Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં 960 બિયર નંગ સાથે બુટલેગર ઝડપાયો:ઢોલુમ્બર સીમમાંથી ₹7.64 લાખનો મુદ્દામાલ જપ્ત, ત્રણ વોન્ટેડ

    4 days ago

    નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ ₹7,64,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વાય.જી. ગઢવી, પીએસઆઈ એમ.બી. ગામીત અને તેમની ટીમ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પી.આઈ. જાડેજાને ખાનગી બાતમીદાર દ્વારા બોલેરો પિકઅપ ટેમ્પોમાં દારૂનો જથ્થો સપ્લાય થતો હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઢોલુમ્બર ગામની સીમમાં, પુનીયાબારી ફળીયા ખાનપુરથી તોરણવેરા જતા જાહેર રોડ પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, શંકાસ્પદ મહિન્દ્રા બોલેરો પિકઅપ ટેમ્પો (રજી. નં. GJ-15-AV-8176) ને રોકી તલાશી લેવામાં આવી હતી. તલાશી લેતા તેમાંથી પાસ-પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 29 વર્ષીય ચાલક આશીષ પ્રભુભાઇ રાવત (રહે. પાણીખડક ગામ, તા. ખેરગામ, જિ. નવસારી) ની અટકાયત કરી હતી. તેની પાસેથી 960 નંગ દારૂ-બિયરનો જથ્થો (કિંમત ₹2,54,400), મહિન્દ્રા બોલેરો પિકઅપ BS4 ટેમ્પો (કિંમત ₹5,00,000) અને એક મોબાઈલ ફોન (કિંમત ₹10,000) સહિત કુલ ₹7,64,400 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગુનામાં દારૂનો જથ્થો ભરાવનાર અરૂણ બાબુભાઇ ફડવલ (રહે. રાન્ધા-સેલવાસ), મંગાવનાર વિપુલ પટેલ (રહે. રંગપુર-વાંસદા) અને નાનુભાઇ (રહે. ચુનાવાડી-ડોલવણ, જિ. તાપી) સહિત અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે. આ તમામ વિરુદ્ધ ચીખલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં સીનિયર પી.આઈ. વી.જે. જાડેજા, પીએસઆઈ વાય.જી. ગઢવી, પીએસઆઈ એમ.બી. ગામીત તેમજ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ, અયાઝ મતરફ, બ્રિજેશકુમાર, પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઇ અને તાહીરઅલી સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    રામ મંદિરમાં ચોરી- ટિન્નુ યાદવ સહિત 8 આરોપીઓની ધરપકડ:પોલીસ આજે કોર્ટમાં હાજર કરશે; કેજરીવાલ રામલલ્લાના દર્શન કરવા પહોંચ્યા
    Next Article
    વડોદરાના દશરથ ગામમાં શોરૂમમાં વોશિંગનું કામ કરતા યુવકની હત્યા:ઘટનાસ્થળેથી મોટો પથ્થર મળ્યો, પિતાનું મોતિયાનું ઓપરેશન થયું હોવાથી તેમના કામ પર ગયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment