Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં સાયબર ગુનાઓથી બચવા જાગૃતિ કાર્યક્રમ યોજાયો:એક હજારથી વધુ યુવાનો અને સિનિયર સિટિઝન બન્યા ભાગીદાર

    7 hours ago

    ભુજમાં વધતા સાયબર ગુનાઓને રોકવા માટે પોલીસે એક જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો. ટેક્નોલોજીના વધતા ઉપયોગ સાથે ઓનલાઇન છેતરપિંડી અને ડિજિટલ ગુનાઓ પણ વધી રહ્યા છે, ત્યારે નાગરિકોને સાવચેત કરવા આ અભિયાન શરૂ કરાયું છે. પશ્ચિમ કચ્છ-ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલે આર.ડી. વરસાણી લેવા-પટેલ સ્કૂલ, ભુજમાં આ સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં એક હજારથી વધુ યુવાનો અને સિનિયર સિટિઝનોએ ભાગ લીધો હતો. તેમને બદલાતી ટેક્નોલોજી સાથે સાયબર ગુનેગારો દ્વારા અપનાવવામાં આવતી નવી પદ્ધતિઓ વિશે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું. ખાસ કરીને, સોશિયલ મીડિયા અને ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને અજાણ્યા લોકોની ઓનલાઇન વાતચીત કે ઓફરોથી કેવી રીતે સાવચેત રહેવું તે અંગે માર્ગદર્શન અપાયું. આ કાર્યક્રમમાં ઓનલાઇન ગેમિંગના નામે થતી છેતરપિંડી, સાયબર સ્ટોકિંગ, ડીપફેક ટેક્નોલોજીનો ખોટો ઉપયોગ, સોશિયલ મીડિયા બ્લેકમેલિંગ, સાયબર રિવેન્જ અને રોમાન્સ સ્કેમ જેવા ગંભીર સાયબર ગુનાઓ વિશે વિગતવાર માહિતી અપાઈ હતી. આ ઉપરાંત, આજકાલ ચર્ચામાં રહેલા ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓમાં ગુનેગારો કેવી રીતે લોકોને ડરાવીને કે ખોટી ઓળખ આપીને પૈસા પડાવે છે, તેની કાર્યપદ્ધતિ વિશે પણ લોકોને જાગૃત કરાયા હતા. પોલીસે લોકોને ખાસ અપીલ કરી હતી કે ઓનલાઇન કોઈ અજાણી વ્યક્તિ સાથે પોતાની અંગત માહિતી, બેંકની વિગતો, પાસવર્ડ, OTP કે અન્ય સંવેદનશીલ માહિતી શેર ન કરે. સોશિયલ મીડિયા પર અજાણી લિંક, શંકાસ્પદ મેસેજ કે લોભામણી ઓફરથી દૂર રહેવાની પણ સલાહ અપાઈ હતી. કાર્યક્રમના અંતે, સાયબર ક્રાઇમની ઘટના બને તો તાત્કાલિક મદદ મેળવવા માટેની રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 વિશે લોકોને માહિતી અપાઈ હતી. હાજર રહેલા લોકોના સાયબર સુરક્ષા સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે એક પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયું હતું. આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને સાયબર ગુનાનો ભોગ બનતા અટકાવવાનો અને સુરક્ષિત ડિજિટલ વ્યવહાર વિશે જાગૃત કરવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં શ્રાવણ અમાસે શિવયાગ હવન યોજાયો:સિદ્ધિ સરોવર ખાતે ભજન, સંતવાણી અને મહાપ્રસાદ સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાશે
    Next Article
    પાટણમાં નાગેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો:અંબિકા શાકમાર્કેટ પાસે યજ્ઞ, શ્રીફળ હોમ અને મહાપ્રસાદ સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment