ 16 ઓગસ્ટ 2026થી શરૂ થઈને 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. આ કામ માટે દરેક ગામના VLE, VCE, ફાર્મર ફ્રેન્ડ અને સ્માર્ટફોન વાપરતા સ્થાનિક લોકો ભાગ લઈ શકે છે. જેમને આ કામ કરવું હોય તેમણે તાલુકા પંચાયતની ખેતીવાડી શાખા, તલાટી-કમ-મંત્રી, ગ્રામ સેવક (ખેતી), વિસ્તરણ અધિકારી (ખેતી), ખેતી અધિકારી કે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ગાંધીનગરની કચેરીએ જવાનું રહેશે. કામ કરનાર સર્વેયરને દરેક સર્વે બદલ 10 રૂપિયાનું મહેનતાણું તેમના બેંક એકાઉન્ટમાં સીધું DBTથી મોકલવામાં આવશે. ફાર્મર રજિસ્ટ્રી કરાવનાર ખેડૂતો ફોનથી પોતાની જમીનનો સર્વે જાતે કરી શકશે. આ સેલ્ફ-સર્વે માટે ખેડૂતોએ ગામના ગ્રામ સેવક પાસે મેળવીને કામ કરવાનું રહેશે. નાયબ ખેતી નિયામકે (વિ.) ગાંધીનગર જિલ્લાના ખેડૂતો, સરપંચો અને ગ્રામજનોને આ યોજના સફળ બનાવવા સહકાર આપવા વિનંતી કરી છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:સૌરવ ગાંગુલીને જાનથી મારી નાખવાની ધમકી; ઝારખંડમાં સ્ટુડન્ટ્સ પર લાઠીચાર્જ; રેગિંગના લીધે સુરતના ડોક્ટરનો આપઘાત, કોલંબિયામાં ભૂકંપ; 100થી વધુના મોત
    Next Article
    3 મહિનાના બાળકનું બ્રેઈન એન્ડોસ્કોપી ઓપરેશન સફળ:અમદાવાદમાં અગાઉ કરાયેલા ઓપરેશન બાદ શન્ટ ખસી જતા ગંભીર સ્થિતિ, ઝાયડસમાં ન્યુરોસર્જન અને ટીમે સફળ સર્જરી કરી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment