Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ એરપોર્ટ ડિરેક્ટર પદેથી ધનંજયકુમાર સિંહની હકાલપટ્ટી:ફ્લાઇટ ડાયવર્ઝન અને આગની ઘટના બાદ ડિરેક્ટર ડી. કે. સિંહને 24 દિવસમાં જ પદ પરથી હટાવાયા

    8 hours ago

    રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં તાજેતરમાં નવનિયુકત થયેલા ડિરેકટર ધનંજયકુમાર સિંહને માત્ર 24 દિવસમાં (12 ઓક્ટોબરથી 4 નવેમ્બર)જ તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે. જેનું કારણ એ છે કે ગત 28મી ઓક્ટોબરે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પક્ષીઓને ઉડાડવા માટે ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને આ દરમિયાન ત્યાં રહેલા ઘાસમાં આગ લાગી હતી અને તેથી તે સમયે ત્યાં પહોંચેલી દિલ્હીથી રાજકોટ આવતી એર ઈન્ડિયાની ફ્લાઇટને વડોદરા ડાયવર્ટ કરવી પડી હતી. આ ફ્લાઈટમાં સિવિલ એવિએશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી સમીરકુમાર સિંહા પણ હતા. જેઓ કેશોદમાં નિર્માણ પામી રહેલા નવા એરપોર્ટના ઇન્સ્પેક્શન માટે આવી રહ્યા હતા. જોકે તેમને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટના લેન્ડિંગ સમયે કડવો અનુભવ થતા આ પ્રકારના કડક પગલાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત ડાયરેક્ટ ડી. કે. સિંઘના ટૂંકા કાર્યકાળ દરમિયાન એરપોર્ટના કાર્ગો સેક્ટરમાં જોખમી રીતે પાણી ભરાઈ ગયાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જોકે આ બંને ઘટનાઓ માટે સિવિલ ડિપાર્ટમેન્ટ જવાબદાર હોવા છતાં પણ એરપોર્ટ ડાયરેક્ટ સામે કડક પગલાં લેવામાં આવ્યા હોવાથી એરપોર્ટ સ્ટાફમાં ચર્ચાઈ રહ્યું છે. નવા ડાયરેક્ટર તરીકે CNS ના વડા સંજય અગ્રવાલને ચાર્જ અપાયો રાજકોટના એરપોર્ટ ડીરેકટર દિગંત બોરાહની ગત તા.22-9-2026ના રોજ બઢતી સાથે દિલ્હી બાદ ભુવનેશ્ર્વર બાદ ગોવા ખાતે બદલી થતાં તેમના સ્થાને જામનગર એરપોર્ટ (ડીજીએમ કોમર્શીયલ) ધનંજયકુમાર સિંઘને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ડિરેકટર તરીકે પ્રમોશન સાથે નિમણુક થતા ધનંજયકુમાર સિંઘે ગત તા.12-10-2026ના રોજ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડીરેકટર તરીકે ચાર્જ સંભાળ્યો હતો.ચાર્જ સંભાળ્યાને થોડા દિવસે જ અચાનક જ ડિરેકટર ધનંજયકુમાર સિંઘને રાજકોટ એરપોર્ટ પર કોમર્શિયલ વિભાગના હેડ તરીકે મૂકી દેવામાં આવ્યા છે એટલે કે તેમનું ડીગ્રેડેશન કરાયું છે. તેમની ખાલી પડેલ જગ્યા પર સીએનએસ (કોમ્યુનિકેશન, નેવિગેશન અને સર્વેલન્સ)વિભાગના સંજય અગ્રવાલને ચાર્જ સોંપાયો છે. જોકે સંજય અગ્રવાલ આગામી તા.12મી નવેમ્બર સુધી રજા ઉપર હોવાથી તેમની રજા સમાપ્તી સુધી ATC વિભાગના અધિકારી ભાસ્કર સૌદાગરને કાર્યકારી ડિરેકટર તરીકેનો ચાર્જ સોંપાયો છે. નોંધનીય છે કે, ગત તા.28 ઓક્ટોબરના દિલ્હીથી રાજકોટ આવતી એર ઇન્ડિયાની સવારની ફ્લાઇટને લેન્ડિંગ ક્લિયરન્સ ન મળતાં તેને તત્કાલિક અસરથી વડોદરા એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. હીરાસરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પક્ષી ભગાડવા ફોડેલા ફટાકડાથી આગ ભભૂકતા 100 થી વધુ મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે વડોદરામાં આ ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. જે બાદ ફ્લાઈટ 12.20 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર પહોંચી હતી અને તે પછી રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ 1.11 વાગ્યે રવાના થઈ હતી. લાંબી પ્રતિક્ષા બાદ ફ્લાઇટને વડોદરા ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટના આગમન પૂર્વ સુરક્ષા માટે અને પક્ષીઓની અવરજવરને નિયંત્રિત કરવા ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ દરમિયાન ફટાકડાના તણખા રનવે નજીકના સૂકા ઘાસ પર પડતાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે રન-વે પર ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જતાં વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી.દિલ્હીથી આવેલી ફ્લાઇટ તેના નિર્ધારિત સમય 10.25 વાગ્યે એરપોર્ટના આકાશમાં આવી પહોંચી હતી પરંતુ લેન્ડિંગ મંજૂરી ન મળતા પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલની સૂચના મુજબ આકાશમાં 4 ચક્કર લગાવ્યા હતા. બીજી બાજુ ફાયર ટીમે તાત્કાલિક ધોરણે આગ પર કાબૂ મેળવ્યો હતો. વિઝિબિલિટી સુધરતી ન હોવાથી લાંબી પ્રતિક્ષા બાદ ફ્લાઇટને વડોદરા ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના કારણે 100 થી વધુ મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હેમખેમ ઉતરાણ થતાં રાહત અનુભવી હતી. આ ઘટનાએ એરપોર્ટ પ્રશાસનની સુરક્ષા પદ્ધતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતા. ચીફ એરપોર્ટ સિક્યુરિટી ઓફિસરની કોલકતા બદલી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના ચીફ એરપોર્ટ સિક્યુરિટી ઓફિસર અમનદીપ સિરસ્વાની કોલકતા બદલી કરવામાં આવી છે જ્યારે તેમના સ્થાને અભિષેક મિશ્રાની નિયુક્તિ થઈ છે. દિલ્હીથી રાજકોટની ફ્લાઈટ વડોદરા ડાયવર્ટ થવાને કારણે ચીફ એરપોર્ટ સિક્યુરિટી ઓફિસરની બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    अदाणी पोर्ट्स ने 2.56 बिलियन यूरो में खरीदी यूरोपीय कंपनी, MD करण अदाणी ने बताया- क्‍यों अहम है ये डील
    Next Article
    અંતિમ શ્વાસ સુધીની કેદ પડી છતા ફૈઝલ ખાટકી હસતો રહ્યો:ભાવનગરના કાજલ બારૈયા હત્યા કેસમાં કોર્ટેનો 2 મહિનામાં ચુકાદો, લિવઈનમાં રહેતી યુવતીની પછાડી પછાડીને હત્યા કરી'તી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment