Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં શ્રાવણ અમાસે શિવયાગ હવન યોજાયો:સિદ્ધિ સરોવર ખાતે ભજન, સંતવાણી અને મહાપ્રસાદ સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાશે

    7 hours ago

    પાટણના સિદ્ધિ સરોવર સ્થિત કુબેરેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં શ્રાવણ મહિનાની અમાસના દિવસે શિવયાગ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ હવનમાં વિવિધ યજમાન પરિવારોએ ભાગ લીધો હતો. સિદ્ધિ સરોવર સ્થિત કુબેરેશ્વર મહાદેવ સેવક ગણ દ્વારા શ્રાવણ માસની અમાસના પવિત્ર દિવસે કુબેરેશ્વર મહાદેવ અને રણજીત હનુમાન દાદાની કૃપાથી આ શિવયાગ હવનનું આયોજન કરાયું છે. આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત અમાસના દિવસે યજ્ઞનો પ્રારંભ થયો હતો. સાંજે 5 વાગ્યે મુખ્ય શ્રીફળ હોમવાની વિધિ પૂરી કરવામાં આવશે. યજ્ઞ બાદ તમામ શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત, રાત્રે 9:30 કલાકે ભજન અને સંતવાણી ડાયરાનું વિશેષ સંગીતમય આયોજન પણ રાખવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાંથી માત્ર 8 કિલો અખાદ્ય જથ્થો મળ્યો !:મેયરનાં આદેશ બાદ જોરશોરથી શરૂ થયેલી ઝુંબેશ હવે ઢીલી પડી ગઈ ! માવા-બરફી અને પેંડા સહિત 7 નમુના લેવાયા, ત્રણ મહિને રિપોર્ટ આવશે
    Next Article
    ભુજમાં સાયબર ગુનાઓથી બચવા જાગૃતિ કાર્યક્રમ યોજાયો:એક હજારથી વધુ યુવાનો અને સિનિયર સિટિઝન બન્યા ભાગીદાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment