Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લવમેરેજ કરનાર યુવતીના પિતા સહિતની ગેંગે જમાઈ-સસરાનું અપહરણ કર્યું:કલોલમાં ઘરમાં ઘૂસી માતા અને પુત્રવધૂ પર હુમલો, પોલીસે અપહૃત્યોને છોડાવ્યા; કુખ્યાત શખ્સો ઝડપાયા

    6 hours ago

    કલોલના છત્રાલ વિસ્તારમાં પ્રેમસંબંધની અદાવતે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. દીકરીના લવમેરેજથી રોષે ભરાયેલા પિતાએ અર્ટિગા અને બલેનો કારમાં આવેલા સાગરિતો સાથે મળીને ઘરમાં ઘૂસી માતા અને પુત્રવધૂ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન હુમલાખોરોએ યુવતીના પતિ અને તેના સસરાનું ફિલ્મીઢબે અપહરણ કરી લીધુ હતું. જે મામલે ગુનો દાખલ થયાના ગણતરીના કલાકોમાં ગાંધીનગર પોલીસે ગેંગને દબોચી લઈ બંને અપહૃત્યોને છોડાવી લીધા છે. 10 સપ્ટેમ્બરે દીવાલ કૂદીને ઘરમાં ઘૂસ્યા છત્રાલમાં આવેલા લુણાસણ રોડ પર આવેલી શિવકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી સંગીતાબેન રમેશકુમાર ગોરેલાલ સાહુના પુત્ર શિવમે આજથી આશરે એક માસ અગાઉ મધ્યપ્રદેશના મુહારી કલા ગામના હરીનિવાસ બ્રશભાનસિંહ લોધીની દીકરી નંદની સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લવમેરેજથી યુવતીના ઘરના સભ્યો રાજી ન હતા, જેની રીસ રાખીને ગત 10 સપ્ટેમ્બરના રોજ રાત્રીના અરસામાં નંદનીના પિતા હરીનિવાસ બ્રશભાનસિંહ લોધી, તેના મામાનો દીકરો બીટ્ટુ મુલાયમસિંહ લોધી અને ભલ્લુ સીતારામ લોધી સહિતના શખ્સોએ પાછળની દીવાલ કૂદીને ઘરમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. ગાળો બોલી, માથાના વાળ પકડીને લાફા ઝીંક્યા બાદમાં આરોપીઓએ ફરિયાદીને ગાળો બોલીને હોબાળો મચાવ્યો હતો. આથી નંદની ગભરાઈને ભાગવા જતા તેના પિતા હરીનિવાસે તેના માથાના વાળ પકડીને લાફાજીપટ કરી બળજબરીથી લઈ જવાની કોશિશ કરી હતી. નંદનીએ બૂમો પાડતા આસપાસના મજૂરો અને લોકો ભેગા થઈ જતા મામલો વધુ ગરમાયો હતો. દરમિયાન અર્ટિગા કાર લઈને આવેલા અન્ય શખ્સો કમલેશ અશોક લોધી અને નરેશ ધનીરામ પાલ સહિતના ઈસમો પણ નીચે ઉતર્યા હતા. રમેશકુમાર અને શિવમનું બલેનો કારમાં અપહરણ કરી લીધું આરોપીઓએ ફરિયાદીને બળજબરીથી ગાડીમાં બેસાડવાની કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જાગેશ હરીનિવાસ લોધી, છોટુ મુલાયમસિંહ લોધી, બ્રિજમોહન કરણસિંહ લોધી અને લોકપાલ લોધી નામના શખ્સોએ ભેગા મળીને ફરિયાદીના પતિ રમેશકુમાર તથા પુત્ર શિવમનું બલેનો કારમાં અપહરણ કરી લીધું હતું. પોલીસે અપહૃત્યોને છોડાવ્યા, કુખ્યાત શખ્સો ઝડપાયા આ મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ સ્થાનિક પોલીસની સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈની ટીમને પણ એક્ટિવ કરવામાં આવી હતી. જે અન્વયે ગુનાના સ્થળથી લઈને અપહરણકર્તાઓ જે માર્ગ પર આગળ વધ્યા હતા તે તમામ માર્ગોના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અને રાજ્યભરમાં કરવામાં આવેલી સઘન નાકાબંધીના પરિણામે અપહરણકર્તાઓની ગાડીઓને ટ્રેક કરવામાં સફળતા મળી હતી. બાદમાં પોલીસ ટીમોએ પીછો કરીને અપહરણનો ભોગ બનનાર શિવમ તથા તેના પિતા રમેશકુમારને બલેનો ગાડીમાંથી સહીસલામત મુક્ત કરાવી લીધા હતા. આ સાથે જ અપહરણમાં વપરાયેલી અર્ટિગા ગાડી અને બલેનો ગાડીમાંથી આ ગુનાને અંજામ આપનાર મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના કુખ્યાત શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ત્રણ દિવસ બેન્કો બંધ રહેશે:મોલ, રેસ્ટોરન્ટ્સ, દુકાન 24 કલાક ખૂલ્લા રહેશે, સૈનિકોના ઘર પર નહીં લાગે પંચાયત કર, બેફામ ડમ્પરે યુવતીને કચડી
    Next Article
    રાજકોટમાંથી માત્ર 8 કિલો અખાદ્ય જથ્થો મળ્યો !:મેયરનાં આદેશ બાદ જોરશોરથી શરૂ થયેલી ઝુંબેશ હવે ઢીલી પડી ગઈ ! માવા-બરફી અને પેંડા સહિત 7 નમુના લેવાયા, ત્રણ મહિને રિપોર્ટ આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment