Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 મહિનાના બાળકનું બ્રેઈન એન્ડોસ્કોપી ઓપરેશન સફળ:અમદાવાદમાં અગાઉ કરાયેલા ઓપરેશન બાદ શન્ટ ખસી જતા ગંભીર સ્થિતિ, ઝાયડસમાં ન્યુરોસર્જન અને ટીમે સફળ સર્જરી કરી‎

    1 day ago

    દાહોદના સેફી મોહલ્લામાં રહેતા માત્ર 3 મહિનાના અઝહર જફર શેખ નામના બાળકનું ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાહોદ ખાતે સફળતાપૂર્વક બ્રેઈન એન્ડોસ્કોપી ઓપરેશન કરાયું હતું. સફળ સારવાર બાદ બાળકને હોસ્પિટલમાંથી રજા આપી હતી. બાળકના જન્મના થોડા સમય બાદ મગજના ભાગમાં પાણી ભરાવાની તકલીફ સર્જાઈ હતી. જેના પગલે બાળકના પિતાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બાળકનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન બાદ મગજમાંથી પાણી બહાર કાઢવા માટે મૂકવામાં આવેલી શન્ટ ખસી જતા પાણી ચામડીની બહાર આવવા લાગ્યું હતું. આ ગંભીર સ્થિતિમાં બાળકને વધુ સારવાર માટે દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં તપાસ બાદ બાળકની સ્થિતિને ધ્યાનમાં રાખીને બ્રેઈન એન્ડોસ્કોપી સર્જરી કરવાનો નિર્ણય લેવાયો હતો. ન્યુરોસર્જન ડૉ.ધીરેન હાડા, એનેસ્થેસિયોલોજિસ્ટ ડૉ.ગિરીશ સહિતની ટીમ તેમજ પીડિયાટ્રિક વિભાગની ટીમે સંકલિત પ્રયાસો સાથે બાળકનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. સર્જરી બાદ બાળકની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો અને તબીબી દેખરેખ હેઠળ સારવાર આપ્યા બાદ તેને રજા આપી હતી. 3 મહિનાના બાળકની સફળ સારવાર થતાં પરિવારજનોએ તબીબો અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતો જાતે સર્વે કરી શકશે:ગાંધીનગર જિલ્લામાં 16 ઓગસ્ટથી એગ્રીસ્ટેક ડીઝીટલ ક્રોપ સર્વે શરૂ થશે
    Next Article
    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:દૂષ્કર્મ બાદ દિશાંતે પોતાના કપડાં ઇન્દિરા બ્રિજ નીચે નદીમાં ફેંકી દીધા, સગીરાના સગેવગે કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment