Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી ગુજરાત મુલાકાતે:આદિવાસી નૃત્ય સાથે એરપોર્ટ પર સ્વાગત, રાજીવગાંધી ભવન સુધી રેલી યોજાઈ; ધારાસભ્યો અને શહેર-જિલ્લા પ્રમુખો સાથે બેઠક યોજશે

    9 hours ago

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રણદીપસિંઘ સુરજેવાલા પ્રભારી બન્યા બાદ પહેલી વખત ગુજરાત મુલાકાતે આવ્યા છે. થોડા સમય પહેલા જ મુકુલ વાસનિકને પ્રભારી પદેથી હટાવીને રણદીપસિંઘ સુરજેવાલાને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી હતી. જેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવ્યા બાદ આ તેમની પહેલી મુલાકાત હોવાથી રાજીવ ગાંધી ભવન પર બેઠકોનો ધમધમાટ ચાલવાનો છે. અમદાવાદ એરપોર્ટ પર આદિવાસી નૃત્ય સાથે પાઘડી પહેરાવી પ્રભારી રણદીપસિંઘ સુરજેવાલાનું સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટથી રાજીવ ગાંધી ભવન સુધી રેલી યોજાઈ અમદાવાદ એરપોર્ટથી રાજીવ ગાંધી ભવન સુધી બાઈક રેલી યોજાઈ હતી. આ બાઈક રેલીમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત ધારાસભ્યો, કોર્પોરેટર અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જો કે બાઇક રેલીમાં યુથ કોંગ્રેસ અને NSUI ના કાર્યકર્તાઓની પાંખી હાજરી જોવા મળી હતી. શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને વિવિધ સેલના ચેરમેન સાથે બેઠક કરશે રાજીવ ગાંધી ભવન ખાતે આખો દિવસ બેઠકો ચાલવાની છે. રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશના હોદ્દેદારો, શહેર-જિલ્લા પ્રમુખો, સેલ-ડિપાર્ટમેન્ટના ચેરમેન તથા ધારાસભ્યો સાથે પ્રભારી રણદીપસિંઘ સુરજેવાલા બેઠક કરવાના છે. પહેલી બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે ચર્ચા કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી પ્રદેશ સંગઠનમાં કોઈ ફેરફાર આવ્યો નથી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અનેક વખત દિલ્હી જઈ આવ્યા પરંતુ તેમ છતાં નવા સંગઠનમાં કોનો સમાવેશ કરવો તે કોંગ્રેસ નક્કી કરી શક્યું નથી. જેથી હવે નવા પ્રભારી આવ્યા આગામી સમયમાં સંગઠનમાં પણ મોટો બદલાવ જોવા મળશે. કારણ કે નવા પ્રભારી સામે સૌથી મોટો પડકાર 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં નવી ઊર્જા ભરવાનો છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી પ્રભારી રણદીપસિંઘ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, ગુજરાત એ બાપુ અને સરદાર પટેલની ભૂમિ છે. કોંગ્રેસની વિચારધારાનું સર્જન ગુજરાતથી થયું છે. અમારા માટે, ગુજરાત કોંગ્રેસ માટે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે ગુજરાત એક પ્રાંત નથી પ્રેરણાસ્ત્રોત છે. ગુજરાતના નિર્માણની, પ્રગતિની, વિકાસની તેમજ ભાઈ ચારાનો રસ્તો વધુ મજબૂત કરીશું.
    Click here to Read More
    Previous Article
    લાલપુર શિશુમંદિરના ધોરણ 8ના વિદ્યાર્થીઓએ સાયકલ પર વાડીની મુલાકાત લીધી:ખેતીની પ્રક્રિયાઓ, પાકની સંભાળ અને છોડની વૃદ્ધિનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું
    Next Article
    પાલનપુરના દલવાડામાં નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરી:સામાજિક બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો, તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોટાભાઈનું ઢીમ ઢાળી દીધું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment