Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે:શ્રાવણના સોમવારે અને પવિત્ર તહેવારોમાં શહેરમાં ચાલતી મટનશોપ અને ફિશશોપ બંધ રાખવા આદેશ

    1 day ago

    આગામી ટુંક જ સમયમાં શ્રાવણ માસના પવિત્ર તહેવારો શરૂ થવાના છે. જેને લઈને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં ચાલતી મટન માર્કેટ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. આગામી તા.17 ઓગસ્ટને શ્રાવણ માસના પ્રથમ સોમવાર, તા.24 ને શ્રાવણ સોમવાર, તા.28ને રક્ષાબંધન, તા.31ને શ્રાવણ સોમવાર, તા.4 સપ્ટેમ્બરને જનમાષ્ટમી, તા.7ને શ્રાવણ સોમવાર, તા.11 સપ્ટેમ્બરને ભાદરવી અમાસ તેમજ તા.14 સપ્ટેમ્બરથી ગણેશ ચર્તુથી તથા જૈન સંવત્સરીના તહેવારોમાં ઉજવવામાં આવવાના છે. આ પવિત્ર તહેવારોના દિવસે શહેરમાં ચાલી રહેલી નોનવેજની દુકાનો, મટનમાર્કેટ, ફિશમાર્કેટ, મીટશોપ, પોલ્ટ્રીશોપ- લારીગલ્લાઓ બંધ રાખવા મનપા કમિશ્નર દ્વારા ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ 46(1)(ડી) હેઠળ આદેશ કરવામાં આવ્યો છે. કમિશ્નર દ્વારા કરવામાં આવેલા આદેશનો આગામી સમયમાં કોઈ ભંગ કરતા પકડાશે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ મીટશોપ ધારકોએ નોંધ લેવા જૂનાગઢ પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:દૂષ્કર્મ બાદ દિશાંતે પોતાના કપડાં ઇન્દિરા બ્રિજ નીચે નદીમાં ફેંકી દીધા, સગીરાના સગેવગે કર્યા
    Next Article
    ઓફિસની ચાવી લીધા બાદ મનપાએ કબ્જો પોતાની પાસે રાખ્યો‎:વેરો ભરવા છતાં રેલવે યુનિયનને ઓફિસનો કબ્જો સોંપાતો નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment