Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરના દલવાડામાં નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરી:સામાજિક બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો, તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોટાભાઈનું ઢીમ ઢાળી દીધું

    9 hours ago

    પાલનપુર તાલુકાના દલવાડા ગામમાં નાના ભાઈ હીરા પટેલે પોતાના મોટાભાઈ રમેશ પટેલની હત્યા કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ખેતરમાં કામ કરતી વખતે સામાજિક બાબતને લઈને બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. મૃતકના પુત્રએ કાકા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી આ ઝઘડા દરમિયાન, હીરા પટેલ ઉશ્કેરાઈ ગયો હતો અને તીક્ષ્ણ હથિયાર વડે મોટાભાઈ રમેશના માથા અને ડાબા ખભા પર ઘા માર્યા હતા. જેથી ગંભીર ઈજા થવાને કારણે રમેશનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ ગઢ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક રમેશ પટેલના પુત્રએ પોતાના કાકા હીરા પટેલ વિરુદ્ધ ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી ગુજરાત મુલાકાતે:આદિવાસી નૃત્ય સાથે એરપોર્ટ પર સ્વાગત, રાજીવગાંધી ભવન સુધી રેલી યોજાઈ; ધારાસભ્યો અને શહેર-જિલ્લા પ્રમુખો સાથે બેઠક યોજશે
    Next Article
    જામનગરના પેલેસ જૈન દેરાસરમાં મહાવીર સ્વામીને પક્ષાલ-પૂજા:પર્યુષણ પર્વના પાંચમા દિવસે મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment