Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરની 8 વર્ષીય નિક્ષાએ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો:7 દિવસમાં સિદ્ધિ, પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો

    20 hours ago

    પાલનપુરની 8 વર્ષીય નિક્ષા બારોટે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ (EBC) ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. તેણે માઈનસ ડિગ્રી ઠંડી અને પથ્થરીલા રસ્તાઓ વચ્ચે 17,598 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રગાન ગાયું હતું. આ અભિયાનમાં નિક્ષાએ અનુભવી એવરેસ્ટર નિશાના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો. તેણે 7 દિવસમાં આ ટ્રેક પૂર્ણ કર્યો, જે 16 મેના રોજ કાઠમંડુથી લુકલા પહોંચ્યા બાદ શરૂ થયો હતો. ટ્રેકિંગની શરૂઆત લુકલા ખાતે આશરે 2,860 મીટરથી થઈ હતી. પ્રથમ દિવસે પાખડિંગ અને ત્યારબાદ નામચે બજાર સુધીની યાત્રા કરવામાં આવી હતી. નામચે બજાર ખાતે શરીરને ઊંચાઈવાળા વાતાવરણને અનુકૂળ બનાવવા માટે એક દિવસનો વિરામ લેવાયો હતો. ત્યાંથી આગળ વધીને નિક્ષાએ ટેંગબોચે, ડિંગબોચે, લોબુચે અને ગોરક્ષેપ જેવા દુર્ગમ વિસ્તારો પાર કર્યા. આખરે 22 મેના રોજ તે એવરેસ્ટ બેઝ કેમ્પ, જે આશરે 5,364 મીટર (17,598 ફૂટ)ની ઊંચાઈ પર છે, ત્યાં પહોંચી. આ સફળતાની સાથે નિક્ષાએ ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની જાળવણી માટે મહત્વપૂર્ણ સંદેશાઓ પણ આપ્યા. તેણે બેઝ કેમ્પ પરથી 'સેવ નેચર, સેવ હિમાલયાસ', 'એવરી ચાઈલ્ડ શુડ પ્લાન્ટ અ ટ્રી' અને 'ફિટ ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા' જેવા પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને પર્યાવરણ જાગૃતિનો પ્રસાર કર્યો. નિક્ષા બારોટ નાની ઉંમરથી જ સાહસિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. આ પહેલાં માત્ર 6 વર્ષની ઉંમરે તેણે ઉત્તરાખંડનો 'કેદારકાંઠા ટ્રેક' સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેણે અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધીની અંદાજે 4,556 કિલોમીટર લાંબી "Pedal to Plant" સાયકલ યાત્રામાં ભાગ લઈ વૃક્ષારોપણનો સંદેશ આપ્યો હતો. આ પર્યાવરણીય કામગીરી બદલ તેને 26 જાન્યુઆરીએ જિલ્લા સ્તરે સન્માનિત પણ કરવામાં આવી હતી. એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક તેની સાહસિક સફરનું વધુ એક પ્રકરણ બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાને ગુજરાતને 215 રનનો ટાર્ગેટ આપ્યો:વૈભવે 96 રન ફટકાર્યા, જાડેજાના નોટઆઉટ 45 રન; છેલ્લી ઓવરમાં ફરેરાએ રાશિદને 4 છગ્ગા ફટકાર્યા
    Next Article
    નવસારીમાં નેશનલ હાઈવે પર ઓઇલ ચોરીનું રેકેટ ઝડપાયું:નવસારી LCBએ રૂ. 86.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 5 આરોપી પકડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment