Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝાલાવાડના ‘મધર ટેરેસા’ મોંઘીબેનને 8મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ:ધારાસભ્ય જગદીશ મકવાણાએ સંસ્થાને પોતાની ગ્રાન્ટમાંથી 5 લાખનું દાન આપ્યું

    15 hours ago

    સુરેન્દ્રનગર-વઢવાણના મૂળચંદ રોડ પર આવેલા સ્વ. મોંઘીબેન મકવાણા કન્યા શિક્ષણ સંકુલમાં સંસ્થાના સ્થાપક અને ઝાલાવાડના ‘મધર ટેરેસા’ તરીકે ઓળખાતા સ્વ. મોંઘીબેન મકવાણાની આઠમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે હાજર આગેવાનો, સંસ્થાના કાર્યકરો, સેવકો અને દાતાઓએ સ્વ. મોંઘીબેનની પ્રતિમાને ફૂલ ચડાવી તેમના શિક્ષણ અને સેવાકાર્યોને યાદ કર્યા. સ્વ. મોંઘીબેન મકવાણાએ પોતાના જીવનના લગભગ ત્રણ દાયકા શિક્ષણ અને સમાજસેવા માટે આપ્યા હતા. ખાસ કરીને ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાં મજૂરી કરતા પરિવારોની દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે તેમણે માતા-પિતાને સમજાવી દીકરીઓને ભણવા તરફ વાળવા ખૂબ પ્રયાસો કર્યા. છાત્રાલયમાં રહેવા, અભ્યાસ કરવાની સાથે દીકરીઓને યોગ્ય માર્ગદર્શન અને જીવન ઘડતરની તક આપવાનું તેમણે જીવનનો મુખ્ય હેતુ બનાવ્યો હતો. જાણીતા કથાકાર મોરારીબાપુના હાથે સંસ્થાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજે આ સંકુલમાં 200થી વધુ દીકરીઓ ભણી રહી છે. આ સ્વ. મોંઘીબેને શરૂ કરેલી કન્યા કેળવણીની જ્યોત આજે પણ ચાલુ છે તેનું જીવતું ઉદાહરણ છે. સ્વ. મોંઘીબેનને શિક્ષણ અને મહિલા કલ્યાણ ક્ષેત્રમાં કરેલી સેવાઓ માટે સાવિત્રીબાઈ ફુલે શિક્ષણ રત્ન એવોર્ડ, પ્રતિભાશાળી મહિલા એવોર્ડ અને વિમેન એક્સેલન્સ એવોર્ડ સહિતના સન્માન મળ્યા હતા. મોંઘીબેન મકવાણા અને તેમના પતિ દીનેશભાઈ વાજા બંને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા હતા. સંતાનપ્રાપ્તિ ન કરવાનો નિર્ણય કરીને સમાજની દીકરીઓને પોતાની દીકરીઓ સમજી તેમના શિક્ષણ અને ભવિષ્યના ઘડતર માટે જીવન સમર્પિત કરનારા આ દંપતીનું સેવાકાર્ય આજે પણ આગળ વધી રહ્યું છે. સંસ્થાની પ્રવૃત્તિઓને વધુ ગતિ મળે અને વધુ દીકરીઓને શિક્ષણની સુવિધા મળી રહે તે હેતુથી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ પોતાની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયાનું દાન સંસ્થાને આપ્યું છે. આ સહયોગ બદલ સંસ્થાના સંચાલકોએ આભાર માન્યો હતો. આ પ્રસંગે સમાજના મુખ્ય આગેવાન જી.એલ. મકવાણાએ સ્વ. મોંઘીબેનના જીવન અને સેવાકાર્યોને યાદ કરતાં જણાવ્યું કે, શિક્ષણ સિવાય બીજો કોઈ હેતુ ન રાખી તેમણે આખું જીવન દીકરીઓના ભવિષ્ય ઘડવામાં આપ્યું હતું. દાતા માનદ સનતભાઈ મહેતાના સહયોગથી સંસ્થાના પાયા મજબૂત બન્યા હતા અને ત્યારથી શરૂ થયેલું કન્યા કેળવણીનું સેવાકાર્ય આજે પણ સતત ચાલી રહ્યું છે. સ્વ. મોંઘીબેન મકવાણાની આઠમી પુણ્યતિથિએ તેમના શિક્ષણ, સેવા, સંઘર્ષ અને કરુણાભાવને યાદ કરી સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા:આંગણવાડી બહેનોએ ટેક હોમ રાશનથી બનાવી વાનગીઓ;મિલેટ અને કઠોળના ઉપયોગથી પોષણનો સંદેશ અપાયો;ઉત્કૃષ્ટ વાનગી બનાવનાર બહેનોને ઇનામ અપાયાં
    Next Article
    સાગબારાના આદિજાતિ ખેડૂતોની વન જમીન મુદ્દે MLA ચૈતર વસાવા મેદાનમાં:CMને કરી રજૂઆત, વન અધિકારના દાવા પેન્ડિંગ છતાં આદિવાસીઓની જમીન ખાલી કરાવવાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment