Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:દૂષ્કર્મ બાદ દિશાંતે પોતાના કપડાં ઇન્દિરા બ્રિજ નીચે નદીમાં ફેંકી દીધા, સગીરાના સગેવગે કર્યા

    1 day ago

    17 વર્ષની કોલેજીયન સગીરા પર અમાનુષી દુષ્કર્મ આચરીને તેને મોતના મુખમાં ધકેલી દેનાર આરોપી દિશાંત શર્મા પોલીસની ધારણા કરતા પણ વધારે શાતિર નીકળ્યો છે. પોલીસ પકડથી દૂર રહ્યો તેટલા સમયમાં તેણે મહત્વના પુરાવાનો નાશ કરવાના મહત્તમ પ્રયાસ કર્યા છે. પરિણામે હજુ સુધી પોલીસ પાસે મજબૂત પુરાવા આવી શક્યા નથી. તે પોલીસને પુછપરછ દરમિયાન પણ પુરતો સહકાર આપતો નથી. દુષ્કર્મના કેસમાં સૌથી મજબૂત પુરાવા આરોપી અને પિડીતાના કપડાં હોય છે પરંતુ આરોપીએ બંનેના કપડાં ગાયબ કરી દીધા છે. આ ઘટનામાં આરોપીને સેક્ટર-16ના ગેસ્ટ હાઉસમાં અમાનુષી દુષ્કર્મ આચર્યા બાદ પિડીતાને વધુ પડતો રક્ત સ્ત્રાવ થતાં આરોપી તેને લઇને હોસ્પિટલ પહોંચ્યો હતો તેની સારવાર ચાલુ બાદ આરોપીએ પુરાવાનો નાશ કરવાના ઇરાદે સૌથી પહેલા પોતાના અને પિડીતાના કપડાં સગેવગે કરી દીધા હતા. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આરોપી દિશાંત શર્માએ પકડાઇ જવાના ડરે પોતાના કપડાં ઇન્દિરા બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધા હતા જ્યારે પિડીતાના કપડાં પણ તેણે પોતાના કોઇ પરિચિત ત્રાહિત વ્યક્તિને બોલાવીને સગેવગે કરવા આપી દીધા હતા. પરિણામે આરોપીની ધરપકડ બાદ પણ પોલીસ હજુ સુધી કપડાં મેળવી શકી નથી. બીજીતરફ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીને બુધવારે બપોરે 3 વાગ્યા સુધીના રીમાન્ડ આપ્યા હતા. આ દરમિયાન પોલીસ આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરશે અને મહત્વના પુરાવા ભેગા કરશે. હજુ સુધી આરોપીએ ગુનામાં ક્યા વાહનનો ઉપયોગ કર્યો હતો તેની માહિતી પણ પોલીસને આપી નથી. આ વાહન પણ જપ્ત લેવાનું બાકી છે. દુષ્કર્મ બાદ પોલીસ પિડીતાને લઇને જે જે હોસ્પિટલોમાં ગયો હતો ત્યાં પણ આરોપીને સાથે રાખીને તપાસ કરવામાં આવશે. આરોપી અને પિડીતાના કપડાં રીકવર કરવા પોલીસ માટે ચેલેન્જ સમાન બની ગયું છે. આરોપીએ પોતાના કપડાં નદીમાં ફેંકી દીધા હોવાથી આરોપી પાસેથી ચોક્કસ લોકેશન જાણીને પોલીસ દ્વારા નદીમાં શોધખોળ કરાશે. આટલા દિવસ પાણીમાં રહ્યા બાદ કપડા મળે તો પણ તેમાંથી પુરાવા મળી શકે કે કેમ તે પ્રશ્ન છે. પિડીતાના કપડાં પણ તેણે નાશ કરવા માટે ત્રાહિત વ્યક્તિને આપી દીધા છે તેને પોલીસ આરોપી તરીકે લે છે કે નહીં તે પ્રશ્ન છે.
    Click here to Read More
    Previous Article
    3 મહિનાના બાળકનું બ્રેઈન એન્ડોસ્કોપી ઓપરેશન સફળ:અમદાવાદમાં અગાઉ કરાયેલા ઓપરેશન બાદ શન્ટ ખસી જતા ગંભીર સ્થિતિ, ઝાયડસમાં ન્યુરોસર્જન અને ટીમે સફળ સર્જરી કરી‎
    Next Article
    આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે:શ્રાવણના સોમવારે અને પવિત્ર તહેવારોમાં શહેરમાં ચાલતી મટનશોપ અને ફિશશોપ બંધ રાખવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment