Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવેમ્બર સુધીમાં પાલિકાના કાફલામાં 100 નવી ઇલેક્ટ્રિક બસો જોડાશે:આવતીકાલે પાલ-કામરેજ રૂટ પર ટ્રાયલ રન, સુરતમાં પર્યાવરણલક્ષી પરિવહનને વેગ

    7 hours ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે જાહેર પરિવહન સેવાને વધુ સુદૃઢ, આરામદાયક અને પર્યાવરણને અનુકૂળ બનાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. સુરતીઓ માટે સિટીબસની કનેક્ટિવિટી વધુ સુગમ બને તે માટે પાલિકાને આગામી નવેમ્બર મહિના સુધીમાં નવી 100 ઇલેક્ટ્રિક બસો મળે તે દિશામાં સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ નવીન ઇલેક્ટ્રિક બસો તમામ તકનીકી અને સલામતીના માપદંડો મુજબ ખરી ઊતરે છે કે નહીં તેની ચકાસણી માટે આવતી કાલે મંગળવારથી તેનો વિધિવત ટ્રાયલ રન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિવિધ માર્ગો પર પ્રતિદિન 650થી વધુ બસો દોડી રહી સુરત પાલિકા દ્વારા શહેરીજનોને વ્યાજબી અને ઓછા દરે સુગમ ટ્રાન્સપોર્ટ સુવિધા પૂરી પાડવા માટે સિટીબસ અને BRTS નેટવર્કનું સફળ સંચાલન કરવામાં આવી રહ્યું છે. વર્તમાન સમયમાં સુરતના વિવિધ માર્ગો પર પ્રતિદિન 650થી વધુ બસો દોડી રહી છે, જેનો લાભ રોજના આશરે 2.25 લાખથી પણ વધુ મુસાફરો લઈ રહ્યા છે. 600 જેટલી નવી ઇલેક્ટ્રિક બસો ફાળવવા રજૂઆત જોકે, વધતા પ્રદૂષણને અટકાવવા અને પર્યાવરણની સુરક્ષા જાળવવાના ઉદ્દેશ્યથી પાલિકા તબક્કાવાર જૂની ડીઝલ બસોના સ્થાને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું આયોજન કરી રહી છે. આ ગ્રીન મોબિલિટી અભિયાન અંતર્ગત પાલિકા દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ કુલ 600 જેટલી નવી ઇલેક્ટ્રિક બસો ફાળવવા માટે સત્તાવાર રજૂઆત કરવામાં આવી હતી. રૂટ નંબર 17 (પાલથી કામરેજ) વચ્ચે ટ્રાયલ માટે દોડાવાશે કેન્દ્ર સરકાર તરફથી મળનારી બસો પૈકી પ્રાથમિક તબક્કે 100 ઇલેક્ટ્રિક બસો નવેમ્બર માસ સુધીમાં સુરતને મળી જાય તેવી પ્રબળ શક્યતા છે. આ સમગ્ર કાફલાને નિયમિત રૂટ પર કાર્યરત કરતાં પહેલાં મંગળવારથી ટ્રાયલ રન હાથ ધરાશે. હાલ આ પ્રાયોગિક પરીક્ષણ માટે પાલિકા પાસે 1 ઇલેક્ટ્રિક બસ ઉપલબ્ધ બની છે, જેને રૂટ નંબર 17 (પાલથી કામરેજ) વચ્ચે ટ્રાયલ માટે દોડાવવામાં આવશે. આ ટ્રાયલ દરમિયાન બસની બેટરી ક્ષમતા, ચાર્જિંગ સમય, પિક-અપ અને મુસાફરોની અનુકૂળતા અંગેનો સર્વાંગી રિપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ સ્તરે મોકલવામાં આવશે, જેના આધારે બસોના સંચાલનની આગળની પ્રક્રિયા આખરી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વાહન ટોઈંગ મામલે બબાલ, પોલીસકર્મીને કહ્યું- મારી ગાડી કેમ ઉપાડી?:સંગમ ચાર રસ્તા પાસે ચાલક અને કર્મચારીઓ વચ્ચે મારામારી, કપડાં ફાટી ગયા; વીડિયો વાયરલ
    Next Article
    સુરેન્દ્રનગરમાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ સફાઈ અને વૃક્ષારોપણ:ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના અધિકારીઓ-કર્મચારીઓએ શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment