Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના દશરથ ગામમાં શોરૂમમાં વોશિંગનું કામ કરતા યુવકની હત્યા:ઘટનાસ્થળેથી મોટો પથ્થર મળ્યો, પિતાનું મોતિયાનું ઓપરેશન થયું હોવાથી તેમના કામ પર ગયો હતો

    5 days ago

    વડોદરા નજીકના દશરથ ગામમાં ખાનગી શોરૂમમાં ગાડીઓના વોશિંગનું કામ કરતા 42 વર્ષીય ઉમેદ ભવનભાઈ વસાવાની અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાની પ્રાથમિક આશંકા વચ્ચે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને હત્યાના કારણો તેમજ આરોપીઓ સુધી પહોંચવા વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. વડોદરા નજીકના દશરથ ગામમાં આવેલી ખાનગી કાર શોરૂમમાં ગાડીઓના વોશિંગનું કામ કરતા 42 વર્ષીય ઉમેદ ભવનભાઈ વસાવા મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં પોલીસે અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા મારી તેમની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. મૃતક ઉમેદ વસાવા તેમના પિતાના મોતિયાના ઓપરેશનને કારણે તેમની જગ્યાએ શોરૂમમાં ડ્યૂટી પર ગયા હતા. બીજા દિવસે સવારે પરિવારજનો તેમને બોલાવવા પહોંચ્યા ત્યારે તેઓ જમીન પર બ્લેન્કેટથી ઢાંકેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા. નજીકમાં એક મોટો પથ્થર પણ પડેલો હતો. પરિવારજનોએ બ્લેન્કેટ હટાવતા ઉમેદ વસાવા લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા, જેને પગલે પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પંચનામાની કાર્યવાહી સાથે તપાસ શરૂ કરી હતી. મૃતકના પરિવારમાં પત્ની, 3 સંતાનોનો સમાવેશ થાય છે. પરિવારે હત્યારાઓને તાત્કાલિક ઝડપી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે હત્યાના કારણો અને સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં 960 બિયર નંગ સાથે બુટલેગર ઝડપાયો:ઢોલુમ્બર સીમમાંથી ₹7.64 લાખનો મુદ્દામાલ જપ્ત, ત્રણ વોન્ટેડ
    Next Article
    લાલપુરમાં મોહરમ નિમિત્તે તાજિયાની ભવ્ય ઉજવણી:હુશૈની ચોકમાં 'યા હુશૈન'ના નારા ગુંજ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment