Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુર શિશુમંદિરના ધોરણ 8ના વિદ્યાર્થીઓએ સાયકલ પર વાડીની મુલાકાત લીધી:ખેતીની પ્રક્રિયાઓ, પાકની સંભાળ અને છોડની વૃદ્ધિનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું

    8 hours ago

    લાલપુરની શ્રી સરસ્વતી શિશુમંદિર શાળાના ધોરણ ૮ના વિદ્યાર્થીઓ માટે સાયકલ સવારી સાથે વાડીની શૈક્ષણિક મુલાકાત ગોઠવવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ સાયકલ પર વાડી ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ખેતરમાં ઉગાડવામાં આવેલા અલગ અલગ પાકો અને શાકભાજીના છોડને નજીકથી જોયા હતા. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ ખેતીની વિવિધ પ્રક્રિયાઓ, પાકની સંભાળ, છોડની વૃદ્ધિ અને ખેતરમાં થતી કામગીરી વિશે સીધી જાણકારી મેળવી હતી. ખેડૂતો સાથે વાતચીત કરીને વિદ્યાર્થીઓએ ખેતી સાથે જોડાયેલી ઘણી બાબતો સમજવાનો પ્રયાસ કર્યો. વર્ગખંડમાં મેળવેલા જ્ઞાનને સીધા અનુભવ સાથે જોડવાના હેતુથી યોજાયેલી આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે ખૂબ જ્ઞાનવર્ધક અને રસપ્રદ બની હતી. સાયકલ સવારી દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક સક્રિયતાની સાથે પ્રકૃતિ અને ખેતી પ્રત્યેનો રસ વધે તેવો પ્રયાસ પણ કરાયો હતો. શાળાની આવી શૈક્ષણિક પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને પુસ્તકી અભ્યાસની સાથે આસપાસના કુદરતી વાતાવરણ, ખેતી અને ગ્રામ્ય જીવનને નજીકથી સમજવાની તક મળે છે. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વાડીની મુલાકાત લઈ ખેતી અંગેનું પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    તારીખ પર તારીખ નથી જોઈતી અમારે હિસાબ જોઈએ:સુરતમાં શ્રમિકોએ કલેક્ટર કચેરીને બાનમા લીધી, 'રવિવારની રજા અને પૂરો પગાર આપો'
    Next Article
    કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી ગુજરાત મુલાકાતે:આદિવાસી નૃત્ય સાથે એરપોર્ટ પર સ્વાગત, રાજીવગાંધી ભવન સુધી રેલી યોજાઈ; ધારાસભ્યો અને શહેર-જિલ્લા પ્રમુખો સાથે બેઠક યોજશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment