Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં નવા શ્રમ કાયદા અંગે ઉદ્યોગકારોને માર્ગદર્શન:સુરક્ષિત કાર્યસ્થળ અને શ્રમિકોના આરોગ્ય પર ભાર, ઉદ્યોગકારોની મૂંઝવણ દૂર કરાઈ

    6 hours ago

    વાપીમાં ઉદ્યોગકારોને નવા શ્રમ કાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સત્રમાં સુરક્ષિત કાર્યસ્થળ અને શ્રમિકોના આરોગ્ય પર ખાસ ભાર મુકાયો હતો. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) અને ગુજરાત સરકારના ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ (DISH) દ્વારા આ કાર્યક્રમ કનુ દેસાઈ VIA ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. આ માહિતી સત્ર ‘The Occupational Safety, Health and Working Conditions Code, 2020’ પર કેન્દ્રિત હતું. વલસાડના ડેપ્યુટી ચીફ ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર એમ.સી. ગોહિલ મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. એમ.સી. ગોહિલે ઔદ્યોગિક એકમોમાં સલામતીના કાયદાનું પાલન કેવી રીતે સરળતાથી કરી શકાય તે સમજાવ્યું. તેમણે શ્રમિકોના આરોગ્યની જાળવણી અને સુરક્ષિત કાર્યસ્થળ બનાવવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું. તેમણે નવા કાયદાની વિવિધ જોગવાઈઓને સરળ ભાષામાં સમજાવી. આ કાયદાનો વ્યવહારુ અમલ ઉદ્યોગો અને કામદારો બંને માટે કેવી રીતે ફાયદાકારક બની શકે છે તેની પણ ચર્ચા કરી. ખાસ કરીને ઔદ્યોગિક સલામતી, કામદારોના આરોગ્ય અને કાર્યસ્થળ પર સુરક્ષાના માપદંડો જાળવવા અંગે ઉદ્યોગકારોને જરૂરી માહિતી અપાઈ. માહિતી સત્ર પછી, હાજર ઉદ્યોગકારો, સેફ્ટી હેડ્સ અને એચ.આર. મેનેજર્સ દ્વારા નવા કાયદાની જોગવાઈઓ અને તેના અમલને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા. એમ.સી. ગોહિલ અને DISHની ટીમે આ પ્રશ્નોના જવાબ આપી ઉદ્યોગકારોની મૂંઝવણો દૂર કરી. આ કાર્યક્રમમાં VIAના પ્રમુખ સતીષ પટેલ, સેક્રેટરી કલ્પેશ વોરા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ કૌશિક પટેલ પણ ઉપસ્થિત હતા. આ ઉપરાંત, વલસાડ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોમાંથી મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, સેફ્ટી હેડ્સ અને એચ.આર. મેનેજર્સ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે અગ્રણીઓએ DISH ટીમ અને એમ.સી. ગોહિલના માર્ગદર્શન બદલ આભાર માન્યો.
    Click here to Read More
    Previous Article
    બેચરાજીના મેડોસર તળાવની પાળે જૂની અદાવતમાં ધીંગાણું:અકસ્માતના મનદુઃખમાં 10થી વધુ શખ્સોના ટોળાનો રિક્ષાચાલકના પરિવાર પર જીવલેણ હુમલો
    Next Article
    શ્રાવણ અમાસે સોમનાથ મહાદેવને ભવ્ય અન્નકૂટ દર્શન:પાવન પર્વે શિવોત્સવનું સમાપન, દિવ્ય શૃંગાર દર્શને ભક્તો શિવમય બન્યા; પરિસરમાં ‘હર હર મહાદેવ’નો નાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment