Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા:આંગણવાડી બહેનોએ ટેક હોમ રાશનથી બનાવી વાનગીઓ;મિલેટ અને કઠોળના ઉપયોગથી પોષણનો સંદેશ અપાયો;ઉત્કૃષ્ટ વાનગી બનાવનાર બહેનોને ઇનામ અપાયાં

    14 hours ago

    મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઈસીડીએસ પાટણ તથા સરસ્વતી તાલુકાના સહયોગથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે પોષણ ઉત્સવ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાટણ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળની અધ્યક્ષતામાં યોજાયેલા આ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું વિશેષ આયોજન કરાયું હતું. પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન અને મૂલ્યાંકન આ સ્પર્ધામાં પાટણ અને સરસ્વતી તાલુકાની આંગણવાડી કાર્યકર્તા બહેનો તેમજ આઈસીડીએસ વિભાગના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે ટેક હોમ રાશન, વિવિધ કઠોળ અને મિલેટ (શ્રી અન્ન)નો ઉપયોગ કરીને સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ બનાવી પ્રદર્શિત કરી હતી. નિષ્ણાતોની ટીમે વાનગીઓનું પોષણમૂલ્ય, ગુણવત્તા, સ્વચ્છતા અને રજૂઆતના આધારે મૂલ્યાંકન કરીને વિજેતાઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામો આપ્યા હતા. કુપોષણમુક્ત પાટણ માટે આહ્વાન આઈસીડીએસ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેને આ પૌષ્ટિક વાનગીઓનો ઉપયોગ આંગણવાડીના બાળકોના આહારમાં કરવા અનુરોધ કર્યો હતો. તેમણે સમગ્ર જિલ્લાને કુપોષણમુક્ત બનાવવા માટે સૌને એકજૂથ થઈને પ્રયાસો કરવા આહ્વાન કર્યું હતું. પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળે આંગણવાડી કેન્દ્રો માટે કાયમી મકાનની વ્યવસ્થા ઊભી કરવા તંત્ર તરફથી પૂરતા પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. સૌએ લીધા પોષણ શપથ કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ અધિકારીઓ, કર્મચારીઓ અને બહેનોએ કુપોષણમુક્ત પાટણના નિર્માણ માટે એકસુરે પોષણ શપથ લીધા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જીનલબેન પટેલ, સી.ડી.પી.ઓ. રંજનબેન, ઉર્મિલાબેન, હેતલબેન સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં ચાર સિસ્ટમ સક્રિય:આવતીકાલે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, મોલ, રેસ્ટોરન્ટ્સ અને દુકાન 24 કલાક ખૂલ્લા રહેશે, બેંકોની હડતાળથી હાલાકી
    Next Article
    ઝાલાવાડના ‘મધર ટેરેસા’ મોંઘીબેનને 8મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ:ધારાસભ્ય જગદીશ મકવાણાએ સંસ્થાને પોતાની ગ્રાન્ટમાંથી 5 લાખનું દાન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment