Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણ અમાસે સોમનાથ મહાદેવને ભવ્ય અન્નકૂટ દર્શન:પાવન પર્વે શિવોત્સવનું સમાપન, દિવ્ય શૃંગાર દર્શને ભક્તો શિવમય બન્યા; પરિસરમાં ‘હર હર મહાદેવ’નો નાદ

    6 hours ago

    પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ધામ પ્રભાસ પાટણ ખાતે શ્રાવણ કૃષ્ણ અમાવસ્યાના પવિત્ર દિવસે ભવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસ દરમિયાન ચાલેલી વિશેષ પૂજા-અર્ચના, જપ, તપ અને દિવ્ય શૃંગારોના પવિત્ર શિવોત્સવની અમાવસ્યાના દિવસે મહાદેવને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ભોગ અર્પણ કરીને ભાવસભર પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. મહાદેવને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો પવિત્ર અમાવસ્યાના અવસરે સોમનાથ મહાદેવને વિવિધ પ્રકારના મિષ્ઠાન, અન્ન અને પૌષ્ટિક વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ઈશ્વરે આપેલા અન્ન અને સમૃદ્ધિ પ્રત્યે આભાર વ્યક્ત કરવાના આધ્યાત્મિક ભાવ સાથે આ અન્નકૂટ ભગવાનના ચરણોમાં સમર્પિત કરાયો હતો. દિવ્ય શૃંગાર સાથે ઝળહળ્યા સોમનાથ મહાદેવ અન્નકૂટ દર્શન પ્રસંગે સોમનાથ મહાદેવજીને દિવ્ય વસ્ત્રો અને આભૂષણોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. ભગવાનનો આ દિવ્ય અને અલૌકિક શૃંગાર આધ્યાત્મિક તેજ સાથે ઝળહળી ઉઠ્યો હતો, જેના દર્શન કરીને દર્શનાર્થીઓ ભાવવિભોર બન્યા હતા. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ અન્નકૂટ દર્શનના આ પાવન પ્રસંગે સોમનાથ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. મહાદેવના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ભક્તોના હૃદયમાંથી 'હર હર મહાદેવ' અને 'ૐ નમઃ શિવાય'નો નાદ ગુંજી ઉઠ્યો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. શિવોત્સવની સમાપન પણ ભક્તિ અવિરત શ્રાવણ માસના અંતિમ દિવસે અન્નકૂટ શૃંગાર સાથે શિવોત્સવનું વિધિવત સમાપન થયું હતું. તહેવાર પૂર્ણ થયો હોવા છતાં ભક્તોના હૃદયમાં સોમનાથ મહાદેવ પ્રત્યેની અગાધ ભક્તિ અને શ્રદ્ધાનો પ્રવાહ અવિરતપણે વહેતો રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં નવા શ્રમ કાયદા અંગે ઉદ્યોગકારોને માર્ગદર્શન:સુરક્ષિત કાર્યસ્થળ અને શ્રમિકોના આરોગ્ય પર ભાર, ઉદ્યોગકારોની મૂંઝવણ દૂર કરાઈ
    Next Article
    From biological weapons to espionage: What Anthropic’s report reveals about AI misuse

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment